Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

દેશ-વિદેશમાં ફરીને દિવાળીને યાદગાર બનાવો

ઉદારીકરણ, ખાનગીકરણ તથા વૈશ્વિકરણના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં એક યા બીજી રીતે માનવશકિતનું સતત પરિભ્રમણ થઇ રહયું છે. સાથે-સાથે માહિતી અને ટેકનોલોજીના તથા સોશ્યલ મિડીયાના વિવિધ ક્ષેત્રે લેટેસ્ટ વર્ઝનના ભાગરૂપે સમાજના લોકો ટેકનોસેવી બનીને સતત અપડેટ થતાં રહે છે. ગુજરાત તથા ભારતના લોકો પણ આજની ર૧મી સદીમાં દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતા હોવાનું જોવા મળે છે. પછી તે બિઝનેસ હોય,  સર્વિસ હોય, સમાજસેવા હોય,આરોગ્ય કે શિક્ષણ ક્ષેત્ર હોય અથવા તો રજાઓમાં ફરવાની મજા માણવાની હોય.

આવતા મહિને દિવાળીની રજાઓ તથા વેકેશન આવી રહયું છે ત્યારે ભારત અને વિદેશમાં સહેલાણીઓના ફેવરીટ ડેસ્ટીનેશન્સે લોકોમાં ઉત્સુકતા જગાવી છેે. સહેલગાહે ઉપડવાના યાદગાર સપના અને જબ્બરદસ્ત ક્રેઝના ભાગરૂપે લોકો અત્યારે તો જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. ટીકીટો અને હોટલ બુકીંગ માટે દોડાદોડી કરી રહયા છે. પસંદગીના સ્થળોએ જવા માટે ટ્રેઇનોમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ બની ગયાનું જાણવા મળે છે. ટ્રેન-પ્લેન ઉપરાંત પસંદગીની બસોમાં પણ લાંબા વેઇટીંગ લીસ્ટસ ઓપરેટ થઇ રહયા છે.

ભાઇબીજ નિમિતે મથુરાનું અસામાન્ય મહત્વ હોવાથી તથા ગંગાસ્નાન માટે પણ ભાવિકોનો અવિરત પ્રવાહ રહેતો હોવાથી દિલ્હી, હરિદ્વાર, મથુરા, બનારસ, દહેરાદૂન, ઉત્તરાખંડ, વૈૈષ્ણોદેવી વિગેરે તરફની ટ્રેઇનોમાં રાજકોટ અને અમદાવાદથી ટીકીટ માટે ભારે ઘસારો જોવા મળી રહયો છે. ઉપરાંત હાવડા, મુઝફફરનગર, મોતીહારી, ગોરખપુર, ગોવાહાટી તરફની ટ્રેઇનોમાં પણ બુકીંગ બાબતે વેઇટીંગ અથવા તો 'નો રૂમ્સ' બતાવાઇ રહ્યું  છે.

તંત્ર દ્વારા ઘણી વખત અમદાવાદ સહિત અમુક જગ્યાએથી હોલી-ડે સ્પેશ્યલ ટ્રેન દોડાવવા છતાં પણ દિવાળી તથા વેકેશન દરમ્યાન પસંદગીની તમામ ટ્રેન હાઉસફુલ હોવાનું જાણવા મળે છે. જોકે તત્કાલ રીઝર્વેશનમાં ચાન્સ લઇ શકાય છે.

પશ્ચિમ રેલ્વે દ્વારા દિવાળી સ્પેશ્યલ ટ્રેનોની ૩૮ જેટલી આવક જાવક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં બાંદ્રા ટર્મિનસ-ગંાધીધામ, બાંદ્રા ટર્મિનસ-ઇન્દોર, બાંદ્રા ટર્મિનસ-ઓખા, મુંબઇ સેન્ટ્રલ-નવી દિલ્હી વિગેરેનો સમાવેશ થાય છે. ''વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે'' ની તમામ માહિતી www.wr.indianrailways.gov.in  વેબસાઇટ ઉપરથી મેળવી શકાય છે.

દિવાળીની રજાઓમાં ફરવા જવા માટે ઉતર ભારતના મુખ્ય પ્રવાસન સ્થળોમાં મનાલી, સિમલા, શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ, નૈનિતાલ, કાસોલ, મસુરી, અલમોરા, પાલમપુર,હલ્દવાણી વિગેરેને ગણી શકાય.

અમુક પસંદગીની ટ્રેનોમાં ભયંકર ટ્રાફીકને કારણે ઘણાં લોકો તો હરિદ્વાર જવા માટે અમદાવાદથી દિલ્હી ફલાઇટ લઇ અને ત્યારબાદ દિલ્હીથી હરિદ્વાર મેલમાં હરિદ્વાર પહોંચી રહયા હોવાના આયોજન પણ સંભળાય છે.

 લોકો ધર્મેજ, નિલકંઠ મહાદેવ, સાપુતારા, નાસિક, ત્રંબકેશ્વર, શનિદેવ, દેવગઢ, શીરડી અને સપ્તસુંગીના રૂટ ઉપર જવા માટે પણ આતુર દેખાઇ રહયા છે.

આ વર્ષે લોકો એવરગ્રીન એવું ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શીરડી, શનિદેવ, પંચમઢી, દિવ, માઉન્ટ આબુ, ઉજ્જૈન, ઇમેજિકા, લાવાસા, દાર્જીલિંગ, નૈનિતાલ, ગંગટોક, હરિદ્વાર, ગોકુળ, મથુરા, દિલ્હી, સિમલા,કુલુ-મનાલી, ડેલહાઉસી, આગ્રા, પંચગીની, એસેલ વર્લ્ડ, અંબાજી, શ્રીનાથજી, વૈષ્ણોદેવી, ઉદયપુર, કુંબલગઢ, જયપુર, જોધપુર, સાપુતારા, ઇલોરા, ઘુષ્મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત આશ્રમ, ઓૈરંગાબાદ, કોર્બેટ, સાસણગીર, સોમનાથ, દ્વારકા, કચ્છ, બેંગ્લોર, ઊંટી, કોડાઇકેનાલ, મૈસૂર, હૈદ્રાબાદ, હોલી-ડે કેમ્પ, માધવપુર, રાજકોટ,તિરૂપતી બાલાજી, રામેશ્વરમ, ગીરનાર, વીરપુર, ખોડલધામ, બગદાણા, પરબ, સતાધાર,આણંદ,આંદામાન નિકોબાર(પોર્ટબ્લેર), જેસલમેર, બિકાનેર, કુર્ગ-કબીની, રાનીખેત, ધરમશાળા, ચંડીગઢ, પોરબંદર સહિતના સ્થળોએ હોંશે-હોંશે દિવાળીના વેકેશનમાં ફરવા જવા માટે અધીરા બનતા જાય છે.

 જો કે મંદી, મોંઘવારી,જી.એસ.ટી., મની ક્રાઇસીસ, વ્હાઇટ મનીનો પ્રોબ્લેમ, ઊંચી પેકેજ કોસ્ટ (ખાસ કરીને ઈન્ડિયામાં), એકાઉન્ટીંગ પાછળ સમય, શકિત અને નાણાંનો વ્યય, ઇન્કમટેક્ષ ઈન્કવાયરીનો ભય, ઘણાં ક્ષેત્રોમાં હજુ સુધી સંભળાતી નોટબંધીની અસર, છેલ્લાં એક -દોઢ મહિનાથી શેરબજારમાં આવેલ કડાકા, અમેરિકન ડોલર સામે રૂપિયાનો નિકળી રહેલ કચ્ચરઘાણ, કેરાલામાં આવેલ ભયંકર પૂરની અસર, સાસણગીરમાં સિંહોના મોત ને કારણે ત્યાં જોખમી વાયરસ હોવાની ખોટી માન્યતા વિગેરે પરિબળોને કારણે ગયા વર્ષની સરખામણીએ હજુ સુધી ફરવા જનારાઓનો ટ્રાફીક પ્રમાણમાં ઓછો જોવા મળી રહયાનું ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. રાજકોટના દિલીપભાઇ મસરાણી (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણી અને સનરાઇઝ ટુર્સ રાજકોટના સમીરભાઇ કારીયા (મો. ૯૮૨૫૩ ૭૭૭૦૪) તથા છબીલભાઇ કારીયા તથા આરોહી ટુર્સ-રાજકોટના રૂદ્ર મહેતા (મો. ૮૪૮૭૦ ૦૦૦૭૦)નું કહેવું છે.

દિવ તથા સાસણગીરમાં પસંદગીની હોટલોમાં સહેલાઇથી રૂમ બુકીંગ અવેલેબલ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ જણાવી રહ્યા છે. કેરાલામાં આવેલ પુરને કારણે પેમેન્ટ કટોકટી સર્જાયેલ, પરંતુ હવે ધીમે-ધીમે પરિસ્થિતિ સામાન્ય થઇ રહ્યાનું દેખાઇ છે. કેરાલા ફરવા જવા માટે હળવી પુછપરછ પણ શરૂ થઇ હોવાનું જાણવા મળે છે.

દિવાળીના દિવસો દરમ્યાન અમદાવાદથી દિલ્હી જવા માટે વન-વે એરટિકિટ સાડા નવથી દસ હજાર આસપાસ મળી રહ્યાનું સંભળાય છે. પરંતુ જેઓ પાસે અગાઉ લીધેલા ટિકીટના બ્લોક બુકીંગ પડેલા છે તેઓ પાસેથી અમદાવાદ-દિલ્હી રીટર્ન ટિકિટ ૧૦ થી ૧૧ હજાર વચ્ચે મળી રહ્યાની ચર્ચા સંભળાય છે.

અમેરિકન ડોલર સામે ગગડી રહેલા ભારતીય રૂપિયાને કારણે એડવાન્સ બુકીંગ લીધેલ ટ્રાવેલ એજન્ટસ તથા એડવાન્સ બુકીંગ કરાવેલ કલાયન્ટસ વચ્ચે પણ થોડી તકલીફો ઉભી થતી જોવા મળે છે. ફોરેન જવાવાળા સહેલાણીઓના ખિસ્સા ઉપર પણ ભાર વધતો જોવા મળે છે.

પસંદગીના સ્થળોએ જવા માટે ટ્રાફિકના કારણે સારા ડેસ્ટીનેશન્સની એરટિકીટસ ઘણી ઉંચી કિંમતમાં મળી રહી છે. જેના કારણે પેકેજની કિંમત પણ ઘણી વધી જતી જોવા મળે છે.

 ઘણા કિસ્સામાં તો ડોમેસ્ટીક કરતા ઇન્ટરનેશનલ પેકેજીસ સસ્તા પડતા હોવાનું જોવા મળે છે. આને કારણે સહેલાણીઓ વિદેશ પ્રવાસ તરફ વધુ ઢળી રહ્યાનું દેખાઇ છે. ફોરેન ટૂર મારીને 'ફોરેન રીટર્ન' કહેવડાવાની  મજા પણ કંઇક ઓર જ હોય છે. ઘણી વખત સસ્તા કરતા 'કવોલિટી પેકેજીસ' સોનામાં સુગંધ ભેળવી દે છે. માઉન્ટ એવરેસ્ટ તથા જયાં શકય હોય ત્યાં બરફાચ્છાદિત વિસ્તારમાં સાઇકિલંગ જેવી એડવેન્ચર ટૂરનો ક્રેઝ પણ વધતો જોવા મળી રહ્યો છે.

પસંદગીના સ્થળોએ ઘણી જગ્યાએ હોટલ્સનાં રૂમ્સની અવેલેબિલિટી ન હોય, લોકોએ કોઇપણ કેેટેગરીની હોટલ  (સ્ટાન્ડર્ડથી માંડી સેવન સ્ટાર)માં જયાં પણ કન્ફર્મ બુકીંગ મળે ત્યાં જવા માટે નિકળવાની તૈયારી કરી લીધી છે, અથવા તો કરી રહ્યા છે.

દિવસે-દિવસે ઘણા નવા-નવા ડેસ્ટી- નેશન્સ ખૂલવા માંડતા લોકોને પણ પોતાનું બજેટ, જોઇતી ફેસેલિટીઝ, શોખ તથા અનુકુળતા પ્રમાણે જુદા જુદા સ્થળોએ ફરવાનો અમૂલ્ય મોકો હવે મળી રહ્યાનું ટીપટોપ ટૂર્સ તથા હેવન્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજકોટના સંચાલક જુલીબેન લોઢીયા (મો. ૯૯ર૪૩ ૯૪ર૭૦) તથા જીરાવાલા ટુરીઝમ રાજકોટના બિરેનભાઇ ધ્રુવ (મો. ૯૩૭પ૬ ૪૮પ૦૦) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્ટસનું કહેવું છે.

વિદેશ પ્રવાસ કરવા માટે ભારતની અગ્રગણ્ય રાષ્ટ્રીય તથા ખાનગી બેન્કો પસંદગીના ટ્રાવેલ એજન્ટસ-ટૂર ઓપરેટર્સના સહયોગથી લોેન પણ આપી રહ્યાનું જાણવા મળે છે. નક્કી કરેલા  વ્યાજદર સાથે માસિક હપ્તા સાથે પેમેન્ટ કરવાનું હોય છે. થોમસ કૂક, મેેક માય  ટ્રીપ, સ્ટરલિંગ હોલીડેઝ, ઇઝીગો વન ડોટ કોમ સહિત ઘણી ટ્રાવેલ કંપનીઓ હોલી-ડે ઓફર લોન્ચ કરી રહી છે.

કઇ હોટલ કેવી ફેસેલીટી આપે છે ? પેકેજમાં શું ઇન્કલુડ છે ? હોટલની કવોલીટી કેવી છે. ? ટેરીફ કેવા છે ? ફુડ કવોલીટી તથા સ્ટાફ અને રૂમ સર્વિસ કેવા છે ? લોકેશન વિગેરે બાબતો ઇન્ટરનેટની મદદથી 'TRIP ADVISER' માં જઇને પણ જાણી શકાય છે. સહેલાણીઓના ઓપીનિયન  પણ જોવા મળે છે.

