Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પુરૂષોતમ -સ્તવન

દિલમાં દયા જગાવો તો સુખ અને આનંદ મળશે

પોતે પણ ખાઇ શકતો નથી અને બીજાને પણ આપી શકતો નથી. પછી ભલે તે કરોડોપતિ હોય તેમ છતાં કોઇ મામુલી ગરીબ માણસ કરતા તે વિશેષ નથી.

યોગ્ય કે અયોગ્ય માર્ગે કંજુસાઇ કરીને તેણે જે ધન ભેગુ કર્યુ હોય તે પણ તેને કામ લાગતુ નથી અને બીજા લોકો જ તેનો ઉપયોગ કરે છે.

પરંતુ જે શુભકાર્યોમાં પોતાનું ધન વાપરે છે તેમાંજ બુધ્ધિમાન છે. અનેતે વરસતા વાદળો સમાન છે. પોતાની પાસેજે હોય છે. તે વરસાવી દે છે ખાલી થઇ જાય છે. અને ફરી પાછો ભરાઇ જાય છે.

ભલમનસાઇ મિલનસાર ભર્યો વ્યવહાર તેમજ બીજાના હિતનો ખ્યાલ રાખવો તે એવા ગુણ છે.જેનાથી દુનિયા પોતાની બની શકે સંસાર એને ભુલી શકતો નથી. કેજેઓ પોતાના નાના અને મોટા સાથે શિષ્ટતાથી વર્તે છે.

કડવું બોલનાર અને નિષ્ઠુર સ્વભાવવાળા માનવી નું જીવન નિરસ બની જાય છે. પછી ભલે તે માણસ ગમે તેટલો તેજસ્વી હોય.

જેને આ વિશ્વમાં હસવા કે સ્મીત કરવા યોગ્ય કશું દેખાતુ નથી તેવા સ્વભાવવાળા માણસ પાસે ગમે તેટલી વિદ્યા કે સંપતિ હોય છતાં પણ તે ગંદા વાસણમાં રાખેલા દૂધ જેવો નકામો બની જાય છે.

મહાપુરૂષો પાસે પૈસા હોતા નથી. અને તેઓ તેની ચિંતા પણ રાખતા નથી. કારણકે દયાથી છલ્લોછલ ભરેલું હ્યદય એમની પાસે કુબેરના ભંડારની જેમ કાયમ ભરેલું મોજુદ રહે છે.

કહે છે કે, આ દુનિયામાં ગરીબનું કોઇ ઠેકાણું નથી. પરંતુ એકવાત અવશ્ય સમજી લેવી જોઇએ કે જેના દિલમાં દયા નથી તેનું પરલોકમાં કોઇ સ્થાન નથી.

ગરીબ માનવી તો કોઇક દિવસ શ્રીમંત બની શકે છે. પરંતુ દયાહીન  છે. તેને તે જયાં જશે ત્યાં ધિક્કાર જ મળશે. સત્યની પ્રાપ્તિ કોને થશે? ઇશ્વરના દર્શન કોને થશે?

ફકત તેને જ થશે કે જેના દિલમાં દયા છે. નિર્દય માનવી તો અપંગ હોય છે. તે પોતાની પાસે પડેલા ઉત્તમ પદાર્થો લઇ શકતો નથી.

અરે, ઓ નિર્દયો! જરા થોભો બીજાઓને સતાવતા પહેલા જરા વિચારો તો ખરા કે જયારે તમને પણ આ રીતે સતાવવામાં આવશે ત્યારે તમારી શી દશા થશે? દયાનો ત્યાગ કરીને ક્રુરતા અને પાપના માર્ગે શા માટે જાઓ છો? શું તમે એટલું પણ જાણતા નથી કે ખરાબ કર્મોનું ફળ તમારે જન્મ જન્માંતરો સુધી ભોગવવું પડશે.

ધરતીમાતા સાક્ષી છે, દુઃખો તો માત્ર પાપીઓને ભોગવવા પડે છે પરોપકારી અને દયાળું ઓએ નહી.

જેના હ્યદયમાં દયા છેે તેઓ અંધકારમાં નહી ભટકે તેથી હવેતો તમારા દિલમાં દયાનો ભાવ જગાડો, બીજા સાથે દયાપુર્ણ વ્યવહાર કરો એટલે સંસારમાં સુખઅને આનંદ વધતા જ રહેશે.

હ્યદય મંદિરમાં પ્રભુને પધરાવશું

અંતરના નાદના વાજા વગડાવશું..!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:06 am IST)