Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

મહાત્મા ગાંધીના સહધર્મચારિણી, પ્રથમ મહિલા સત્યાગ્રહી અને કર્મયોગી પૂ. કસ્તૂરબાની પુણ્યતિથિ

રાજકોટ વતન હોવાથી કસ્તૂરબા પોતાને રાજકોટના દિકરી માનતા રાજકોટ સાથે અનેક લાગણીસભર સંભારણા

(૧) કસ્તૂરબા ગાંધી (ર) બા-બાપુની લાક્ષણિક તસ્વીર (૩) ૧૯૩૯માં રાજકોટની રાષ્ટ્રીયશાળા ખાતે ગાંધીજીના ઉપવાસ વખતે સેવામાં કસ્તૂરબા (૪) કાસ્તૂરબાના મૃતદેહ પાસે શોક-મગ્ન ગાંધી

રાજકોટ, તા. ર૩ : મહાત્મા ગાંધીનાં સહધર્મચારિણી, પ્રથમ મહિલા સત્યાગ્રહી અને કર્મયોગી પૂ. કસ્તૂરબા ગાંધીએ, ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪દ્ગક્નત્ન રોજ મોડી સાંજનાં સાત ને પાંત્રીસ વાગે, પૂનાની આગાખાન મહેલ જેલમાં, ગાંઘીજીના ખોળામાં અંતિમ શ્વાસ લીધાં હતાં.કસ્તુરબાનો જન્મ ૧૮૬૯જ્રાક્નત્ન પોરબંદર ખાતે થયો હતો. તે સમયે  સ્ત્રી-શિક્ષણ નહીંવત જેવું હતું, તેથી કસ્તૂરબા નિરક્ષર રહ્યાં, પણ તેમનું ગણતર ઉચ્ચ પ્રકારનું હતું. સંસ્કારી માતા વ્રજકુંવરબેન અને પિતા ગોકુળદાસ મકનજી પાસેથી ઉત્ત્।મ જીવન-મૂલ્યો તેમને વારસામાં મળ્યાં હતા. કસ્તૂરબામાં વિવેકશકિત અને સ્વતંત્ર વિચારશકિત નાનપણથી જ ખીલેલી હતી. સત્યનાં આગ્રહી પણ ખરા.