 આ વખતે લોકો રાજસ્થાનમાં ઉદયપુર, કુંબલગઢ, જયપુર જેવા ડેસ્ટીનેશન્સ પસંદ કરી રહ્યા છે. જેમાં ઉદયપુરના બ્રેકફાસ્ટ-ડીનર સાથેના તથા હોટલ બુકીંગ સાથેના કપલ પેકેજીસ વિવિધ કિંમતે ટ્રાવેલ માર્કેટમાં ઉપલબ્ધ છે. ઉદયપુરથી કુંબલગઢ આશરે ૮૦ કિ.મી. છે. કુંબલગઢનો કિલ્લો, શાંતિમય અને આહલાદક વાતાવરણ લોકોને ત્યાં ખેંચી જાય છે.

આ ડેસ્ટીનેશન વધુ ચાલવાના કારણોમાં નજીકમાં  શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર, બસ, ટ્રેન, પ્લેનમાં રીઝર્વેશનની પળોજણમાં પડયા વિના ગ્રુપ સર્કલ-ફેમીલી સાથે બાય રોડ સેલ્ફ ડ્રાઇવિંગથી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે ગણી શકાય.

આ ઉપરાંત રાજસ્થાનમાં જેસલમેર-બીકાનેર-જોધપુર-ડેઝર્ટ સાથેનો થ્રી સ્ટાર/ફોર સ્ટાર હોટલનો સાત દિવસનો પેકેજ ર૭ હજાર આસપાસ બજારમાં ખપી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન અલગ છે. જેસલમેરમાં હોટલ બુકીંગ ફુલ થઇ ગયું હોવાનું જાણવા મળે છે.

 આગામી દિવાળીમાં લોકો મુંબઇ-લોનાવાલા-ખંડાલા-ઇમેજિકા પાર્કનો રૂટ પણ લઇ રહ્યા છે. અમદાવાદથી પુના નિયમિત ફલાઇટ મળે છે, ત્યાંથી ઇમેજિકા જઇને લોનાવાલા જઇ શકાય છે. આ જ રૂટ ઉપર લાવાસા રીસોર્ટનો પણ પેકેજ આકર્ષક છે. લોનાવાલા સાથે મહાબળેશ્વર પણ લઇ શકાય છે.

મુંબઇથી ઇમેજિકા જવા માટે દરરોજ સવારે એ.સી. કોચ પણ ફ્રીલી અવેલેબલ હોય છે. બજેટને અનુરૂપ ઇમેજિકા જવાનો રૂટ અને પેકેજ પસંદ કરી શકાય છે.

 સિક્કીમમાં બાગડોગરા, દાર્જીલિંગ, ગંગટોક જવા માટે પણ ઘણા લોકો બુકીંગ કરાવી રહ્યાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

 સાઉથ ઇન્ડિયા-કર્ણાટકમાં આવેલ કુર્ગ-કબિની-બંેગ્લોર-મૈસૂરના ૭ રાત્રિ ૮ દિવસના એકસ બેંગ્લોર થ્રી સ્ટાર હોટલ સાથેના પેકેજ પ્રતિવ્યકિત ૩૩૦૦૦ રૂ. આસપાસ સેલ થઇ રહ્યા છે.

બેંગ્લોર-મેૈસૂર-ઉંટી-કુર્ગના પેકેજ પણ કલાયન્ટસ દ્વારા પ્રીફર થઇ રહ્યાનુંં ટૂર ઓપરેટર્સ કહી રહ્યા છે.

કુર્ગ-કબિનીમાં આવેલ અતિ લકઝુરીયસ ઇવોલબેક રીસોર્ટ (ઓરેન્જ  કાઉન્ટી) કે જેનું એક રાત્રીનું ૩૦ હજાર રૂપિયા ટેરીફ છે અને જેમાં બુકીંગ છ મહિના પહેલા કરાવવું પડતું હોવાનું કહેવાય છે તે રીસોર્ટમાં હાલમાં રૂમની અવેલેબિલિટી હોવાનું જાણવા મળે છે.

બેંગ્લોર-મૈસૂર-ઉંટી -  કોડાઇ કેનાલ કે જે ટ્રેડીશ્નલ સાઉથ   કહેવાય છે જે આ વખતે પ્રમાણમાં ઓછું ચાલ્યું હોવાનું દેખાઇ છે.

 ઉતરાંચલ (ઉતરાખંડ)માં નૈનિતાલ-રાનીખેત-કોર્બેટ-હરીદ્વારાના ૭ રાત્રી ૮ દિવસના એકસ દિલ્હી પેકેજ પ્રતિ વ્યકિત ૩ર હજાર આસપાસ ખપી રહ્યા છે.

 હિમાચલના મનાલી - સિમલા - ધરમશાળા - ડેલહાઉસીના ૯ રાત્રી ૧૦ દિવસના ફોર સ્ટાર હોટલ સાથેના એકસ દિલ્હી પેકેજ પ્રતિ વ્યકિત ૩૪  હજાર રૂપિયા આસપાસ ટ્રેડ થઇ રહ્યા છ.ે

ઉપરાંત ફોરસ્ટાર હોટલ સાથેના ચંડીગઢ - સિમલા - મનાલીના ૬ રાત્રી ૭ દિવસના એકસ દિલ્હી પેકેજ પ્રતિ વ્યકિત ર૭ હજાર રૂ. આસપાસ પસંદ કરાઇ રહ્યા છ.ે

 આંદામાન - નિકોબાર (પોર્ટબ્લેર) ના ૬ રાત્રી ૭ દિવસના લકઝુરીયસ અને લેવિસ લાઇફ સ્ટાઇલ માણી શકાય તેવા બાયએર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત પ૩ હજાર આસપાસ બજારમાં વેચાઇ રહ્યાનું જાણવા મળે છે. માણસો ભૂતાન પણ લઇ રહ્યા છ.ે

 અબોવઓલ અને એવરગ્રીન ગણાતું ગોવાના ૩ રાત્રી ૪ દિવસના થ્રી સ્ટાર હોટલ સાથેના પેકેજ કપલદીઠ ૧૩ થી ૧૯ હજાર રૂપિયામાં ધડાધડ બુક થઇ રહ્યા છ.ે

પ સ્ટાર હોટલ સાથેના પેકેજનું કોસ્ટીંગ કપલદીઠ આશરે ૪૦ હજાર રૂ. ઉપર થતું હોવાનું જાણવા મળે છ.ે પેકેજ એકસ અમદાવાદ છે. અમદાવાદ - ગોવા રીટર્ન એર ટીકીટ બ્લોક બુકિંગમાં ૧ર,પ૦૦ રૂ. આસપાસ મળતી હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છ.ે

 ગુજરાતમાં આવેલ સાપુતારા ઉપર પણ લોકો પસંદગી ઉતારી રહ્યા છે. ત્યાંનું આહ્લાદક વાતાવરણ અને ચારેબાજુ લીલીછમ્મ ધરતી (ગ્રીનરી) સહેલાણીઓને આકર્ષી રહી છે. કુદરતી નઝારો બેનમૂન છ.ે

 આ ઉપરાંત હૈદ્રાબાદ લીયોના રીસોર્ટ તથા રામોજી સ્ટુડીયો પણ લોકોની ચોઇસ બની રહ્યા છે.

