Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

આપણે જોઇએ છીએ કે એક જ ભૂમિમાંથી ભિન્નભિન્ન વૃક્ષો કઇ રીતે ભિન્ન ભિન્ન રૂપ, રંગ અને ગંધ આકર્ષિત કરી લે છે. તેનામાં ચાલ્યું આવે છે. તેજે કંઇ છે તેને તે પ્રાપ્ત કરી લે છે. આ નિયમ છે. આ શાશ્વત વ્યવસ્થા છે. પ્રેમ પ્રાપ્ત કરવા માટે પ્રેમથી ભરેલા હોવું આવશ્યક છે. જેનામાં ધૃણા ભરી છે.તે ધૃણાને આમંત્રીત કરે છે જેને પોતામા વિષય ભર્યું છે. તેના પ્રત્યે સારાયે જગતનું વિષ પ્રવાહમાન થાય છે. સમાન સમાનને, સજાતીય સજાતીયને પોકારે છે, અને તેને તેની તૃષ્ણા હોય છ.ે જે અમૃતને ચાહે છે તે અમૃતથી ભરાય છ.ે જે પ્રભુને ચાહે છે તે પોતાના પ્રભુને જગાડે છે. જે ચાહો તે થઇ જાઓ. જેને મળવાની ચાહના છે તે મળી જાઓ. આનંદને પકડવા માટે આનંદમાં હોવું આવશ્યક છે, આનંદ થવું આવશ્યક છ.ે આનંદ જ આનંદનું સ્વાગત અને સ્વીકાર કરી લે છે. દુઃખી ચિત્ત એવી જગ્યામાં પણ દુઃખને શોધી લે છે, જયાં દુઃખ છે જ નહિ. પીડિત પીડાને શોધી લે છે, ઉદાસ ઉદાસીનતા શોધી લે છે. વસ્તુતઃ જે જેના પ્રતિ સંવેદનશીલ છે ત તેનો સંગ્રહ કરે છે. જે અંદર છે તેનો સંગ્રહ થાય છે, અને તેનું પ્રક્ષેપણ (Projection) આરોપણ થાય છે. આપણે જે છીએ તેને આપણે શોધીએ છીએ. જગત જગતની પરિસ્થિતિઓ માત્ર દર્પણ છે, જેમાં અનેક દૃષ્ટિકોણોથી અનેક રૂપોમાં આપણે આપણું દર્શન કરીએ છીએ.

હું જે આપું છું તે પણ હું જ છું મારા 'હું' સિવાય મારી કોઇ સત્તા કોઇ અનુભૂતિ નથી. જેની બહાર જવું સંભવ નથી. ત્યાં જ સંસાર છે, ત્યાં જ મોક્ષ છે. ત્યાં જ દુઃખ છે, ત્યાં જ આનંદ છે. એ જ હિંસા છે, એ જ અહિંસા છે એ જ વિષ છે, એ જ અમૃત છે.

એક મંદિરના દ્વાર પર થયેલા વિવાદનું સ્મરણ થાય છે. પ્રાતઃકાળની હવામાં મંદિરની ધ્વજા લહેરાઇ રહી છે. સુર્યના સુવર્ણ પ્રકાશમાં આંદોલિત આ ધ્વજા જોઇએ બે ભિક્ષુઓમાં વિવાદ થયો કે આંદોલન (Movement) ધ્વજામાં થાય છે. કે હવામાં થાય છે? નજીકથી પસાર થતા એક ત્રીજા ભિક્ષુએ કહ્યું: 'મિત્ર આંદોલન મન (Mind)માં થઇ રહ્યુ ંછ .'

સાચે જ સર્વ આંદોલન મનમાં થઇ રહ્યાં છે અને મનના થઇ રહ્યા છે.

મહાવીરે કહ્યું છે એ, આત્મા જ શત્રુ છે, આ આત્મા જ મિત્ર છે આત્માની શુધ્ધિ પરિણતિ અહિંસા છે, આત્માની અશુધ્ધ પરિણતિ હિંસા છે આ વ્યવહારની નહિ પણ સત્વની સુચના છે. વ્યવહાર શુધ્ધનો ઘણો વિચાર ચાલે છે. મને લાગે છે તેમ આ પકડ અને પહોંચ (Approach) વિપરીત છે. વ્યવહારની નહિ. સત્વની શુધ્ધિ કરવી જોઇએ. વ્યવહાર તો આપમેળે બદલાઇ જાય છે. વ્યવહાર સત્વનો અનુગામી છે. જ્ઞાન પરિવર્તિત થાય તો આચાર પરિવર્તિત થઇ જાય છે. જ્ઞાન જ આધાર અને કેન્દ્ર છે. વ્યવહાર તો તેનું પ્રકાશન છે. જ્ઞાન પ્રાણ છે, આચાર તેનું સ્પંદન છે.

સોક્રેટીસનું વચન છે કે જ્ઞાન ચારિત્ર્ય છ.ે (Knowledge is Virtue) અહી જ્ઞાનનો અર્થ વિગતોનું જણાવાપણું (Information) અને પાંડિત્ય નથી. જ્ઞાનનો અર્થ છે, પ્રજ્ઞાના, સત્વના, સત્તાના સાક્ષાત્કાર પરથી પ્રગટતો બોધ (Consciousness).

આ બોધ, આ જાગૃતિ પ્રજ્ઞાની ક્રાંતિ (Transformation) છે. વિચારોના સંગ્રહથી ઉત્પન્ન થતું જ્ઞાન આવી ક્રાંતિ લાવવામાં અસમર્થ છે કારણ કે વસ્તુતઃ તે જ્ઞાન જ નથી, તે નગદ અનેસ્વયંનુ નથી. તે ઉધાર, તે છે અન્યની અનુભૂતિથી નિષ્પન્ન અને તેકારણે મૃત છે, નિષ્પ્રાણ છે. આત્માનુભુતિ એક પાસેથી બીજા પાસે જતા નિર્જીવ થઇ જાય છે. તેને જીવંત અને સપ્રાણ બીજા પાસે મોકલવાનો કોઇ ઉપાય નથી. સત્ય નહિ, માત્ર શબ્દો જ પહોંચે છે.આ શબ્દો ઉપર જ આધારિત જે જ્ઞાન છે તે માત્ર બોજો વધારે છે,  તેથી મુકિત પ્રાપ્ત થતી નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:20 am IST)