Gujarati News

Gujarati News

News of Wednesday, 31st August 2016

થોડા હૈ, થોડે કી જરૂરત હૈ

એ તો મર્યાદા પુરૂષોતમ છે, બધુજ સહન કરી લે અને ખબરેય ન પડે તેમ સજા પણ કરી લે

ખોરાક, પાણી, ઉંઘ, આરામ, કસરત, મજા કે પીડા, દુઃખ, બિમારી જેવી જીવન સાથે જોડાયેલ બાબતો 'માપમાં'હોય ત્યાંજ સુધીજ શરીર તેને માણી કે સહન કરી શકે છે, વધી જાય એટલે હાથ ઉંચા કરી દે છે. : જે ખાઇએ, જેટલું ખાઇએ તે બધાનુ લોહી બની જતુ નથી, શરીર તો તેને ફાવે ત્યારે, ફાવે તેવું અને ફાવે તેટલું મળે તોજ તેમાંથી પુરતું અને સારૂ લોહી બનાવી શકે છે.

શરીરને પોતાના પોષણ, વિકાસ, જાળવણી અને રક્ષણ માટે રાત દિવસ હજારો કામ સતત કરવા પડે છે, આ ઉપરાંત આપણે સોપીએ તેવા અવળા-સવળા કામો પણ તેને કરવા પડે છે

શરીરના અમુક અંગો વિજળી વેગે કામ કરે છે અને અમુક અંગો ગોળકગાયની ધીમી ગતીએ પણ કામ કરે છે. અંગોનું ઉર્જા મેળવવાનું, ચાલ્યે રાખવાનું અને રીપેર થઇ જવાનું કામ આપણી સમજ બહાર છે, છતાં સાચુ છે.

કોઇ મદદવિના પોતાની મેળે ચાલતા અંગોના કામને 'ફીઝીયોલોજીકલ' કહેવાય છે. અને આપણી ઇચ્છા મુજબ ચાલતા અંગોના કામને 'ફીઝીકલ' કહેવાય છે. અંગોની રચના, જોડણી અને કામ કરવાની રીતો કુદરતે વિશ્વમય પમાડે તેવી અદ્દભૂત બનાવેલ છે વિજળી વેગે, સેકન્ડથી પણ ઓછા સમયમાં કામ કરી લેતા અંગોને કુદરતે તેમના કામ દરમ્યાન ક્ષણીક આરામ મળી જાય તેવી રીતો  પણ શીખવાડેલ છે. અંગોને તેમના કામના ભારણ મુજબ  કામ કરવાના પ્રમાણ અંગેની મર્યાદા પણ શરીરના સ્વાસ્થ્ય સાથે જોડીને આપી દીધેલ છે . આજ કારણોસર એકવાર ભરપેટ ભોજન લઇ લીધા પછી પ-૬ કલાક સુધી ફરી ભૂખ લાગતી નથી.

આપણી ઇચ્છા મુજબ ચાલતા અંગો પાસે 'સવળુ' કામ લેવાય ત્યારે  શરીરને હાલતું  ચાલતુ અને સ્વસ્થ સરળતાથી રાખી શકાય છ.ે પણ જો અંગો પાસે 'અવળુ' કામ કરાવીએ ત્યારે શીરીરની ઉર્જા વેડફાય છે, પ્રતીકાર શકિત ઘટે છે અને શરીરના બીજા કામો પણ ખોરવાય છે

આપણા ભોજનમાં મુખ્ય કાર્બોહાઇડ્રેટસ વાળી વાનગીઓ વધુ અને બાકીની પ્રોટીન-ફેટ-મીનરલ્સ વિટામીન્સ વાળી વાનગીઓ જરૂરી પ્રમાણમાં રહી ભોજનને સમતોલ  બનાવે તેવી હોય છે. પણ આપણી ગમતી-ભાવતી - ફાવતી વાનગીઓ પાછળ પડવાની આદતો 'ભોજન'નું સંતુલન બગાડી શરીરને ઓછી જરૂરની વાનગીઓ વધુ લેવડાવે છે અને જરૂરી હોય તેવી સાદી-સરળ વાનગીઓ ઓછી લેવાય છે કે રહી જાય છે. આવુ ભોજન ભરપેટ લેવાયા છતા શરીર પુરૂ પોષણ મેળવી શકતું નથી. આવા ભોજનની ભારે ચીજો શરીરની ઉર્જા વધુ વાપરે છે. પણ પોષણ એછું આપે  છે. પરીણામે આડા અવળા સમયે લાગતી ખોટી ભુખ જે હાથ આવ્યું તે ખવડાવી દે છે.  આવી આદતો શરીરનું પોષણ સંતુલન બગાડી શરીરની ઉર્જા અને શકિત ઘટાડી શરીરમાં થયેલ સામાન્ય બીમારીને પણ લંબાવતી રહે છે.