 સાસણગીર અને માઉન્ટ આબુમાં પણ ટ્રાફીક જોવા મળે છે. સસ્તી મુસાફરી અને વાહન વ્યવહારની સુવિધાને કારણે લોકો આવા આકર્ષક ડેસ્ટીનેશન્સ ઉપર પોતાની પસંદગી ઉતારે છે.

સાસણમાં નેશનલ પાર્ક(અભ્યારણ) -સફારીમાં ઘણી વખત સિંહ જોવા નથી મળતા પરંતુ દેવળીયામાં સહેલાઇથી જોવા મળતા હોય છ.ે

 સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જૂનાગઢ - ગીરનાર જઇને ત્યાં આવેલા પ્રસિદ્ધ પ્રેરણાધામ ખાતે એક-બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિદ્ધ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. દ્વારકા પણ જગપ્રસિદ્ધ કૃષ્ણમંદિર તથા નાગેશ્વર જયોતિર્લિંગના દર્શનનો લાભ લેવા લોકો તલપાપડ હોય છ.ે

સાથે-સાથે વીરપુર (પ.પૂ. જલારામબાપા), ખોડલધામ, પરબ, સત્તાધાર, બગદાણા, ચોટીલા, રાજકોટમાં મોલ, મલ્ટીપ્લેક્ષ થીયેટર, નવુ નિર્માણ પામેલ ગાંધી ઇન્ટરનેશનલ મ્યુઝીયમ, તુલસીશ્યામ સહિતના સ્થળોએ લોકો દિવાળી દરમ્યાન રજાની મોજ માણશે.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને  બહારથી આવીને સગા-વ્હાલાઓને ત્યાં રોકાયેલા લોકો તેમના પરિચિતો દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળોની ટૂર કરતા જોવા મળે છે.

 કચ્છમાં માતાનો મઢ, નળ સરોવર, કાળો ડુંગર, ભુજ, ગાંધીધામ પાસે આવેલ રીસોર્ટ સહિતના સ્થળે જઇ શકાય છે. રણનો લાભ પણ લઇ શકાય છે.

 જો કે આ વખતે મંદી તથા અન્ય કારણોને લીધે મોટાભાગની જગ્યાએ હજુ પણ બુકીંગ અવેલેબલ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. ઉપરાંત અમુક પેકેજીસમાં તો ડીસ્કાઉન્ટ પણ મળે છે.

 ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પોઇચા ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયનું નિલકંઠધામ પણ ફરવાલાયક અને જોવાલાયક  છે. ભકતોનો અવિરત પ્રવાહ અહીં જોવા મળે છે. રાજપીપળાથી ૧ર કિ. મી. તથા વડોદરાથી  પ૦ કિ. મી. જેટલું અંતર છે.

www.nilkanthdham.org

સરદાર સરોવર  ડેમ - કેવડીયા તરફ પણ જઇ શકાય છે. અમદાવાદની પાસે સાણંદ વોટરપાર્ક તથા ગાંધીનગર થી આગળ સ્વપ્ન સૃષ્ટિ વોટરપાર્ક તથા પ્રખ્યાત મહૂડી પણ જઇ શકાય છે. ટૂંક સમયમાં સરદાર સરોવર ડેમ પાસે વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (સરદાર વલ્લભભાઇ પટેલ)નો પણ લાભ મળી શકશે, કે જે દરેક ગુજરાતી અને ભારતીય માટે ગૌરવવંતી ઘડી હશે.

 રાજકોટ ખાતે ચારે બાજુ લીલીછમ્મ ધરતીના ખોળે, ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ, ઉપર આવેલ લકઝૂરીયસ-ફેબ્યુલસ રીસોર્ટ રીજન્સી લગૂનના પેકેજ પણ આકર્ષક હોય છે.  અહીં સમગ્ર ગુજરાતનો સૌથી મોટો કહેવાતો રજવાડી બેન્કવેટ હોલ પણ અસ્તિત્વ ધરાવે છે.

યુરોપીયન કન્ટ્રીઝની લાઇફ સ્ટાઇલનો અનુભવ કરાવતો રીજન્સી લગૂન રીસોર્ટ કવોલીટી ઓફ ફુડઝ, બેસ્ટ હોસ્પિટાલીટી તથા એટ્રેકટીવ એમિનીટીઝ માટે જાણીતો છે. અહીં યાદગાર રજાઓ ગાળી શકાય છે. (મો. ૭૦૬૯૦ પ૩૬૧૪-૧૩-૧૨).

 મુંબઇ - ગોવા વચ્ચે દેશની પ્રથમ ક્રુઝ સર્વિસ શરૂ થઇ છે ત્યારે મુંબઇ ક્રુઝ ટર્મીનલ ઉપરથી 'અંગ્રીયા' નામની આ ક્રુઝ ૧ રાત્રી ર દિવસના પેેકેજ સાથે સફર કરી રહી છે. મુંબઇથી ગોવા જતું આ જહાજ વચ્ચે રત્નાગીરી, મલવાન સહિત પાંચેક જગ્યાએ પ્લાન્ડ હોલ્ટ લે છે. ૭૦૦૦ રૂ. જેવી કોસ્ટ રાખવામાં આવી છે.

 ઇન્ડીયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લીમીટેડ (આઇઆરસીટીસી) (એલ. ટી. સી. માન્ય), દ્વારા ભારત દર્શન વિશેષ પ્રવાસી ટ્રેન ૩૧-૧૦-ર૦૧૮ થી ર૧-૧૧-ર૦૧૮ દરમ્યાન વિવિધ તારીખે ઉપડી રહી છે. રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતી બાલાજી, શીરડી, શનિ શિંગડાપુર, મથુરા, હરીદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી વિગેરે સ્થળોએ જઇ શકાય છે.  ૦૭૯ર૬પ ૮ર૬૭૪. મો. ૯૬૦૧૬ ૪૯૩ર૮.

www.irctctourism.com.

