Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ફરીથી શરૂઆત કરો

''ફકત આસપાસ જુઓઃ જે કઇ પણ તમે કરી રહ્યા છો તે અંતિમ નથી. તેને ફરીથી ખોલો મુસાફરીની ફરીથી શરૂઆત કરો નવી વસ્તુઓ લાવો-કોઇવાર વિચિત્ર તરંગી કોઇવાર લગભગ પાગલપન જેવુ; આ બધુ જ મદદ કરશે.''

બધા જ શોધકોને પાગલ અને તરંગી લોકો માનવામાં આવ્યા છેતેઓ છે કારણ કે તેઓ મર્યાદાની બહાર જાય છે.તેઓ પોતાના  રસ્તાઓ બનાવે છે તેઓ બની ગયેલા રસ્તાઓ ઉપર કયારેય ચાલતા નથી, તે તેમના માટે નથી, તેઓ જંગલમાં જાય છે ત્યા ખતરો છે, તેઓ કદાચ ખોવાઇ પણ શકે તેઓ કદાચ ફરીથી ભીડ સાથે પાછા આવી પણ ના શકે તેઓ સમાજ સાથેનો સંપર્ક ગુમાવી દે છે.

તમે કદાચ કોઇવાર નિષ્ફળ જશો હું એવું નથી કહેતો કે તમે નિષ્ફળ નહી થાવ-નવુ કરવામા હંમેશા ખતરો હોય છે. પરંતુ તેના લીધે જ રોમાંચ આવશે અને તે રોમાંચ માટે જોખમ લેવા જેવું છે-- કોઇપણ કિંમત ચુકવવા છતા પણ તે મુલ્યવાન છે તેથી તમારા જુના કામમાં કઇક નવુ લાવો જેવી તે નવુ અને વિકસીત બને તે--યાંત્રીક ના બને પરંતુ જીવંત બને બધુજ બદલી નાખો અને કંઇક એકદમ નવી શરૂઆત કરો. એબીસી તરફ પાછા જાઓ અને એક કુંભાર બનો અથવા સંગીતકાર અથવા નૃત્યકાર અથવા રખડુ બનો બધુ જ કામ કરશે.

સામાન્ય રીતે મન હેવુ કહેશે કે આ ખોટુ છે.-- તમે હવે ઠરીકામ થઇ ચુકયા છો તમારૂ એક ચોકકસ નામ છે, એક-ચોકસ નામના છે અને ઘણાબધા લોકો તમને ઓળખે છે, તમારૂ કામ બરાબર ચાલે છે. અને તમારી આવક બરાબર છે શા માટે- ચિંતા કરવી ? તમારૂ મન આવુ કહેશે. મનને કયારેય નહી સાંભળો, મન તમને મૃતવત બનાવવામાં જ લાગેલું છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:16 am IST)