કસ્તૂરબાનાં રાજકોટ સાથેનાં કેટલાંક લાગણીસભર સંભારણાં

રાજકોટ વતન હોવાથી કસ્તૂરબા પોતાને રાજકોટના દિકરી માનતા.રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ૧૩ વર્ષનાં મોહનદાસ કરમચંદ ગાંધી સાથે ૧૪ વર્ષનાં કસ્તૂરબાનાં ૧૮૮૨ લગ્ન થયા અને રાજકોટ આવ્યા. ઘી-કાંટા રોડ પર આવેલ અને ક.બા. ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતા મકાનમાં કરમચંદ ગાંધીનાં વસ્તારી પરિવારનો વસવાટ. મહેમાનોથી ઘર હમેંશા ભરેલું રહે. ઘરકામની સારી તાલીમ મળી હોવાથી, કસ્તૂરબાએ ઘર સંભાળી લીધું. રસોડું તો આખું કસ્તૂરબાનાં જ હાથમાં.૧૮૮૮ વકીલાતનાં ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીજીને ઈંગ્લેન્ડ જવાનું થયું. અભ્યાસ માટેનાં મોટા ખર્ચની મૂંઝવણ થઈ ને કસ્તૂરબાએ તરત જ પોતાનાં તમામ દાગીના ગાંધીજીના ચરણે ધરી દીધા. એમાંથી ૩૦૦૦ રૂપિયા ઊપજયાં.૧૯૩૯ રાજકોટ સત્યાગ્રહ વિશે જાણીને કસ્તૂરબાનું અંતર કકળી ઊઠ્યું. ગાંધીજી પાસેથી રાજકોટ જવાની રજા માગી. કસ્તૂરબાની નાદુરસ્ત તબીયતને જોતા સરદાર વલ્લભભાઈ પટેલે પહેલા તો ના કહી. અંતે કસ્તૂરબાના આગ્રહને માન આપીને પોતાના પુત્રી મણિબેનને પણ સાથે રાજકોટ મોકલ્યાં. રાજકોટ સ્ટેટે કસ્તૂરબા સામે ત્યારે પ્રવેશબંધી ફરમાવી હતી, તેથી કસ્તૂરબા રાજકોટ જંકશને એજન્સીની હદમાં ઉતર્યા. રાજકોટવાસીઓએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું. આગળ જતા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ફતેહમહમદ ખાને કસ્તૂરબા અને મણિબેન પટેલને ગિરફતાર કર્યા અને તેઓને સણોસરા ગામમાં એક અવાવરા ઉતારામાં નજરકેદ કરવામાં આવ્યા. થોડા દિવસ પછી કસ્તૂરબાને અલગ પાડીને ત્રંબા ગામ ખાતે ધર્મેન્દ્ર-નિવાસમાં નજરકેદ કરવામાં આવ્યા. કસ્તૂરબાની નાદુરસ્ત તબીયતને ધ્યાનમાં રાખીને મણિબેન પણ બાની સાથે રહેવાનો આગ્રહ રાખીને ઉપવાસ પર ઊતર્યાં. પરિણામે મણિબેન પટેલને પણ કસ્તૂરબા સાથે રાખવામાં આવ્યા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૯ના  રોજ ગાંધીજી રાજકોટ આવ્યા. રાષ્ટ્રીયશાળામાં તેમનો ઉતારો હતો. રાજકોટ ઠાકોરસાહેબ ધર્મેન્દ્રસિંહ, દિવાન વીરાવાળા અને એજન્સી રેસીડન્ટ ગિબસનને મળીને પ્રજાનાં પ્રશ્નોનું નિરાકારણ લાવવાનો પ્રયાસ કર્યો. આખરે વ્યથિત હ્ય્દયે , ગાંધીજીએ ૩ માર્ચનાં રોજ રાષ્ટ્રીયશાળામાં ઐતિહાસિક ઉપવાસ શરૂ કર્યા. ૧૧ ફેબ્રુઆરીથી નજરકેદમાં રખાયેલાં કસ્તૂરબા અને મણિબેનને આખરે ૬ માર્ચનાં રોજ રાજકોટ સ્ટેટે છોડી મૂકવા પડ્યા ને કસ્તૂરબા ઉપવાસી ગાંધીજીની સેવામાં લાગી ગયા. ગિબસન મારફત વાઈસરોયને ગાંધીજીએ પત્ર મોકલ્યો. વાઈસરોય તરફથી સંતોષકારક સંદેશ મળતા ૭ માર્ચનાં રોજ ગાંધીજીએ પારણાં કર્યા.           

કસ્તૂરબાનું મહાપ્રયાણ 

૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ - પૂનાની આગાખાન મહેલ જેલ. સવારે ગાંધીજીએ કસ્તૂરબાને પૂછ્યું ૅં શ્નહું ફરવા જાઉં ?લૃ ત્યારે હમેંશા હા કહેનારા કસ્તૂરબાએ ના પાડી. ગાંધીજી એમની પાસે ખાટલા પર બેઠા. કસ્તૂરબા ગાંધીજીની છાતી પર પોતાનું માથું ઢાળીને આંખો બંધ કરીને શાંત-ચિત્ત્।ે પડ્યાં રહ્યાં. બન્નેનાં ચહેરા પર અપૂર્વ શાંતિ અને સંતોષ નજરે પડતાં હતાં. એ દિવ્ય દ્રશ્ય જોઈને બીજાં બધાં ત્યાંથી થોડા દૂર હઠી ગયા. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ કસ્તૂરબાની છેલ્લી ઘડીઓ ગણાવવા લાગી. કસ્તૂરબાનું માથું હજી ગાંધીજીના ખોળામાં જ હતું. કસ્તૂરબાની સાથે ગાંધીજીની એ આખરી પળો અત્યંત પવિત્ર હતી. મોડી સાંજે સાત અને પાંત્રીસ વાગે ગાંધીજીના ખોળામાં કસ્તૂરબાએ અંતિમ શ્વાસ લીધાં. ત્યાં ઊભેલા એમના પુત્ર દેવદાસભાઈ ગાંધી પોકેપોકે રડવા લાગ્યા. ગાંધીજીની આંખમાંથી મોતી જેવાં આંસુ સરી પડ્યાં.                     

કસ્તૂરબાનાં મૃતદેહને નવડાવીને, ગાંધીજીએ હાથે કાંતેલાં સૂતરની બનેલી સાડીમાં લપેટ્યાં. સૂતરની બનેલી ચૂડીઓ અને તુલસીની માળા પણ પહેરાવી. માથા પર ચંદન અને કંકુનો લેપ કર્યો. કસ્તૂરબાનાં મુખ પર મંદ સ્મિત અને પરમ શાંતિ છવાયેલી હતી.     

  ૨૩મીએ મહાદેવભાઈ દેસાઈની સમાધી પાસે જ કસ્તૂરબાનાં શરીરને ચિતા પર ગોઠવ્યા પછી ગાંધીજીએ સર્વધર્મની પ્રાર્થના કરાવી. દેવદાસભાઈએ અગ્નિદાહ આપ્યો. સાંજે ચાર વાગ્યા સુધી ગાંધીજી ચિતા પાસે જ બેસી રહ્યા. કહેઃ 'બાસઠ વર્ષનાં સાથીને આ ઘડીએ આવી રીતે છોડી શકું ખરો ? બા પણ એ માટે મને માફ ન કરે'. રાત્રે ખાટલામાં સૂતા સૂતા ગાંધીજી કહેવા લાગ્યાઃ  'બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શકતો. હું ઈચ્છતો હતો ખરો કે બા મારા હાથમાં જ ચાલી જાય, જેથી મને ચિંતા ન રહે કે મારા પછી એનું શું થશે. પરંતુ એ મારા જીવનનું અવિભાજય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે, તે કદી ભરાઈ શકવાનું નથી'.             

અગ્નિસંસ્કાર પછી ભસ્મ એકઠી કરવા ગયા, ત્યારે ચિતા સાથે બળવા છતાં અખંદિત રહેલી કસ્તૂરબાની પાંચ બંગડી મળી આવેલી. ગાંધીજી અને કસ્તૂરબાનો પ્રેમ સાચ્ચે જ અલૌકિક, અનન્ય અને અદભુત હતો. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વખતે કસ્તૂરબાએ જુસ્સાભેર કહેલું ૅં શ્નહું જેલમાં મરી જઈશ પણ હારીને પાછી નહિ આવુંલૃ. ત્યારે ગાંધીજી આનંદભેર બોલી ઊઠેલા 'ન કરે નારાયણ અને તું જેલમાં મરીશ તો હું તને જગદંબાની જેમ પૂજીશ'. પૂનાની આગાખાન મહલ જેલમાં મૃત્યુને વરીને કસ્તૂરબા ખરા અર્થમાં જગદંબા બની ગયાં ! મહાત્મા ગાંધીએ કસ્તૂરબા વિશે લાગણીસભર નોંધ્યું છે  'તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે મારું શુભતર અર્ધાંગ બની. તે બહુ જ આગ્રહી સ્વભાવની હતી. પણ આ સત્યાગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિંસક અસહકારની કળા અને અમલમાં મારી ગુરુ બનાવી. તેનામાં એક બહુ મોટો ગુણ હતો : ગમે કે ન ગમે અથવા જાણ્યે-અજાણ્યે પણ મારે પગલે ચાલવામાં એ ધન્યતા અનુભવતી. મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવી હોય તો હું કસ્તૂરબાને જ પસંદ કરું.'

ભારતીય મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઃ કસ્તુરબા ગાંધી

 પોરબંદર ગોકુલદાસ અને વ્રજકુવર કાપડીયાની પુત્રી રુપે કસ્તુરબાનો જન્મ થયો. ૧૮૮૩માં ૧૪ વર્ષની કસ્તુરબાના લગ્ન સામાજીક પરંપરાઓ અનુસાર ૧૩ વર્ષના મોહનદાસ કરમચંદ ગાંધી સાથે થયા. લગ્નના દિવસો યાદ કરતા તેમના પતિ કહેવા  કે ' અમે તે  સમયે લગ્ન  વિશે કંઇ જાણતા નહોતા, અમારા માટે તેનો મતલબ માત્ર નવા કપડા પહેરવા  અને, મીઠી વાનગી ખાવી અને સંગા સંબધીઓ સાથે  રમવું હતો. કેમ કે  એ એક પ્રચલીત પરંપરા હતી જેથી કિશોર દુલ્હન વધારે સમય પોતાના માતા -પિતા સાથે વિતાવી શકે અને પોતાના પતિથી દુર રહી શકે,

 મોહનદાસનું કહેવું હતુ કે, લગ્ન પછી તે કસ્તુરબાથી પ્રેમ કરવા લાગ્યા હતા અને તે  સ્કુલમાં પણ તેમના વિશે જ વિચારતા હતા. તેમને મળવાની યોજનાઓ બનાવતા રહેતા હતા. તે કહેતા હતા કે કસ્તુરબાની વાતો અને યાદો હંમેશા તેમનો શિકાર કરી જતી

 જયારે ગાંધીજી એ લંડનમાં ૧૮૮૮માં પોતાનો અભ્યાસ છોડી દીધો હતો ત્યારે કસ્તુરબા મહાત્મા ગાંધીજીની સાથે રહેવા લાગ્યા  અને એક શિશુને પણ જન્મ આપ્યો. જેનુ નામ હરીલાલ ગાંધી હતુ. કસ્તુરબાના ૩  બીજા બાળકો હતા, મણિલાલ ગાંધી રામદાસ ગાંધી અને દેવદાસ ગાંધી.

 કસ્તુરબા ગાંધી તેમના પતિની સાથે કામ કરીને એક સામાજીક કાર્યકર્તા  અને સ્વતંત્રતા   સેનાની બની ગયા હતા. ગાંધીજીના લોના અભ્યાસ  હેતુ દક્ષિણ આફ્રિકા ગયા હતા બાદ તેમણે પણ પોતાના પતિની સાથે ૧૮૯૭માં દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી. ૧૯૦૪ તી  ૧૯૧૪ સુધી ડર્બનમાં તે ફિનીકસ સેટલમેન્ટમાં એકટીવ રહયા. ૧૯૧૩માં તેમણે દક્ષિણ આફ્રિકામાં  ભારતીય  કારીગરોને સાથ આપ્યો, એના  પછી કસ્તુરબાએ ૩ મ્હિના માટે મજુરોની જેલમાં પણ જવું પડયું હતું.

 ભારતમાં જયારે કયારેક મહાત્મા ગાંધીને જેલ થઇ હતી ત્યારે વચ્ચેના થોડોક સમય માટે કસ્તુરબા તેમના અભિયાનને આગળ વધારતા કસ્તુરબા ગાંધી જન્મથી ફેફસાની બીમારીથી પીડીત હતા તેમના ફેફસા  ન્યુમોનીયાની બિમારીથી ગ્રસ્ત હતા

 જાન્યુઆરી ૧૯૪૪માં કસ્તુરબાને બે હૃદયના હુમલા આવ્યા. જેણે તેમના સ્વાચ્થ્યને ઘણું ખરાબ કર્યું ઘણી સારવાર છતાં પીડામાં કોઇ ઘટાડો ના થયો. શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે તેમને રાત્રે ઊંઘ આવતી નહોતી. પરિવારની સેવાની ઇચ્છાથી  તેમણે પોતાની સારવાર માટે આર્યુંવેદીક ડોકટરની સલાહ લીધી. ઘણાં દિવસો પછી સુધી સારવાર કરાવ્યા છતાં કોઇ ફરક ના પડયો અને ૨૨ ફ્રેબુઆરી ૧૯૪૪એ તેમણે દેશ ત્યાગ કર્યો,  કસ્તુરબા મોહનદાસ ગાંધી, જન્મઃ ૧૧ એપ્રિલ ૧૯૬૯, જન્મસ્થળઃ પોરબંદર, પિતાઃ ગોકુલદાસ કાપડીયા, માતાઃ વ્રજકુવર કાપડીયા, લગ્નઃ મોહનદાસ કરમચંદ ગાંધી, મૃત્યું: ૨૨ ફ્રેબુઆરી ૧૮૪૪

સંકલન :

પિનાકી નાનકભાઇ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન * www.jhaverchandmeghani.com અમદાવાદ ૩૮૦ ૦૧પ

મોબાઇલ  : ૯૮રપ૦ ર૧ર૭૯

* ઇ-મેઇલઃ pinakimeghani@gmail.com

(11:30 am IST)