 સુરજ ટુરીઝમ રાજકોટ (વાસુદેવ જાની મો. ૯પપ૮૪ ૪૭૩૮૮) દ્વારા સ્લીપર કોચ-બસ દ્વારા હિમાલય ચારધામ સાથે ગોકુલ, મથુરા, હરીદ્વાર, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ માટે તથા ૧૧ જયોર્તિલીંગ ત્રણ ધામ સાથે દક્ષિણ ભારત-નેપાળ જેમાં બેંગ્લોર, મદ્રાસ, રામેશ્વરમ, કોલકત્તા, જગન્નાથપુરી, ગંગાસાગર માટે વેકેશન પ્રવાસો ઉપડી રહ્યા છે. '

 રાજકોટના બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. દ્વારા (મો. ૯૭૧૨૭ ૫૮૪૦૦, ૯૭૧૨૯ ૩૭૬૦૦) દિવાળીની રજાઓ દરમ્યાન રાજસ્થાન, સાઉથ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયા, સિક્કીમ, દાર્જીલીંગ, નૈનિતાલ, મનાલી, સહિતની વિવિધ જગ્યાઓ માટેના આકર્ષક પેકેજીસ ઉપડી રહ્યા છે

 રાજકોટના રિધ્ધી સિધ્ધી ટુર એન્ડ ટ્રાવેલ્સ (સોની હર્ષદભાઇ ઘોરડા  બગસરાવાળા મો. ૯૯૭૯૭  ૭૯૭૭૪) દ્વારા મથુરા, હરીદ્વાર, દક્ષિણ ભારત, મહાબળેશ્વર, લોનાવાલા, ઇમેજિકા, સિમલા, મનાલી, ગોવા, મહાબળેશ્વર, આબુ-અંબાજી, શ્રીનાથજી, રાજસ્થાન, શિરડી, નાસિક વિગેરે સ્થળોના પેકેજીસ ઉપડી રહ્યા છે.

 રાજકોટથી જીરાવાલા ટુરીઝમ (બિરેનભાઇ ધ્રુવ (મો.નં. ૯૩૭૫૬ ૪૮૫૦૦) દ્વારા તથા કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૮૩૪૭૯ ૯૪૯૯૯) દ્વારા એ.સી., નોન એ.સી બસ દ્વારા પણ દિવાળી પેકેજીસ ઉપડી રહ્યા છે. જેમાં ગોવા ,પંચમઢી, જયપુર, સિમલા, મનાલી, આગ્રા, મહાબળેશ્વર, નેૈનિતાલ, કેરાલા, લોનાવાલા, સપ્ત જયોતિર્લિંગ, કાશ્મીર, રાજસ્થાન, આસામ, ભુતાન, નેપાળ, દાર્જીલિંગ, વૈષ્ણોદેવી, હરીદ્વાર વિગેરે સ્થળોનો સમાવેશ થાય છે. એલ.ટી.સી. માન્ય પ્રવાસો છે.

 આ ઉપરાંત બસ-ટ્રેન-પ્લેન એમ વિવિધ રીતે રાજકોટથી ઘણા બધા ટ્રાવેલ એજન્ટસ ડોમેસ્ટીક પેકેજીસ લઇ જતા હોય છે જેમાં કેશવી ટુર્સ એન્ડ ટ્રવેલ્સ મો. ૮૩૪૭૯ ૯૪૯૯૯, સાગર ટ્રાવેલ્સ ૯૪૨૬૦ ૨૦૨૧૦, એન્જોય હોલીડેઝ મો. ૯૮૨૫૫ ૫૪૩૪૦, એસ્કેપ ટુર્સ મો. ૯૮૭૯૦ ૦૩૦૭૩, સ્કાય ટુર્સ ૯૭૩૭૪ ૭૩૭૨૩, વિનસ હોલીડેઝ મો. ૮૪૬૦૯ ૩૪૦૩૩, વેદાંશી ટ્રાવેલ્સ મો. ૮૯૦૫૭ ૭૭૩૩૩,  ગાંધી ટુર્સ મો ૯૯૭૮૧ ૨૧૯૯૯, જય ગણેશ ટુર્સ મો. ૯૪૦૯૫ ૨૮૫૪૭, રોમા ક્રિસ્ટો ટ્રાવેલ્સ મો ૭૨૨૬૯ ૯૨૯૯૨, રિધ્ધિ સિધ્ધિ ટુર્સ મો.૯૯૭૯૭ ૭૯૭૭૪, કોંપાસ હોલીડે મો. ૯૮૨૫૦ ૩૧૫૫૧, ડીલાઇટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મો. ૯૫૭૪૫ ૪૧૪૪૪, નવાભારત હોલીડેઝ મો. ૯૮૨૫૮ ૦૪૦૭૯, પ્રયોશા ટુર્સ મો. ૮૧૪૦૧ ૯૪૫૦૦, ફલેમીન્ગો ટુર્સ મો.૭૫૬૭૧ ૮૮૬૫૬, યશ ટ્રાવેલ્સ મો. ૯૬૩૮૩ ૬૯૮૬૮, ઓમ મંગલ યાત્રા મો.૭૯૯૦૯ ૧૪૭૭૩, બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ - ૭૪૩૬૦ ૩૩૩૦૦, ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ - ૯૮૭૯૫ ૪૦૬૩૩,  સન્ની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ  - ૯૯૨૪૧ ૦૯૧૪૦, ડીલાઇટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - ૯૫૭૪૫ ૪૧૪૪૪, કનૈયા ટ્રાવેલ્સ - ૯૮૨૪૨ ૧૦૪૭૭, સ્વામિનારાયણ હોલીડેઝ (અજય મોદીના સહયોગથી ) ૮૯૮૦૩ ૬૯૬૯૯, જીરાવાલા ટુરીઝમ - ૯૩૭૫૬ ૪૮૫૦૦, નિજ ટ્રાવેલ્સ - ૯૮૨૫૦ ૭૭૯૬૯, નૂતન ટ્રાવેલ્સ (અમદાવાદ) - ૯૪૨૭૪ ૫૫૨૭૪, ડોલ્ફીન ટુરીઝમ - ૮૪૬૦૩ ૪૪૪૪૦, અક્ષર ટ્રાવેલ્સ - ૯૮૨૪૨ ૧૫૪૮૧,  કશીશ હોલીડેઝ - ૮૪૮૭૯ ૯૮૯૯૧, અપ્સરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - ૯૮૨૪૫ ૬૮૦૧૩, ભારત દર્શન - ૯૮૨૪૪ ૫૬૬૮૮, અખિલ ભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ   - ૯૮૨૫૯ ૧૧૯૨૦, શ્રીજી યુનિ વર્લ્ડ - ૯૦૮૧૨ ૬૦૬૧૭, બાલભદ્ર હોલીડેઝ - ૯૫૮૬૯ ૭૦૨૨૨, શિવ ટ્રાવેલ્સ  - ૯૩૭૪૬ ૩૧૮૫૪, માધવન ટુરીઝમ - ૯૯૯૮૩ ૫૦૦૫૭, પેલિકન - ૯૦૧૬૨ ૧૮૯૧૮, શ્રી જલારામ ટુર્સ - ૯૬૮૭૫ ૭૧૬૬૧, નવભારત હોલીડેઝ - ૯૯૨૫૮૦૪૦૭૬, જરીવાલા હોલીડેઝ - ૯૧૭૩૩૯૧૩૩૩, ટીપટોપ તથા હેવન્સ ટૂર્સ-૯૯ર૪૩ ૯૪ર૭૦, ડેસ્ટીની ટ્રાવેલ્સ પોઇન્ટ (૯૬૬૨૬૯૯૭૯૯), ડોલર ટુર- (૯૪૨૮૨ ૯૬૪૬૪), માધવ ટુર્સ (૯૯૩૫૫ ૮૮૨૨૦), નિલકંઠ ટુરીઝમ (૯૦૩૩૨ ૨૧૧૦૦), સફારી ટુરીઝમ (૯૫૫૮૯ ૫૫૧૯૯), મીનાક્ષી ટુર્સ (૯૪૦૮૧ ૯૭૯૫૮), અંજુ ટ્રાવેલ્સ (૯૯૨૪૪ ૦૫૩૨૫), માધવ યાત્રા સંઘ (૯૮૯૮૩ ૧૪૦૦૪), ગાંધી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-અમદાવાદ (૯૦૩૩૩ ૪૩૨૨૨), પટેલ હોલીડેઝ (૯૪૨૯૦ ૪૩૫૮૮), વૃંદાવન યાત્રા સંઘ (૯૮૯૮૩ ૫૦૦૯૬), ઇ-૩ હોલીડેઝ (૯૨૨૭૬ ૧૪૩૮૫), યાત્રિક ટુર્સ (૮૯૯૯૯ ૫૫૯૫૫), જય અંબે યાત્રા સંઘ (૭૮૭૪૯ ૬૦૪૬૫)  વિગેરેનો સમાવેશ થાય છે. કમ્પેરેટીવ રેઇટસ મળી શકે છે.

ફોરેન ટૂરના વિવિધ પેકેજીસ

 દિવાળીની રજાઓ તથા વેકેશનમાં અબ્રોડ ફલાઇ કરવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો આ વર્ષે પણ દુબઇ ફર્સ્ટ ચોઇસ બન્યું છે. ટોપ પ્રાયોરીટી રહેલ દુબઇના પેકેજ 'હોટકેક'ની જેમ ખપી રહ્યા છે. વિવિધ ફેસેલિટીઝ, હોટલની કેટેગરી, દિવસો,, ફલાઇટની કવોલિટી, હોસ્પિટાલિટી અને સાઇટ સીન્સના આધારે દુબઇના ૪,૫ અને ૬ રાત્રીના એકસ અમદાવાદ ૪ સ્ટાર ૫ સ્ટાર હોટલ સાથેના પેકેજીસ ૭૦ થી ૯૨ હજાર વચ્ચે ટ્રાવેલ એજન્ટસ દ્વારા ઓફર કરાઇ રહ્યા છે.

દુબઇના પેકેજમાં રાજકોટના અમુક ટ્રાવેલ એજન્ટસ તો એક રાત્રી વિશ્વ પ્રસિધ્ધ સેવન સ્ટાર હોટલ એટલાન્ટીસ (હેપી ન્યુ યર મુવી ફેઇમ)માં ઓફર કરી રહ્યા છે. આકર્ષક લાપીતા આઇલેન્ડ રીસોર્ટ પણ ઓફર થઇ રહ્યો છે.

દુબઇમાં પેકેજમાં દિવસો વધવાનું કારણ નવા-નવા ઉમેરાતા આકર્ષણ પણ ગણી શકાય. આ આકર્ષણોમાં દુબઇ ફ્રેમ બિલ્ડીંગ, અબુધાબીમાં આવેલ લોવરૂ (LOUVRE) મ્યુઝીયમ, બાળકોને આકર્ષતો વોર્નર બ્રધર્સ સ્ટુડીયો, શેખ ઝાયદ નેશનલ મ્યુઝીયમ, સાદીયાત આઇલેન્ડ (અબુધાબી) વિગેરેનો સમાવેશ થાય છે.

રાજકોટના બેસ્ટ ટુર્સ (મો.૯૭૧૨૭ ૫૮૪૦૦), ફેવરીટ ટુર્સ (મો.૯૮૭૯૫ ૪૦૬૩૩) પટેલ હોલીડેઝ (મો.૯૮૭૯૦ ૯૫૦૦૨), ઇન્ડિયા દર્શન ટ્રાવેલ (મો.૯૭૧૪૯ ૯૯૯૪૧) , રિદ્ધિસિદ્કિ ટુર (મો.૯૯૭૯૭ ૭૯૭૭૪)દ્વારા દુબઇના આકર્ષક પેકેજ ઉપડી રહ્યા છે. આ ઉપરાંત અન્ય ટ્રાવેલ એજન્ટસ દ્વારા પણ દુબઇ કન્ફર્મ થઇ રહ્યું છે.

 રાજકોટના બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો.૯૭૧૨૭ ૫૮૪૦૦, ૯૭૧૨૯ ૩૭૬૦૦) દ્વારા ૨૦૧૮ તથા ૨૦૧૯ના વર્ષ માટેના વિવિધ ફોરેન પેકેજીસ આકર્ષક કિંમતે ઉપડી રહ્યા છે. પેકેજીસમાં યુરોપ, ઇસ્ટર્ન  યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલીયા, સ્કેન્ડી નેવીયા, સ્પેન-પોર્ટુગલ, રશિયા, સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વીથ ડ્રીમ ક્રુઝ, હોંગકોંગ- મકાઉ-સેન્ઝેન વિગેરેનો સમાવેશ થાય છે. નિમ ટ્રાવેલ લીંક તેઓના ટ્રાવેલ પાર્ટનર તરીકે જોડાયેલ છે.

 રાજકોટથી ફેસ્ટીવ હોલીડેઝ (મો.૯૭૩૭૮ ૭૭૭૭૯)ના સિંગાપુર મલેશીયા વીથ ડ્રીમ ક્રુઝના પેકેજ દિવાળી દરમ્યાન ઉપડી રહ્યા છે.

 આઉટ ઓફ ઇન્ડિયાના અન્ય પેકેજીસમાં સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વીથ ક્રુઝના ૧૨ તથા ૧૩ રાત્રીના ફોર સ્ટાર હોટલ સાથેના એકસ રાજકોટ વિવિધ પેકેજીસ એક લાખ વીસ હજારથી માંડી એક લાખ તેત્રીસ હજાર સુધી બુક થઇ રહ્યા છે. આ પેકેજ ચાલ્યા છે પણ સારા.  સહેલાણીઓની પસંદગી આ પેકેજીસ ઉપર ઉતરી રહી છે.

ઇન્ડોનેશીયા (બાલી)ના ૬ રાત્રી ૭ દિવસના એકસ મુંબઇ પેકેજ પ્રતિવ્યકિત ૭૫ થી ૮૦ હજાર રૂપિયા આસપાસ બોલાઇ રહ્યા છે. તાજેતરમાં ઇન્ડોનેશિયામાં સુનામી આવવાથી ભયંકર ખાનાખરાબી થઇ પરંતુ બાલીમાં નહિવત અસર હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

 આ દિવાળી દરમ્યાન હોંગકોંગ-મકાઉ-સેન્ઝેન (ચાઇના) પ્રમાણમાં હજુ સુધી ઓછુ બુક થઇ રહ્યું છે. ૮ રાત્રી ૯ દિવસના ફોર સ્ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ પેકેજ પ્રતિવ્યકિત એક લાખ એકવીસ હજાર રૂપિયા આસપાસ વેચાઇ રહ્યા છે.

