Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સમસ્યાઓ

''જો તમે એવી રીતે વર્તશો કે તમારે કોઇ સમસ્યા નથી. તો તમે જોશ કે ખરેખર તમારી કોઇ સમસ્યા નથી બધી જ સમસ્યાઓને માનવામાં આવી છે, તમે તેને માનો છો અને તેથી જ તેઓ ત્યા છે.''

તે સ્વ સંમોહન છે. જો તમે સતત રટણ કર્યા કરો કે તમેઆવા છો, તમે તેવા છો, તમે સંપૂર્ણ નથી અથવા તમે અશકિતમાન છો તમે આ સતત રટણ કરશો અને એ તમારો મંત્ર બની જશે તે તમારા હૃદયમાં ઉંડે સુધી ઉતરી જશેઅને તમારી હકીકત બની જશે.

એવી રીતે વર્તવાની કોશીષ કરોકે તમારે કોઇ સમસ્યા જ નથીઅને અચાનક તમે જોશો કે તમરી ગુણવતા જ બદલાઇ ગઇ છે. તમારે કોઇ સમસ્યાઓ જ નથી! અને હવે તે તમારા ઉપર છે કે તમે સમસ્યાઓને ફરીથી સ્વીકારો છો કે હમેશાને માટે તેને છોડી  દો છો સમસ્યાને છોડી દેવી-સરળ છે જો તમે સમજો કે તમે જ સમસ્યાને પકડી રાખી છે, સમસ્યાએ તમને નહી પરંતુ આપણે સમસ્યાઓ વગર જીવી નથી શકતા તેવી આપણે સમસ્યાઓ ઉત્પન્ન કરીએ છીએ દરેક વ્યકિતને સમસ્યાઓ વગર ખૂબજ એકલુ લાગે છે- કઇ જ કરવાનું રહેતું નથી. સમસ્યા સાથે તમે ખુશી અનુભવો છો--- કઇક કરવા માટે છે અને તમારે તેના માટેવિચારવુ જ પડશે. તે તમને કામ આપે છે.

આ સતત વિચાર કે તમે સંપૂર્ણ અથવા શકિતમાન નથી અનેતમે આવા છો, તમે તેવા છો-- આ બધુ મૂળભૂત રીતે અહમનુ પોષણ છે. તમે એકદમ સંપૂર્ણ થવા માર્ગો છો પરંતુ શા માટે ? તમે ખૂબ જ શકિતમાન થવા માગો છો પરંતુ શા માટે ? તમે બધીજ જ અપૂર્ણતાઓ અને મર્યાદાઓ સાથે શા માટે સંતુષ્ટ નથી ? એકવાર તમે તેઓને સ્વીકારી લો તો તમે જોશો કે તમે વધારે સરળતાથી જીવન જીવી શકો છો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:11 am IST)