શરીર માટે બધા અંગો અગત્યના જ છ.ે પણ અંગના કામના પ્રકાર, કામનું પ્રમાણ કામ કરવાની ઝડપ અને અંગના અસ્તિત્વ સાથેના સીધા/આડકતરા સબંધ તે અંગોેની  જીવન માટે અગત્યતા  નકકી કરતા હોય છે.

. જીવન માટે સૌથી અગત્યનું શરીરનું અંગ આપણું શ્વશનતંત્ર છે બન્ને ફેફસા આ અંગના મુખ્ય ભાગો છે. ડાબીજમણી પાંસળીઓની સુરક્ષીત બખોલમાં ઉંધા વૃક્ષની જેમ ફેફસા ગોઠવાયેલા છે. બન્ને ફેફસાને છેવાડે લાખોની સંખ્યામાં સુક્ષ્મ ફગ્ગાઓ લોહીની સુક્ષ્મ નળીઓથી વિટળાયેલા હોય છે.

નાક વાટે લેવાતી હવા શ્વાસનળી મારફત બે ભાગમાં ફંટાયને બન્ને ફેફસાની છેવાડે આવેલ સક્ષ્મ ફુગાઓ પાસે પહોંચે ત્યારે આસપાસની નળીઓમાં વહેતા લોહીના રકતકણો શ્વાસની હવાના ઓકસીજન અને શરીરમા ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોકસાઇડની ઝપડથી અદલ બદલ કરી લે છે.

લોહીના રકતકણોમાં કુદરતે લાખો હેમોગ્લોબીનના સુક્ષ્મકણો મુકેલ હોય છે જે શરીર માટે ખુબ જરૂરી ઓકસીજન અને શરીરના નુકશાન કારક કાર્બન ડાયોકસાઇની અદલા બદલી એક સેકન્ડથી પણ ઓછા સમયમાં (૦.૩ સેકન્ડ) કરી લે છ.ે

. જીવન માટે શરીરનું બીજુ અગત્યનું અંગ આપણુ હૃદય છે. શરીરના અંગોને પોષકતત્વો, એન્ઝાઇમ્સ અને જરૂરી રસાયણો પહોંચાડવાનું તેમજ શરીરમાં ઉત્પન્ન થતા ટોક્ષીન્સને નિકાલ કરવાના સ્થાન સુધી પહોંચાડવાનું કામ હૃદયનું છે.

શરીરમાં ફરતા પ-લીટર જેટલા લોહીને પંપીપ કરીને ફોર્સથી આખા શરીરમાં ફરતું રાખવા હૃદયને દિવસમાં લાખો વાર ધબકવું પડે છે.

ફેફસા અને લીવર લોહીમાં જરૂરી પોષકતત્વો ઉમેરીને લોહીનું રાસાયણીક સંતુલીન જાળવી રાખે છે અને કિડની શરીરમાં વપરાયેલા લોહીને ફરી શુધ્ધ કરી આપે છે.

