Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

પવનની લહેરની જેમ

''તે જેમ આવે છે તેમ જતી રહે છે. તમે તેને પકડી ના શકો...તમે તેને વળગી ના શકો''

પવનની લહેર હળવેથી આવે છે. તે કોઇ અવાજ નથી કરતી તે કોઇ જાહેરાત નથી કરતી તે ખૂબજ શાંતીથી આવે છે. તમે તેને સાંભળી નહી શકો--અચાનક તે આવે છે .અને તેવીજ રીતે ભગવાન પણ આવે છે--સત્ય પણ આવે છે--આશીર્વાદ પણ આવે છે.--પ્રેમ પણ આવેછે. અને આ બધા જ ખૂબજ હળવેકથી આવે છે, ઢોલ-નગારા વગાડતા-વગાડતા નહી તેઓ અચાનક જ-- તમારી પરવાનગી વગર તમને પુછા વગર આવે છેઅને તેવીજ  રીતે પવનની લહેર આવે છે એક ક્ષણ માટે તે ત્યા છે અને બીજી ક્ષણ માટે તે ત્યાં નથી.

અને બીજી વસ્તુ, જેવી રીતે તે આવે છે તેવી જ રીતે જાય છે. તમે તેને પકડી ના શકો તમે તેને વળગી ના શકો  તે હોય ત્યારે તેને માણો અને જયારે તે જાય તેને જવા તે આવી તેના માટે આભાર માનો. કોઇ મનદુખ ના રાખો, કોઇ ફરીયાદ નહી. જયારે તે જાય છે તે જાય છે--તેના માટે કઇ જ ના કરી શકીએ.

પરંતુ આપણે બધા ચીપકુ છીએ જયારે પ્રેમ આવે છે, આપણે  ખૂશ થઇએ છીએ પરંતુ જ્યારે તે જાય છે ત્યારે આપણે ખૂબજ દુખી થઇએ છીએ આપણે ખૂબ જ અબોધ--અકૃતરી-ના સમજ બની જઇએ છીએ યાદ રાખો, તે એક રસ્તેથી આવે છે અને હવે એજ રસ્તેથી જાય છે. તેણે આવતી વખતે પુછયુ નહી તો શા માટે જતી વખતે પુછે ? તે એક અનંતનો રહસ્યમય પુરસ્કાર છે. અને તેને આ રહસ્યમય રસ્તા ઉપર જવુ જ જોઇએ જો કોઇ વ્યકિત જીવનને પવનની લહેરની જેમ લેતો ત્યા કોઇ વળગળ નથી, કોઇ જોડાણ નથી--કોઇ ઘેલછા નથી--વ્યકિત ફકત--ઉપલબ્ધ રહે છેઅને જે કઇ પણ બને છે તે સારૃં છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:28 am IST)