 શ્રીલંકાના ૬ રાત્રી ૭ દિવસના ફોર સ્ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ પેકેજ પ્રતિવ્યકિત ૫૫ થી ૬૫ હજાર આસપાસ ટૂર ઓપરેટર દ્વારા ટ્રેડીંગ કરાઇ રહ્યા છે. આ પેકેજમાં કોલંબો, નુવારાએલીયા, કેન્ડી, બેન્ટોટા સહિતના સ્થળોનો સમાવેશ થાય છે.

 થાઇલેન્ડના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિવ્યકિત ૪૫ હજાર આસપાસ મળી રહ્યાનું જાણવા મળે છે. જેમાં ૩ રાત્રી ફુકેટ, ૨ રાત્રી બેંગકોક તથા ૨ રાત્રી પટ્ટાયાનો સમાવેશ થાય છે.

 આ ઉપરાંત મુંબઇના શાહ ટ્રાવેલ્સ દ્વારા ૧૨ દિવસ માટે સાઉથ આફ્રીકા (કેપટાઉન,નાઇઝના, પોર્ટ એલિઝાબેથ, મબુલા,સનસિટી) તથા તુર્કી (ઇસ્તમ્બુલ, કાપાડોકીયા અંતાલીયા, પામુક્કાલે, કુસાદશી)ના પેકેજીસ પણ ઉપડી રહ્યા છે. મો.૬૩૫૯૨ ૫૮૮૨૨.

 FIT (ફ્રીકવન્ટ ઇન્ડીવિઝયુઅલ ટ્રાવેલર) તથા (ફ્રી ઇન્ડીપેન્ડન્ટ ટ્રાવેલર)માં પણ ફોરેનના વિવિધ પેકેજીસ લોકો લઇ રહ્યા છે. જેમાં મોરેશીયસ સહિતના ડેસ્ટીનેશન્સનો સમાવેશ થાય છે.

 હાઇ પ્રોફાઇલ લોકો માલદિવ્ઝ પણ પ્રિફર કરી રહ્યા છે. જેના ૪ રાત્રી ૫ દિવસનો એકસ મુંબઇ ૫ સ્ટાર પેકેજ સવા લાખ આસપાસ સંભળાઇ રહ્યા છે. વોટરવિલા સ્ટાર રીસોર્ટમાં પાણીની વચ્ચે ' ધ ગ્રેટ હોલીડેઝ એકસપીરીયન્સ લેવાનો હોય છે.

એક માહિતી પ્રમાણે આવતા મહિને (નવેમ્બરમાં) માલદિવ્ઝમાં દુનિયાની સૌપ્રથમ અંડરવોટર વિલા શરૂ થવા જઇ રહી છે. આ વિલા બે માળની હશે. જેમાં એક માળ પાણીની ઉપર અને બીજો માળ પાણીની અંદર હશે. લકઝુરીયસ વિલામાં તમામ ફેસેલિટીઝ હશે. અહી એક રાત્રી રોકાવાનું ભાડુ ૫૦ હજાર ડોલર (લગભગ ૩૭.૧૩ લાખ રૂપિયા) જેટલું ભારેખમ હશે એવુ જાણવા મળે છે. ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડ પણ પ્રીફર થઇ રહ્યું છે.

 રાજકોટથી ઇન્ટરનેશનલ પેકેજીસ લઇ જનારાઓમાં બેસ્ટ ટુર્સ- ૯૨૨૭૪ ૫૯૮૦૦, અજય મોદી ટુર્સ-૬૩૫૧૯ ૬૯૬૯૯, ધ રૂદ્ર ટ્રાવેલ્સ-૯૫૧૦૦ ૭૭૭૭૧, વિન્ડેક્ષ ટુર્સ (અમદાવાદ)-૯૫૩૭૧ ૫૩૫૩૫ ફલેમીન્ગો ટ્રાન્સ વર્લ્ડ-૭૫૬૭૧ ૮૮૬૫૬, પર્યટન ટુર્સ-૯૫૮૬૫ ૪૦૫૪૦,રિધ્ધિ સિધ્ધિ ટુર્સ-૯૯૭૯૭ ૭૯૭૭૪, રોમા ક્રિસ્ટો ટ્રાવેલ્સ-૭૨૨૬૯ ૯૨૯૯૨, પ્રભાવ ટ્રાવેલ્સ-૯૩૨૭૭ ૪૬૨૦૨, વ્યાસ ટુર્સ-૯૮૨૪૩ ૩૦૫૫૫,, શાહ ટ્રાવેલ્સ-૯૫૧૨૦ ૫૮૮૨૨, ડિસન્ટ ટુર્સ-૮૨૩૮૫ ૦૮૫૫૧,   ફેવટીટ ટુર્સ- ૯૮૭૯પ ૪૦૬૩૩, પટેલ હોલીડેઝ- ૯૮૭૯૦  ૯૫૦૦ર, ફેસ્ટીવ હોલીડેઝ- ૯પ૭૪પ ૭૭૭૭૯, ટીપટોપ તથા હેવન્સ ટુર્સ- ૯૯ર૪૩ ૯૪ર૭૦, નીજ ટ્રાવેલ્સ- ૯૮રપ૦ ૭૭૯૬૯, કશીશ હોલીડેઝ ૯૪ર૯૭ ૯૦૦પ૪, માય હોલીડે- + ૬૬ ૯૪૪૪ ૯૦પ૦૧, બી-ટુરીઝમ- ૯૪ર૬૪ ૪૭૪૯૬, ઇન્ડીયા દર્શન ટ્રાવેલ- ૯૭૧૪૯ ૯૯૯ર૪,  આગમ ટુર્સ- ૯૪ર૮ર ૮૭૯૧૯, જીરાવાલા ટુરીઝમ - ૯૩૭પ૬ ૪૮પ૦૦, શ્રીજી યુનીવર્લ્ડ- ૯૯૦૯૯ ૧૧૧૦પ, કોકસ એન્ડ કિંગ્સ- ૮૮૬૬૬ રપ૬ર૪, કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ- ૯પ૮૬૭ ૩૮૦૮૦,  ડેેસ્ટીની ટ્રાવેલ ૯૬૬૨૬ ૯૯૭૯૯, આર.વી. એન્ટરપ્રાઇઝ ટુર્સ ૮૪૬૦૦ ૨૮૮૨૮, બાલભદ્ર હોલીડેેઝ ૯૫૮૬૯ ૭૦૨૨૨, આરોહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ૮૪૮૭૦ ૦૦૦૭૦, મિનાક્ષી ટુરીઝમ ૯૪૦૮૧ ૯૭૯૫૮, જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ૭૨૦૩૦ ૪૦૯૪૪ વિગેરેનો સમાવેશ થાય છે.