કુદરતે હૃદયને ખાસ પ્રકારના શકિતશાળી અને મજબુત  સ્નાયુંઓ આપેલા છે ઉપર બે, નીચે બે એમ ડાબા જમણા ચાર ખાનામાં હૃદય વહેચાયેલું છે

ડાબાજમણા, ઉપર નીચેના ખાનાઓ, એક પછી એક, તાલબધ્ધ અને સમયસર ફુલાયને લોહીથી ભરાય છે અને સંકોચાયને ફોર્સથી લોહીના જથ્થાને આગળ ધકેલતા રહે છ.ે શરીરની ઇલેકટ્રીકસીટી અને ખાસ કેમીકલ સ્ત્રાવના એકશન રીએકશન વડે હૃદયના ભાગો માત્ર ૦.૩ સેકન્ડ જેટલા ક્ષણીક સમયમાં સંકોચાય જાય છે. અને ૦.પ સેકન્ડમાં ફુલાય જાય છે  અને ધબકારા વચ્ચેના ક્ષણીક સમયનો હૃદય આરામ મેળવી લઇને અટકયા વિના જીવનભર, બસ ચાલ્યાજ કરે છ.ે

. જીવન માટે શરીરનું બીજુ અગત્યનું અંગ આપણું મગજ છે એક મહારાજાની જેમ સારાયે શરીરના તંત્રની ગતીવીધી અને હાલચાલનું નિયમન હૃદય કરે છ.ે શરીરના તમામ અંગોનું સંચાલન કરવાની સંપૂર્ણ જવાબદારી મગજે કરોડ રજજુને સોપેલી છે. સંચાલન માટે શરીર બે ભાગમાં વહેચાયેલું છ.ે ડાબુ અને જમણુ અને બન્ને ભાગો વાયફાયથી જોડાયેલા હોય તેમ ડાબા જમણા ભાગના તમામ અંગો સમન્વય, સહકાર અને ચીવટથી કામ કરતા રહે છે.  કરોડ રજજુના ડાબા અને જમણા ભાગે શરીરના તમામ અંગોના અલાયદા ''કન્ટ્રોલ સેન્ટરો'' આવેલા છે  જયાંથી અંગોની પોષણ, ઉર્જા, જાળવણી, રીપેરીંગ અને રક્ષણ જેવી બધી બાબતોનું મોનીટરીંગ થાય છે. શરીરના અતી મહત્વના શ્વસનતંત્ર, હૃદય, કિડની જેવા અંગોની જરૂરીયાતો અટકયા વિના મળતી રહે એ માટે તેમને એક કરતા વધુ કંટ્રોલ  સેન્ટરો સાથે લુપલાઇનથી જોડેલા છે જેથી અકસ્માત ઇજા જેવા આકસ્મિક બનાવના સમયે તે અંગનું જોડાણ બીજા કંટ્રોલ સેન્ટર સાથે ઓટોમેટીક થઇ જાય છ.ે

શરીરના બેચાર અંગોની રચના, કામની રીતો, ઝડપ અને અગત્યતા વિશે થોડુ જાણ્યા બાદ, આપણે બાહુબલી જેવા શકિતશાળી અને મર્યાદા પુરૂષોતમ જેવા વિવેકી શરીર સાથેના વ્યહારમાં થોડો સુધારો કરી શરીરના સ્વાસ્થ્ય, હાલચાલ અને મીજાજ અચુક સુધારી શકીશું.

(ડો.મારૂએ પ્રાકૃતિક સારવાર, આહાર અને પોષણ, પ્રીવેન્ટીવ એન્ડ પ્રમોટીવ હેલ્થકેર, વ્યાયામ, યોગ, ધ્યાન તેમજ અન્ય સહાયક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનો વિશેષ અભ્યાસ કરેલ છે)

રૂબરૂ મુલાકાત માટે સંપર્ક કરો.મો. ૯૪ર૮૮ ૯૪૭૯૪ (એપોઇન્ટમેન્ટ અગાઉથી લેવી જરૂરી છે)

અન્ના નેચરલ હાઇજીન એન્ડ

ઓલ્ટરનેટીવ થેરાપી સેંટર

ડૉ.એસ.કે.મારૂ   

c/o બકુલ લોઢવીયા ફીઝીયોથેરાપી સેન્ટર

''સંકલ્પ'' એપેક્ષ કલર લેમ્બની બાજુમાં સરદારનગર મેઇન રોડ, રાજકોટ 

સોમ થી શુક્ર   સ.૧૦ થી ૧, સાં. પ થી ૮ 

મો. ૯૪ર૮૮ ૯૪૭૯૪

 

(11:02 am IST)
  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST