Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

શ્રાવણ સત્સંગ

વિકટ દુઃખદ સ્થિતી વચ્ચે પણ મીરા તો કૃષ્ણમય જ રહ્યા ...!

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, હરે હરે..

હરે રામા, હરે રામા, રામ, રામ, હરે હરે...!!

રામ અને કૃષ્ણ ઇશ્વરના આ બંને નામ ખૂબ સુંદર છે એક સત્ય મૂર્તિ અને એક પ્રેમ મૂર્તિ બેઉ મળીને એક જ હ્ય્દય મંદિરમાં તેની સ્થાપના કરો...!  એટલે સર્વ બંધન તૂટશે, ઈશ્વરનું નામ અવશ્ય પતિતને પાવન કરનારૂ અને પુણ્યવાન ને માંગલ્ય બક્ષનારું છે

ભકિત ચારિત્ર્ય અને સંતની નિર્મળ યાત્રા રૂપ હતા. ં મીરાબાઈ ગમે તેવી દુઃખદ વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ મીરાં તો કૃષ્ણમય  જ બની રહ્યા હતા.

 મારવાડના રાવ દુદાજીના તે પૌત્રી હતા. દાદા દુદાજી ચુસ્ત વૈષ્ણવ હતા એટલે રાજકુમારી મીરાંબાઈને બાળપણથી  જ વૈષ્ણવ ધર્મ અને ગિરિધર ગોપાલ ભકિતના સંસ્કાર મળ્યા હતા

એકવાર મીરા એ એની માતાને પૂછ્યું મારો પતિ કોણ...? મારો વર કોણ... ?  તેની માતા તેની સામે રહેલી શ્રીકૃષ્ણની મૂર્તિ બતાવીને કહ્યું મીરા... આ તારો વર શ્રી કૃષ્ણ ગિરીધર ગોપાલ...! એમ કહીને તેમણે નાનકડી મીરા ના હાથમાં શ્રીકૃષ્ણની મૂર્તિ આપી દીધી...!

 અને ત્યારથી મીરાંબાઈને શ્રીકૃષ્ણની ભકિત લાગી ગઈ અને કૃષ્ણ ભકિત કરતાં કરતાં કૃષ્ણમય બની ગયા..

મીરાબાઈ મોટા થયા તેમના લગ્ન રાણા સંગના પુત્ર ભોજ સાથે થયા

વારંવાર ભકિત કરવા છતાં કે પ્રાર્થના કરતા છતાં ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળતા નથી એવું દ્યણી વાર આપણને લાગે છે પણ જો તે આપણા હિતમાં ન હોય તો પ્રભુ આપણી માગણી સ્વીકારતા નથી .ભગવાનના ભકતો ના જીવન બાહ્ય રીતે જોતાં જ દુઃખી જણાય છે...!

મીરાબાઈના પતિ ભોજનું થોડા સમયમાં મૃત્યુ થયું મીરાબાઈ વિધવા થયા... અને રાણાસંગનો નાનો પુત્ર અને ભોજનો નાનો ભાઈ વિક્રમસિંહ રાજગાદી આવ્યો. તેને મીરાબાઈ સાધુ સંતો ના સમૂહમાં રહેતા બિલકુલ પસંદ ન હતું .તેને મીરાબાઈ ને ખુબ ત્રાસ આપ્યો.  એવી જ રીતે નણંદનો ત્રાસ પણ વધતો ગયો તેમને મારી નાખવાના પણ પ્રયત્નો થયા... અને.. અંતે મીરાબાઈ રાજકુટુંબનો વૈભવ છોડીને, તથા સંસારના બંધન છોડી દઈને, મેવાડનો ત્યાગ કર્યો ...! અને પછી તેમણે સાધુ જીવન સ્વીકાર્યુ. તેમને અપાર દુઃખ પડ્યું છતાં મીરાંબાઈએ મક્કમતા હિંમત અને વીરતાથી એ વિષમ પરિસ્થિતિ સહન કરી. અને છેલ્લે મેવાડથી દ્વારીકા જતા રહ્યા...! આ બધું દુન્વયી  રીતે કેટલું બધું દુઃખદાયક છે. પણ આવી સ્થિતિમાંય મીરા કૃષ્ણમય  જ રહ્યા...! તેને આ બધું દુઃખ સ્પર્શનું તું  હતું. આ બધાને લઈને તેની ભકિત વધુ ઉત્કૃષ્ટ બની હતી . શ્રીકૃષ્ણના વિરહમાં સંકટનું વિષ પીતા પીતા તેમને જે પદો ભજનો અને કવિતા બનાવી તે આજે અમર છે...! મીરાંની સ્ત્રી સહજ વિવશતા મધુરતા સરળતા અને કોમળતા તેમના ભજનો અને કવિતામાં છે.

 મહર્ષિ વશિષ્ઠ એ કહ્યું છે ..

સંવિત્સ્યન્દો મનઃ સ્પંદ એન્દ્રીયસ્પન્દ એવમ!

એતાની પુરૂષર્ત્થસ્ય રૂપાણ્યેભ્યોઃફલોદયઃ !!

એટલે કે સંસ્કાર સ્ફુરણા , વિચાર નિર્ણય ઈચ્છા પ્રયત્ન અને પ્રાપ્તિ સર્વ બીજમાંથી પુષ્પ અને તેમાંથી ફળ એમ પુરુષાર્થની જ જુદી જુદી સ્થિતિઓ છે અને એ સ્થિતિઓ જેવા પ્રકારની હોય છે તેવું જ ફળ છેવટે મળે છે .કુદરતના અને જીવનના મુખ્ય નિયમોનું જ્ઞાન માનવીએ જેટલું વધારે મેળવ્યું હોય  છે તેટલો તે સંસ્કારોમાં સમજણમાં આદર્શ માં શ્રદ્ઘામાં ભાવનામાં અને સામર્થ્ય તથા સફળતામાં વધારે ઉન્નત અને વિશાળ બને છે

બાહ્ય વસ્તુસ્થિતિમાં સદબુદ્ઘિ અને સુખ-સમૃદ્ઘિવાળો રહેવા છતાં અનિતીવાન મટીને યોગ્ય પ્રયત્નો દ્વારા ઔદાર્ર્ય પૂર્વક વસ્તુસ્થિતિ મેળવવા વાળો બને છે. પછી તે ઈચ્છા લોક ભોગ નાસ વગેરેનો અનુભવ લઇ સુખદુઃખ રૂપતાનો નિર્ણય કરી સત્ય સુખની આકાંક્ષાવાળો અને શોધ કરવાવાળો જિજ્ઞાસુ બને છે.

 જ્ઞાનની ્દ્રઢતા તેને જિજ્ઞાસુમાંથી ચારિત્રયવાન ,મુમુક્ષ અત્યંત શ્રેષ્ઠ એવા જીવન-મુકિતની સ્થિતિએ પહોંચાડે છે અજ્ઞાન પૂર્વકની બાદશાહી કરતાં જ્ઞાન પૂર્વકની નિર્ધનતા ચડિયાતી કહેવાય છે એ ભોળાનાથ સદાશિવ કૃપા કરો.. કૃપા કરો...

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:52 am IST)