Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

તમે જાણો છો કે સુપર સિનિયર સિટીઝનના લાભો ચાલુ વર્ષ ર૦૧૮-૧૯ના વર્ષમાં સિનિયર સિટીઝનને પણ મળશે

આવકવેરાના કાયદા મુજબ ૧૮ વર્ષથી ૬૦ વર્ષ સુધીની વ્યકિતઓ સામાન્ય કરદાતા ગુણવામાં આવે છે. ૬૦ વર્ષથી ૮૦ વર્ષ સુધી સુપર સિનિયર સિટીઝન તેમજ ૮૦ વર્ષ ઉપરના કરદાતાઓને સુપર સિનિયર સિટીઝન તરીકે ગણવામાં આવે છે. આમ, હિસાબી વર્ષ ર૦૧૮-૧૯માં સામાન્ય કરદાતાને કદમુકત આવક રૂ.ર,પ૦,૦૦૦ સુધી સિનિયર સિટીઝનને રૂ. ૩,૦૦,૦૦૦ સુપર સિનિયર સિટીઝનને રૂ.પ,૦૦,૦૦૦ આવક કરમુકત છે. એવી રીતે ઘણા કરના લાભ જે ફકત સુપર સિનિયર સિટીઝનને એટલે કે ૮૦ વર્ષ ઉપરનનાને આવકવેરા ખાતુ અનેક કર બચાવવાની રાહતો આપતું હતું તે લાભો ર૦૧૮ના બજેટથી  સિનિયર સિટીઝનને પણ આપવામાં આવશે તેવું નાણામંત્રીએ જાહેર કરેલ હતું.

આમ, ૮૦ વર્ષ સુપર સિનિયર સિટીઝનના લાભો હવે ૬૦ વર્ષથી ઉપર સિનિયર સિટીઝનને પણ ચાલુ વર્ષ એટલે કે કાયદો આવકવેરાની કલમો ૮૦ નીચેના લાભો તમામ સિનિયર સિટીઝન પણ કાયદેસર રીતે લઇ શકશે.

સ્ટાન્ડર્ડ ડીડકશનઃ-

કોઇપણ સિનિયર સિટીઝન કરદાતાને નિયમિત પેન્શન મળતું હોય તો તેઓને રૂ.૪૦,૦૦૦/- સુધી સ્ટાન્ડર્ડ ડીડકશન બાદ મળશે. તેવી જ રીતે જો તેમના એમ્પલોયર (માલીક) મેડીકલ સારવાર માટેના મેડીકલ રીએમ્બર્સમેન્ટ રકમ મળતી હોય તો ખરેખર થયેલ ખર્ચ પણ બાદ મળશે. આવી જ રીતે સિનિયર સિટીઝન વ્યકિતઓના રૂ. પ૦,૦૦૦/- તેમના પણ સુપર સિનિયર અથવા સિનિયર સિટીઝન માતા કે પિતાના વિમાની રકમ રૂ. પ૦,૦૦૦/- એમ કુલ રૂ.૧,૦૦,૦૦૦ સુધીનો મેડીકલ ઇન્સ્યુરન્સ પ્રીમીયમ બાદ મળી શકે છે. આ કાયદો HUF કરદાતાઓને વધુ લાભ દાયક રહેશે.

સામાન્ય રીતે સિનિયર સિટીઝન તેમજ સુપર સિનિયર સિટીઝનને મેડીકલ, વિમો મળતો નથી અથવા તેનું પ્રીમીયમ ઉચું આવે છે. આ ધ્યાનમાં રાખી સિનિયર સિટીઝનનો માટે મેડીકલ ખર્ચ માટે રૂ. પ૦,૦૦૦/-ની મર્યાદા સુધી આવકમાંથી બાદ મળશે. પરંતુ આ રકમ તેમણે મેડીકલ ઇન્સ્યુરન્સની કોઇ સુવિધા લાભ લીધેલ ન લીધેલ હોય. 

(૧) કલમ ૮૦-ડી : મુજબ મેડીકલ ઇન્સ્યુરન્સ પ્રીમીયમ સામાન્ય કરદાતાને રૂ. રપ૦૦૦/- તેમજ સામાન્ય કરદાતા લગ્ન સાથી કે માતા-પિતા અથવા  HUFના કેસમાંં કોઇ પણ સિનિયર સિટીઝન હોય તો આ કપાત રૂ. ૩૦,૦૦૦/-(આમ, પોતાના કુટુંબના રપ હજાર + ૩૦ હજાર સિનિયર સિટીઝન માતા પિતાના-પપ હજાર કપાત મલે)  અથવા પોતાના કુટુંબના સિનિયર સિટીઝન સાથે ૩૦ હજાર + સિનિયર સિટીઝન  માતા કે પિતા  કુલ-૩૦ હજાર +૩૦ હજાર-૬૦ હજાર.

(ર) સિનિયર સિટીઝનને તબીબી સારવાર ખર્ચ :-

સિનિયર સિટીઝનને સુપર સિનિયર સિટીઝનની જેમ ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનને પણ વાર્ષિક રૂ. પ૦ હજાર સુધી તબીબી સારવાર તમામ ખર્ચ સિનિયર સિટીઝનને બાદ મળશે, પરંતુ આ તબીબી સારવાર સામે કોઇ પણ મેડીકલ ઇન્સ્યુરન્સ કલેમ્પ ન કરયો હોય તો જ.

(૩) ૮૦ ડી-ડી : શારીરકિ કે માનસિક રીતે અશકત  એવા આસરીતેની તબીબી સારવાર માટે કરેલ ખર્ચ રૂ. ૭પ૦૦૦/- ૧,૦૦,૦૦૦ કપાત.

જો કોઇ વ્યકિત કેશમાં તેના આસરીત પોતાના આશરીત તેવી શારીરિક કે માનસિક અશકત રીતે સારવાર ટ્રેનીંગ કે હેન્ડિકેપ વ્યકિતના મેડીકલ અથવા ભર પોષણ માટે નીચે મુજબ ૮૦ ડીડી નીચે બાદ મળી શકે છે.

(એ) ૪૦%થી વધુ ડિસએબિલીટી ધરાવતી વ્યકિતઓના કેસમાં રૂ. ૭પ૦૦૦ (આકારણી વર્ષ ર૦૧પ-૧૬ સુધી રૂ. પ૦,૦૦૦)ની કપાત મળશે.

(બી) ૮૦% થી વધુ ડિસએબિલીટી અર્થાત સિવિયર ડિસએબિલીટી ધરાવતી વ્યકિતઓના કેસમાં રૂ. ૧,રપ,૦૦૦ (આકારણી વર્ષ ર૦૧પ-૧૬ સુધી રૂ. ૧,૦૦,૦૦૦)ની કપાત મળશે.

(૪) કલમ ૮૦ ડીડીબી :-

ગંભીર રોગ કે બીમારીથી પીડાતા સિનિયર સિટીઝનો માટે તેમની સારવાર ખર્ચ માટે રૂ. ૧ લાખ સુધી બાદને પાત્ર બનાવેલ કે આ રકમ સિનિયર સિટીઝનો તેમના આશ્રીત સુપર સિનિયર સીટીઝનોની ગંભીર બીમારીઓની સારવાર માટે.

(પ) ૮૦-ઇ ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનનું વ્યાજ :-

કોઇપણ સિનિયર અથવા સિનિયર સિટીઝન પોતાના કોઇ પણ સંતાન લગ્ન સાથી કે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલા લોન ઉપરનું વ્યાજ કોઇ પણ મર્યાદા સિવાય ૧૦૦%  પુરેપુરૂ વ્યાજ કરપાત્ર આવકમાંથી બાદ મળશે. આમ ટુંકમાં સુપર સિનિયર સિટીઝનને મળતા અમુક લાભો સિનિયર સિટીઝનને પણ ર૦૧૮-૧૯માં બાદ મળશે.

આલેખનઃ-

નીતિનભાઇ કામદાર

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ.

 મો. ૯૮રપર ૧૭૮૪૮

(3:46 pm IST)