Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોેડીટેશન

અજ્ઞાની બની રહો

''ડર માટે કોઇપણ અભીગમન ના બનાવો, હકીકતમાં તેને ડર કહો જ નહી જે ક્ષણે તમે તેને ડર કહો છો, તમે તેના વિશે એક અભીગમ બનાવી લો છો.''

આ એક સૌથી મહત્વની વસ્તુ છે-વસ્તુઓને નામ આપવાનું બંધ કરવું ફકત લાગણીઓને તે જે રીતે છે તેમ જુઓ તેને થવા દો અને તેને કોઇ નામના આપો-અજ્ઞાની બની રહો અજ્ઞાનતા એક અદ્દભૂત ધ્યાનની અવસ્થા છે. અજ્ઞાની બની રહેવા ઉપર ભાર આપો અને મનને તે અવસ્થા બદલવાનો મોકો ના આપો મનને ભાષા અને શબ્દો, નામ અને શ્રેણી વાપરવાના છે કારણ કે તેનાથી જ આખી પ્રક્રિયાની શરૂઆત થાય છે. એક વસ્તુ બીજી વસ્તુ સાથે જોડાયેલ છે અને પછી તે આગળ અને આગળ વધતુ રહે છે.

ફકત જુઓ--તેને ડરના કહો, ભય અને ધ્રુજારી--અનુભવો--- તે સુંદર છે ખૂણામાં છુપાઇ જાઓ, ચાદરની નીચે જતા રહો પ્રાણીઓ ભયભીત થઇને જે કરે છે તે કરો જો તમે ડરને તમારા કબજો લેવા દેશો, તમારા રૂવાડા ઉભા થઇ જશે ! તેથી પહેલી વખત તમને ખબર પડશે કે તે કેટલી સુંદર ઘટના છે. આ ગરબડમા, આ વાવાઝોડામાં પહેલી વાર તમને ખબર પડશે કે તમારી અંદર હજુપણ એક એવુ બિંદુ છે જે સંપૂર્ણ પણે મુકત છે. ડરની તેના પર કોઇ જ અસર નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:14 am IST)