ઘણાં ટ્રાવેલ એજન્ટસ પાસે અગાઉ લીધેલા ટીકીટોના બ્લોક પડયા હોવાનું જાણવા મળે છે. હોટલ બુકીંગ પણ પડયા હોવાનું જાણવા મળે છે. જે હજુ વેચવાના બાકી છે. આવી રીતે પડેલા બ્લોક કે હોટલ બુકીંગ ફાયદો કરાવી આપતા હોય છે.

પેકેજની કિંમતમાં ઘણી વખત માત્ર લેન્ડીંગ કોસ્ટ જ હોય છે. લેન્ડીંગ કોસ્ટમાં ટીકીટ અને વિઝા ચાર્જ આવતો નથી. તેથી યોગ્ય ચોખવટ કરી લેવી હિતાવહ છે.

* વિવિધ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝી અને ચેેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે. જેમાં થોમસ કૂક,કોક્ષ એન્ડ કિંગ્સ એસઓટીસી, કેસરી, વિણાવર્લ્ડ, ફલેેમિંગો ACE ટૂર્સ, ઝેનિથ હોલીડેઝ વિગેરે છે. ઇન્ટરનેટના જમાનામાં મેક માય ટ્રીપ નામનું વેબ પોર્ટલ પણ આશીર્વાદરૂપ બન્યું છે.  OYO રૂમ્સ તથા ની GOIBIBO  નો લાભ પણ લઇ શકાય છે.

* વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓન લાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. આવી બધી ફેસેલીટીઝને કારણે ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ પણ મળી શકે છે, કે જે આજના  કોમ્પીટીટીવ વર્લ્ડનુંએક અનિવાર્ય પાસું ગણાય છે.

હાલના હોટ ટ્રાવેલ માર્કેટની સાથે સાથે ટ્રાવેલ એજન્ટસ ની સંખ્યા પણ સતત વધતી જાય છે. એટ્રેકટીવ નેશનલ-ઇન્ટરનેશનલ પેકેજીસ તથા નવા-નવા ડેસ્ટીનેસન્સ સાથે સહેલાણીઓને આકર્ષવાનો સતત પ્રયાસ વિવિધ ટ્રાવેલ એજન્ટસ દ્વારા થતો રહે છે.

કુદકે ને ભુસકે વધતા રહેતા અસામાન્ય ટ્રાવેલ માર્કેટની સાથે સાથે અમુક ટ્રાવેલ એજન્ટ દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપીંડી પણ કરાતી હોવાના કિસ્સા અવાર-નવાર જોવા  મળતા હોય છે. જેને કારણે વિશ્વાસપાત્ર અને ઓથોરાઇઝડ એજન્ટ પાસે બુકીંગ કરાવવું હિતાવહ છે.

(કોઇપણ જગ્યા માટેના પેકેજ લેતા પહેલા ક બુકીંગ કરાવતા પહેલો  ટૂર પેેકેજ કે હોટલ પેકેજ વિશેની સંપૂર્ણ માહીતીની ચોખવટ જે તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટૂર દરમ્યાન કોઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય. અહીં લેખમાં આપેલ પેકેજની કિંમતમાં સંજોગોવસાત ફેરફાર પણ શકય છે)

* આ સાલ મંદી, મોંઘવારી, જીીએસટી, વરસાદની ખૈંચ, નોટબંધીની હજુ સુધી ચાલતી અસર, ઇન્કમટેક્ષ ઇન્કવાયરી તથા બેન્ક ટ્રાન્ઝેકશન બાબતે પુછપરછનો ભય વિગેરેને કારણે તથા હવાઇભાડા,  ફુડ, લોકલ ટ્રાન્સપોર્ટેશન હોટલ ભાડા, સાઇટસીન્સ, સહિતના ખર્ચમાં વધ-ઘટ થવાને કારણે વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે.

છતાં પણ સમયને અનુરૂપ કામનાં સમયે કામ કરીને 'ખાઓ પીઓ ને મોજ કરો' ની થીયરી અનુસાર પ્રવાસ કે ફરવાનું નામ સંભળાય અને ગુજરાતીઓ- સૌરાષ્ટ્રવાસીઓ યાદ ન આવે તો જ નવાઇ! વિશ્વના કોઇપણ ખૂણે જઇએ, ત્યાં આપણને આપણાં જ ખમીરવંતા અને સંવેદનશીલ ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ અચૂક મળી જ જાય. અને એટલે જ કહેવાય છે ને કે 'જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત.'

દિવાળીની રજાઓ અને દિવાળી પછી શરૂ થતું નવું વર્ષ સર્વેને સુખ, શાંતિ, સમૃધ્ધિ, કીર્તિ અને ઐશ્વર્ય અર્પે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને પ્રભુ પાસે પ્રાર્થના. સર્વેને હેપ્પી જર્ની તથા જયશ્રી કૃષ્ણ.

   ગોવા-જેસલમેર-કુંબલગઢ-જોધપુર-નૈનિતાલ-મસૂરી-સિમલા-મનાલી-ઇમેજિકા-લોનાવાલા-હરીદ્વાર-મથુરા-દાર્જીલિંગ-સોમનાથ-સાસણગીર-આબુ -દિવ-કુર્ગ-કબીની- આંદામાન નિકોબાર-શીરડી-ત્રંબકેશ્વર-ઊંટી-સાપુતારા-કચ્છ-શનિદેવ-શ્રીનાથદ્વારા-ઉદયપુર વિગેરે સ્થળોની સહેલગાહે નિકળવા લોકો બેબાકળા બન્યા.

   ફોરેન ટૂરમાં દુબઇ 'હોટકેક' બન્યું.

   સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વીથ ક્રુઝ પણ સહેલાણીઓમાં એટ્રેકટીવ ડેસ્ટીનેશન્સ.

   હાઇપ્રોફાઇલ લોકોમાં માલદિવ્ઝ પ્રીફરેબલઃશ્રીલંકા ઉપર પણ પ્રવાસીઓની નજર પડી.

   વિવિધ રેઇટસના પેકેજીસ બજારમાં ઉપલબ્ધઃ ઓનલાઇન બુકીંગ અને કોમ્પીટીટીવ ટ્રાવેલ માર્કેટનો લાભ પણ કલાયન્ટસ દ્વારા ઉઠાવાઇ રહ્યો છે.

   ટ્રેન-પ્લેનમાં લાંબા વેઇટીંગ લીસ્ટસને કારણે લકઝરી બસ દ્વારા પણ રજાઓ માણવા ક્રેઝઃ બુકીંગ માટે દોડાદોડીઃ અમુક રૂટમાં તંત્ર દ્વારા સ્પેશ્યલ ટ્રેનો દોડશે.

   ગુજરાત - સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ પણ રજાની મજા.

   મંદી, મોંઘવારી, વરસાદની ખેંચ, શેરબજારના કડાકા, ઞ્લ્વ્, કેરલાનું પૂર, ડોલર સામે નબળો રૂપિયો સહિતના પરિબળો હાવી બન્યા ! ઘણાં બધાં ડેસ્ટીનેશન્સની ટીકીટ અને બુકીંગ ફ્રીલી અવેલેબલ.

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

 

(11:49 am IST)