Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

વિશ્વસનીયતા

''જ્યારે તમે કોઇ વસ્તુનો ફકત મદદ કરવા માટે ઉપયોગ કરો છો, વિકાસ કરવા માટે નહી ત્યારે તે તેની જાતે જ મૃત થઇ જશે, એવી જ રીતે જેમ કોઇ છોડને અવગણવામાં આવે, પાણી ન આપવામાં આવે, તે મુરઝાઇ જશે અને નાશ પામશે. તેવી જ્યારે પણ તમે કોઇ બનાવ કરતુ જુઓ તો તેને બાજુમાં મુર્ક છે.''

જો તમે હસવાની શરૂઆત કરતા હો અને અચાનક તમને એવુ લાગે કે તે બનાવટી છે, અટકી જાઓ, હસતા-હસતા વચ્ચે પણ, તમારા હોઠને આરામ આપો અને તે વ્યકિતની માફી માગો તેમને કહો કે તે બનાવટી હાસ્ય હતુ અને હુ દિલગીર છુ જો- ખરેખર હાસ્ય આવે તો તે બરાબર છે. જો તે ના આવે તો પણ બરાબર છે. તમે શુ કરી શકો ? જો તે આવે છે તો આવે છે. અને નથી આવતુ તો નથી આવતુ તમે જબરજસ્તી ના કરી શકો.

હું એવુ નથી કહેતો ક ેસામાજીક પરંપરાઓમાંથી નીકળી જાઓ,  હું એમ કહું છું કે દર્શક બની રહો અને જો તમારે ખોટુ બનવુ પડે તો પણ કોશપૂર્વક બનો. સામેવાળો વ્યકિત તમારો બોસ છે અને તમારે હસવુ પડે તેમ છે, તે બનાવટી છે તેવુ જાણીને હોસપૂર્વક હશો. બોસને છેતરાવા દો- તમે તમારા હાસ્યથી છેતરાવા ના જોઇએ, એ જ સમજવાનું છે. જો તમે- હોશ વગર હસસો, બોસ કદાચ છેતરાશે નહી કારણ કે બોસને છેતરવા અઘરા હોય છે- પરંતુ તમે કદાચ છેતરાઇ જશો તમે તમારી જાતને પાછળ રાખો અને વિચારો કે તમે સંપૂર્ણ પણે બરાબર છ.ે

તેથી જો કયારેક તમને એવુ લાગે કે તે જરૂરી છે-કદાચ તે જરૂરી પણ હશે. જીવન ગુંચવણભર્યું છે અને તમે એકલા નથી ઘણી બધી વસ્તુઓ તમારે કરવાની છે કારણ કે આખો સમાજ બનાવટ ઉપર જીવે - તો બનાવટ પણ હોશપૂર્વક કરો. પરંતુ તમારા સબંધોમાં જ્યા તમે સાચા બની શકો છો. ત્યા બનાવટને આવવા ના દો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:06 am IST)