Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પવિત્ર શ્રાવણ માસ

સર્વ સૃષ્ટિના પાલક મહાકાલ ભોળાનાથ

શંભુથી પરના દેવ, મહેમાથી પરના સ્તુતિ

ઓમ નમઃ શિવાય, આ મંત્ર સતત જપ-પાઠ માનવને ભવ બંધનના ફેરામાંથી મુકત કરે છે ઁ નમઃ શિવાય મંત્ર એ માનવ કલ્યાણ માટે અતિ સરળ અને અતિ ઉત્તમ છે. શિવ ભકતને મન અને શરીરના રોગો અને ઋવિકારો ને દુર કરવા માટેહંમેશા ત્રણ સમય આ પંચાક્ષર મંત્રની ઉપાસના અચુક કરવી જોઇએ.

મહાકાલ મહાદેવ અને તેમનો પરિવાર અદ્ભુત છે અનેપૂર્ણ ઐશ્વયોની  સ્વામીની અન્નપૂર્ણા ભવાની માતાને એમની અર્ધાગીની બનાવી  તો પોતે દિગંબર,વ્યાધ્રયમામ્બર, ભસ્માંગ ગારી અને સ્મશાન વિહારી રહ્યા...

આમ છતા તેઓ અસાધારણ રહ્યા પોતે બન્યા દેવાધી દેવ મહાદેવ....

સદાશિવના સ્વરૂપ અને તત્વના ગુણગાન ગાતા પુરાણમાં કહેવાયું છે કે જે દેવોના પણ દેવ પાવનકારીના પણ પાવનકારી, મહાનના પણ મહાન, શાંત સ્વરૂપ અધિષ્ઠાતા અને દેવો માટે પણ સ્તુતિ કરવા યોગ્ય છે. એ સર્વના પાલક રૂદ્ર-મહાદેવ, બધાના અંતકરણમાં અર્તયામી છે.

ઁ નમઃ શિવાય જેનું નામ છે અને જેમને ગુઢ કહેવામાં આવે છે એવા ભોળાનાથ સ્વયં પ્રકાશરૂપ છે એ મંગલકારી ગુણનિધાન દેવાધિદેવ મહાદેવને સોૈ શિવભકતો વંદન કરે છે.

કરૂણાનિધાન મહાદેવના મહિમાને પૂર્ણરૂપે જાણ્યા વિના સ્તુતિ કરવી યોગ્ય નથી બ્રહ્મમદિ દેવોની વાણી પણ અસર કરતી નથી જો કે કોઇ શિવભકત પણ તેની પુરેપુરી સ્તુતિ કરવા અશકિતમાન કહેવાય છે

કેમકે મહાદેવજીના મહીમાનો કોઇ પાર જ નથી. અનંતનો અંત કેવી રીતે જાણી શકાય ? ભોળાનાથને માનવી પોતાના અંતરની ભકિત અન ેશ્રધ્ધાથી સમજી શકે એટલું તેને વર્ણવી શકે, તેના આવા અધિકારને દોષમુકત કરી શકાય નહીં

હે  પ્રભુ હે મહેશ્વર । મારૂ કલ્યાણ કે અકલ્યાણ શેમાં છે? એનોનિર્ણય કરવા હું અસમર્થ છું

તમારા તત્વને હું જાણતો નથી, વેદ અને શાસ્ત્રોમાં નિરૂપિત થયેલાં તમારા સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને કર્મોને પણ હું જાણતો નથી.

હૈ મહાદેવ, આપ જે કંઇ છો અને જેમાં પણ છો એવા આપને શત,શત શત વંદન કરૂ છું

શંભુથી પર ના દેવ મહીમાથી પર ના સ્તુતિ અધારે મંત્રથીયેના ગુરૂ થી પર તત્વ ના દીક્ષા દાન, તપસ, તીર્થ, જ્ઞાન અને કર્મકાંડ જયાં મહિમ્નઃ સ્તોત્ર કેરીના ઓળમી કળાયે ત્યાં ઓમ હર હર મહાદેવ હર

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:54 am IST)