Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

બાળકના વિકાસને સમજવાનો પ્રયત્ન કરો. બાળકમાં જે જે વાતો બહારથી આવે છે. તે તે વાતોને એક દિવસ છોડવી પડે છ.ે માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે, અંતિમ અવસ્થામાં સિધ્ધપુરૂષ ફરીથી નાના બાળક જેવા થઇ જાય છ.ે નાનું બાળક જયારે જન્મે છે.ત્યારે તેની પાસે કોઇ જ્ઞાન નથી હોતુ. તેને કોઇ જાણકારી નથી હોતી. પરમ અવસ્થામાં ફરીથી તેવી સ્થિતિ સંભવશે. નાના બાળક જેવી સરળતા આવી જશે.

આસ્તિકતાનો અર્થ થાય છે.- 'હા' કહેવાની ક્ષમતા ! આસ્તિકનો અર્થ છે 'હા'નો ભાવ ! નાસ્તિકનો અર્થ છે-'નકારનો' ભાવ ! આ કારણે જ સમસ્ત આસ્તિક પરંપરાઓ કહે છે અહંકારને છોડો. કારણ કે અહંકાર અનુલોમનો આધાર છે. વિસ્તારનો આધાર છે. અહંકાર છોડતાં જ વિલોમ સંભવવા લાગે છે. હવે તમારે શંકા છોડવી પડશે. સંઘર્ષ છોડવો પડશે. હવે તમારે સમર્પણની પ્રક્રિયા શીખવી પડશે.

સંસારની સંપૂર્ણ યાત્રા તમે જે જે મનઃસ્થિતિ સાથે કરી છે- બાળપણથી યુવાની સુધી, તેનાથી બહાર વિપરીત માર્ગ પર તમારે જવું પડશે. એક એક વાત છોડતા જવી પડશે. ફરીથી એ સ્થિતિમાં આવવું પડશે જેવા જન્મના પહેલા દિવસે તમે હતા જેવા સરળ હતા. જેવા નિર્દોષ હતા. તમે ત્યારે ન હિન્દુ હતા, ન મુસલમાન હતા. ન ચીની હતા કે ન પાકિસ્તાની હતા. તમારામાં અહંની કોઇ ધારણા જ ઉભી થઇ નહોતી. એક નિર્ભાવ દશા હતી. એક પરમ સ્વીકાર હતો. તમારાં મનનું દર્પણ કોરૃં હતું. તેના પર કોઇ વિચાર જ જન્મ્યો નહોતો. નિર્વિચાર અવસ્થા હતી. ફરીથી તેવા થઇ જાઓ તો વિલોમની ફળશ્રુતિ !

વિલોમ જ મોક્ષનો માર્ગ છે.

માટે કહું છું કે આ શબ્દો ખૂબ જ મુલ્યવાન છે. તેને સદા યાદ રાખજો. અનુલોમ એટલે સંસાર. વિલોમ એટલે સંન્યાસ !

જે દિવસે તમને સ્પષ્ટપણે સમજાશે કે અનુકરણ કરવું વ્યર્થછે-હું અહી કોઇ બીજાના જેવું જીવન જીવવા નથી આવ્યો. મારૃં જીવન જીવવા આવ્યો છું. બસ, તે જ દિવસે ક્રાંતિ સંભવશે. તે ક્ષણને જ હું જીવનની સહુથી મુલ્યવાન ક્ષણ કહું છું. કે તે દિવસે એક સીમા રેખા ઉભી થાય છે.-તેની પહેલાનું જીવન અનુલોમ અને તેની પછીનું જીવન વિલોમનો ક્રમ બની જાય છે.

બધાંના જીવનમાં એક એવી ક્ષણ આવે છે જયારે બધી આશાઓ તુટી જાય છે. પરંતુ તમે ગમેતેમ કરીને આશાઓને ઉભી કરી લો છો. ફરીથી દોડવા લાગો છો. કયારેક તમે હત્-આશ્ થઇને ઉભા રહી જાઓ છો તો તમારી પત્ની તમને ધકકો મારે છે. તમારા બાળકો તમને ધકકો મારે છે.

દરેક મનુષ્યના જીવનમાં એવી ક્ષણો આવે છે. જયારે હોશ, જાગૃતિ અનુભવાય છે. આવું વારંવાર થયા કરતું હોય છે. પરંતુ તમે હોશની તે ક્ષણોને નકારી દો છો. તમે તમારા મનને કયાંક ને કયાંક ગુંચવી નાંખો છો. તમે હજાર જાતનાં બહાનાં શોધી લો છો. પછી તમે તમારાં મનને કયાંક પરોવી નાંખો છો. તમારૃં મન તમને પછી કે-હજુ સુધી ધાર્યું થયું નથી. તે વાત સાચી. પરંતુ કાલે થઇ શકે છે. અત્યારે અટકો નહિ. આગળ વધતા રહો.' હકીકત તો એ છે કે ધાર્યું કયારેય થતું નથી. કયારેય થયું નથી.

આ સંસારમાં જેમણે માત્ર અનુલોમ ક્રમ જાણ્યો તેમણે શાંતિ ન અનુભવી. આનંદ ન અનુભવ્યો, સંતોષ ન જાણ્યો, સમાધિનો અનુભવ ન કર્યો. અને જો સમાધિ ન સંભવી તો જીવનમાં સમાધાન કેવું ? જેમણે વિલોમનો ક્રમ પણ શીખી લીધો તેણે સમાધિ જાણી. સમાધાન જાણ્યું. અને તમારા જીવનમાં જેટલી જલદી વિલોમની કલા આવે તે પ્રમાણ આપશે કે તમે  કેટલા બુધ્ધિમાન છો.

ગૌતમ બુધ્ધ અઠ્ઠાવીસ વર્ષના હતા ત્યારે અનુલોમને છોડી વિલોમને અનુસર્યા. અઠ્ઠાવીસ વર્ષની ઉમર કંઇ મોટી ઉંમર નથી. તેઓ અત્યંત બુધ્ધિમાન હશે. કારણ કે અહીં તો ઇઠ્ઠોતેર વર્ષના લોકોને પણ વિલોમની ક્ષણ નથી આવતી.

આદિ શંકરાચાર્ય અદ્દભૂત બુધ્ધિના સ્વામી હશે. નવ વર્ષની કુમળી વયે વિલોમનો ક્રમ સંભવ્યો. સંન્યાસ લેવાની ઇચ્છા બતાવી. અપૂર્વ પ્રતિભા હશે. જે વાત નેવું વર્ષના લોકોને નથી સમજાતી તે નવ વર્ષનાને દેખાઇ ગઇ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:30 am IST)