Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

દેશમાં વિવિધ જગ્યાએ જુદા જુદા ક્ષેત્રે નોકરી મેળવવાની તક

બેન્ક રેલ્વે પોલીસ વિજ, કંપની, સ્કુલ, કોલેજ, એસ.ટી, ભૂમિદળ, કોસ્ટગાર્ડ, જીપીએસસી વર્ગ-૧ અને ૨, મેડીકલ , ઈન્સ્યોરન્સ કંપની, મહાનગરપાલિકા , કોર્પોરેટ કંપનીઓ સરકારના વિવિધ વિભાગો વિગેરે ક્ષેત્રે રોજગારી ઉપલબ્ધ

રાજકોટ તા. ૨૭ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જુદા જુદા ફીલ્ડમાં અને અલગ અલગ કેડરમાં નોકરી મેળવવાની તક આજના યુવાધન માટે સર્જાઇ છે. આ તકનો  લાભ ઉઠાવવા પણ યુવાધન બેતાબ હોવાનુ જોવા મળી રહ્યુ છે. હેન્ડસમ સેલેરી (સાતમુ પગારપંચ) સાથે નોકરી કરવા  નોકરીવાંચ્છુઓ તલપાપડ બની રહ્યા છે. 

હવે ગુજરાતમાં અને ભારતમાં સરકારી અર્ધસરકારી સહકારી, અને ખાનગી ક્ષેત્રે જે જગ્યાઓ ઉપર ભરતીઓ ચાલી રહી છે.  તેની ઉપર નજર કરીએ તો .....

ncdc પુરા ૬-૮-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે  ડેપ્યુટી ડાયરેકટર વિગેરેની કુલ ૭૦ જ્ગાયએ ઉપર ભરતી ચાલી રહી છે. www.ncdc.in

* સેન્ટ્રલ ઈલેકટ્રોનીકસ લિમિટેડ પુરા  ૧૧-૮-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ જનરલ મેનેજર વિગેરેની ૩૩ જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. www. celindia.co.in

* એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા (AAI) પુરા ૧૬-૮-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે મેનેજર, જુનિયર એકઝીકયુટીવ   વિગેરેની કુલ ૯૦૮ જગ્યાઓ  માટે ભરતી ચાલી રહી છે. 

www.aai.aero 

* પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી.(PGCIL) પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ ટ્રેઇની (hr) ની સાથે ૨૫ જગ્યાઓ  માટે ભરતી ચાલી રહી છે. www.powergridindia.com

* સાઉથ - ઈસ્ટ - સેન્ટ્રલ રેલ્વે પુરા ૩૧-૭ ૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  એપ્રેન્ટીસની ૪૩૨ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.  www.secr.indianrailways.gov.in

* ઈન્ટિગ્રલ કોચ ફેકટરી, ચેન્નઇ પુરા ૮-૮- ૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  એપ્રેન્ટીસની કુલ ૭૦૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.icf.indianrailways.gov.in

* અરૂણાચલ પ્રદેશ પોલીસ પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  કોન્સ્ટેબલ સબ ઈન્સપેકટર વિગેરેની ૯૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.  arunpol.nic.in

*dsssbપુરા ૧૩-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  ફાર્માસીસ્ટ વિગેરેની કુલ ૧૬૫૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://dsssbonline.nic.in

*  ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કંપની (gsrtc) પુરા  ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  કલાર્કની ૯૩ જગ્યાઓ  માટે ભરતી ચાલી રહી છે.  www.gsrtc.in

* ભૂમિદળમાં  ncc સ્પેશ્યલ એન્ટ્રી  સ્કીમ અંતર્ગત સ્નાતક થયેલા અને ncc'c  સર્ટીફીકેટ ધરાવનાર ૫૦ પુરૂષો   તથા ૫ મહિલાઓની ભરતી  થઇ રહી છે.  જેમા અરજી કરવાની છેલ્લી તારીખ ૨-૮-૨૦૧૮ છે. વયમર્યાદા  ૧-૧-૨૦૧૯ના રોજ ૧૯ થી ૨૫ વર્ષ  હોવી જરૂરી છે. પગારધોરણ  રૂ.  ૫૬,૧૦૦ થી રૂ. ૧,૭૭,૫૦૦ રહેશે.  www.joinindianarmy.nic.in

* ઈન્ડિયન કોસ્ટગાર્ડ પુરા ૧-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  ડીપ્લોમા એન્જીનીયર થયેલા ઉમેદવારોની ભરતી થઇ રહી છે.  વયમર્યાદા ૧૮ થી  ૨૨ વર્ષ છે. શરૂઆતનુ પગારધોરણ રૂ. ૨૯,૨૦૦ રહેશે.www. joinindiancoastguard.gov.in

* ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  સ્નાતક થયેલા ઉમેદવારો માટે વર્ગ-૧ અને ૨ ની ૨૯૪ જગ્યાઓ (ડે.કલેકટર, ડીવાયએસપી, મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફીસર, લેબર ઓફિસર સેલ્સટેકસ ઓફિસર (gst) ડીસ્ટ્રીકટ  રજીસ્ટ્રાર) વિગેરે ઉપર ભરતી ચાલી રહી છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા ૩૧-૭-૨૦૧૮ના રોજ ૨૦ થી ૩૫ વર્ષ છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવાપાત્ર છે.

www.gpsc.nic.inતથા https://ojas.gujarat.gov.in

* યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (upsc) પુરા ૨-૮-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  be/md/m.pharm/m.sc થયેલા ઉમેદવારો માટે ૧૨ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છે. વયમર્યાદા વધુમાં વધુ ૪૫ વર્ષની છે.

www.upsconline.nic.in

* પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી. દ્વારા ૩૧-૭- ૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે  ll.b (ત્રણ વર્ષ) કરેલ ઉમેદવારો માટે ૬ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છે. વયમર્યાદા ૩૧-૫-૨૦૧૮ના રોજ  વધુમા વધુ ૨૮ વર્ષ છે.

www.powergridindia.com

* દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. પુરા વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ, સિવિલ- ઈલેકટ્રીક અને આઇ.ટી જુનિયર એન્જીનીયર ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://www.dgvcl.com /dgvclweb/advertisement. php  ઉપરાંત ઉતર ગુજરાત વિજ કંપની લી. પુરા પણ વિદ્યુત  સહાયક  (જુનિયર આસીસ્ટન્ટ  ઈલેકટ્રીકલ અને સિવિલ જુનિયર એન્જીનીયર ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છwww.ugvcl.com/careers

* ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન સત્તામંડળ પુરા ૩૧-૭-૨૦૧૮ની છે્લ્લી અરજી તારીખ સાથે  સેક્રેટર મેનેજર તથા સલાહકાર  (જીલ્લા પ્રોજેકટર ઓફિસર/ પ્રોજેકટ ઓફિસર)ની ભરતી ચાલી રહી છે. ફોન નં. - ૦૭૯ ૨૩૨૫૯૨૪૬ www.gsdma.org, www.jobs.gsdma.org

* ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ પુરા એપ્રેન્ટીસોની  ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.  જેના ફોર્મ. તા. ૩૦ જુલાઇ સુધીમા ૧૧ થી ૨ વાગ્યા દરમિયાન વિભાગીય કચેરી , મહેકમ શાખા ગોંડલ રોડ રાજકોટ ખાતેથી મેળવીને તા. ૩૧-૭-૨૦૧૮ સુધીમાં ભરીને પરત આપવાના હોવાનુ જણાવ્યુ છે.

* રાજકોટ વિભાગીય નાયબ  નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટ વિભાગ હેઠળના અર્લી-ઇન્ટર વેન્શન સેન્ટર, પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ ખાતે તા. ૨-૮-૨૦૧૮, ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી પીડીયાટ્રીશ્યન, મેડીકલ ઓફીસર, ઓડિયોલોજીસ્ટ કમ સ્પિચ થેરાપીસ્ટ, ઓપ્ટોમેટ્રીસ, લેબ ટેકનીશ્યન, ડેન્ટલ ટેકનીશ્યન તથા સ્ટાફ નર્સના સીધા ઇન્ટરવ્યું યોજાનાર છે.

* સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ, એન.એસ.પટેલ સર્કલ, ભાલેજ રોડ, આણંદ-૩૮૮૦૦૧ દ્વારા તા. ૪-૮-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે કેમેસ્ટ્રી એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી વિષયના પ્રોફેસર, એસો. તથા  આસી. પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે.

* આત્મીય સ્કૂલ, યોગીધામ ગુરૂકુળ, કાલાવડ રોડ રાજકોટ (ફોન નં. ૦૨૮૧-૨૫૬૧૦૬૬) દ્વારા CBSE  અને    GSEB (અંગ્રેજી/ગુજરાતી મિડીયમ) માટે પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિવિધ વિષયો માટે શિક્ષકોની તથા કો ઓર્ડીનેટર, સ્પોર્ટસ ટીચર અને એડમીન સ્ટાફની ભરતી ચાલી રહી છે.

* નેશનલ એઇડઝ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાત સ્ટેટ એઇડઝ કંટ્રોલ સોસાયટી અંતર્ગત જૂનાગઢ ખાતે ચાલતા એ.આર.ટી. સેન્ટર, GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફીસરની જગ્યા માટેના સીધા ઇન્ટરવ્યું તા. ૩૦-૭-૨૦૧૮ ના રોજ સોમવારે ૯ વાગ્યાથી તબીબી અધિક્ષકની ચેમ્બરમાં રાખ્યા છે.

* આઇ.ટી.આઇ.માં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી ચાલતા ટૂંકા ગાળાના કોર્ષ માટે હંગામી ધોરણે પ્રવાસી સુપર-વાઇઝર ઇન્સટ્રકટરની જરૂરીયાત ઉભી થઇ છે. જેમાં ફોમવર્ક કારપેન્ટરી તથા સેનેટરી એન્ડ પ્લમ્બીંગના ટ્રેડ માટે જરૂરીયાત છે. જૂનાગઢ, રાણાવાવ, જસદણ, વેરાવળ, હળવદ, લખતર, પાટડી, ઉના, ભચાઉ ખાતેની આઇ.ટી.આઇ.ને  રૂબરૂ સંપર્ક તા. ૨-૮-૨૦૧૮ સુધીમાં કરવો. મો. ૭૨૦૩૦ ૩૮૮૬૧, ૯૬૩૮૨ ૩૮૦૨૩.

* ગુજરાત રાજય ''જેલ ભવન'', સુભાષબ્રીજ સર્કલ પાસે અમદાવાદ-૨૭ દ્વારા વણાટ મદદનીશ, કેમીકટ સુપર-વાઇઝર, સુથાર શિક્ષક, સિનિયર દરજી શિક્ષક (પુરૂષ), લુમ ફીટર, મીસ્ત્રી, કંમ્પોઝીટર, યોગ શિક્ષક, આંગણવાડી શિક્ષિકા, પુરૂષ શિક્ષક, સંગીત શિક્ષિકા તથા બાઇન્ડરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તા. ૩૦-૭-૨૦૧૮ સુધીમાં વેબસાઇટ www. prisons.gujarat.gov.in પરથી અરજીનો નમૂનો-ફોર્મ મેળવીને તા. ૧૦-૮-૨૦૧૮ સુધીમાં રજી. એ.ડી.થી પહોંચાડવાનું છે.

* સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૦-૮-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી ઓડીટર, કલાર્ક (ઓડીટ), ડેપ્યુટી મેડીકલ ઓફીસર, પર્સોનલ ઓફીસર (સંભવીત), એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર (સંભવીત), ચીફ એકાઉન્ટન્ટ, જુનિયર મેડીકલ ઓફીસર,ડેપ્યુટી પ્રોજેકટ ઓફીસર, સિવિલ અને ઇલેકટ્રીકલ આસી. એન્જીનીયર, જુનિયર ઇજનેર (ઓટો સ્ટોર), આસી. એકાઉન્ટન્ટ, આસી. જંતુનાશક અધિકારી, સુપરવાઇઝર (સિવિલ), સિકયુરીટી સુપરવાઇઝર, લેબ. ટેકનીશ્યન, ટેકનિકલ આસીસ્ટન્ટ, કલાર્ક ફીટર, ડ્રાઇવર, માર્શલ તથા માર્શલ લીડર (પુરૂષ), કલાર્ક કમ કમ્પાઉન્ડીંગ આસી., એ.સી. પ્લાન્ટ (મિકેનિકલ) એન્ડ સાઉન્ડ લાઇટ ઓપરેટરની ભરતી પ્રક્રિયા ચાલે છે.

www.suratmunicipal.gov.in ફોન નં. ૦૨૬૧ ૨૪૨૩૭૫૧-૫૬.

* મધ્ય ગુજરાત વિજ કંપની લિ. દ્વારા વિદ્યુત સહાયક (ઇલેકટ્રીકલ જુનિયર એન્જીનીયર તથા જુનિયર આસીસ્ટન્ટ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

http://www.mgvcl.com/career

* ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા ૩૧-૭-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રાફીક ઇન્સ્પેકટર, સ્ટોર કીપર કલાર્ક, આસીસ્ટન્ટસ, એકાઉન્ટન્ટ, ટ્રાફીક સુપ્રીન્ટેન્ડેન્ટ વિગેરેની જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે.

www.ojas.gujarat.gov.in

* ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લી. દ્વારા ૩૧-૭-૨૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્નાતક થયેલા ૬૮૫ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. વયમર્યાદા ૨૧ થી ૩૦ વર્ષ છે.

www.newindia.co.in

* ઇન્ડિયન બેંક દ્વારા ૩૦-૭-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્નાતક થયેલા ૧૫ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. વય મર્યાદા ૨૧ થી ૩૦ વર્ષ છે.

www.indianbankonline.com

*

સતીષ ધવન સ્પેસ સેન્ટરમાં ૨૮-૭-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૪૩૫ એપ્રેન્ટીસની ભરતી થઇ રહી છે. લાયકાત ધોરણ -૧૦ ઉપરાંત આઇ.ટી.આઇ. રાખેલ છે.

www.shar.gov.in

* આટઆટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો મનગમતી અને લાખેણી નોકરી આપ સોૈની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સોૈને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.)

-આલેખન-

ડો. પરાગ દેવાણી

મો.૯૮૨૪૪ ૫૧૫૪૧

(11:26 am IST)