Gujarati News

Gujarati News

News of Thursday, 16th April 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

એકમાત્ર ફરજ

''એક વસ્તુ દરેક વ્યકિતએ હમેશા જાળવવી જોઇએ- અને તે એકમાત્ર  જ ફરજ છે.-ખુશ રહેવું.''

ખૂશ રહેવાને ધર્મ બનાવી દો, જો તમે ખુશ નથી તો કઇક ખોટુ છે અને કઇક મોટા બદલાવની જરૂર છે.

માનવજાત પાસે ખૂશી એકમાત્ર જ માપદંડ છે બીજો કોઇ માપદંડ નથી. ખૂશી તમને સંકેત આપે છે.કે બધુ બરાબર ચાલે છે. દુઃખ તમને સંકેત આપેછે કે કંઇક ખોટુ થઇ રહ્યું છે અને કયાંક મોટા બદલાવની જરૂરી છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:41 am IST)