Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

યા દેવી સર્વભુતેષુ : શકિતરૂપેણ સંસ્થિતાઃ

નવરાત્રી પર્વમાં કુમારિકા પૂજનનું મહત્વ

ભારતીય સંસ્કૃતિ, પરંપરામાં કુમારીકાનું પૂજનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.

શકિત ઉપાસકો દ્વારા નવરાત્રી દરમિયાન વિશેષ નિયમોનું પાલન કરવામાં આવે છે. અને તેમાં પણ ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રીની અષ્ટમીએ કુમારિકાનું પૂજનનું સવિશેષ મહત્વ જોવા મળે છ.ે

અનેક સાધકો અને ઉપાસકો પોતાની સાધના દરમિયાન માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના પ્રયોગો અને વિધિવિધાન કરતો હોય છે.

ભારતીય સંસ્કૃતીમાં મહિલાને સંપૂર્ણ આદર અપાયેલો છે તેના વિવિધ સ્વરૂપો પણ છે.અને તેમાંનું એક સ્વરૂપ કુમારીકા દેવીનું છે.

નવરાત્રીમાં કુમારિકાઓનું પૂજન, ભોજન, અને યોગ્ય ભેટ સોગાદ સાથે આ સમગ્ર વિધિ કરવામાં આવે છે. અને એમ મનાય છે કે કુમારિકા પૂજન પૂર્ણ થયા બાદ સાધનાની સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

શકિત પૂજાનું પરાપૂર્વથી મહત્વ રહ્યું છે. નવરાત્રીમાં શકિત ઉપાસકો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવે છે.

નવરાત્રી પર્વએ શકિત આરાધનાનું મહાન પર્વ છે. માતાજી આમ તો પોતાના ભકતો પર હંમેશા કૃપા રાખતા હોય છે પરંતુ નવરાત્રીના પર્વમાં માતાજીની કૃપા પ્રાપ્ત કરવાનું વધુ સરળ બને છે.

એમ કહેવાય છે કે નવરાત્રીમાં માતાજી ધરતી પર વિચરણ કરતા હોય છે. એટલે પોતાના ભકતજનોને તેમની મનોકામના અનુસાર કૃપા વરસાવે છે.

દુર્ગેસ્મૃતા હરસિ ભીતી યશેષ જન્તો

સવર્સ્થે સ્મૃતા પતિમતિવ શુભમ્ દહાસિ,

દારિદ્રય-દુઃખતા મહારિણી કા ત્વદન્યા

સર્વો પકાર કરણાય સહાદચિત્તા

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:06 am IST)
  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST

  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST

  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST