Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પવિત્ર શ્રાવણ માસ

ચૈતન્ય શકિત સ્વરૂપ ભોળાનાથ મહાદેવ

ભોળાનાથ મહાદેવ-દેવાધિદેવ સદાશિવ તુરતમાં જેઓ સંતુષ્ઠ થાય છે, જલ્દી સંતોષ પામે છે તે આશુતોષ મહાદેવ, ચંદ્રબીજના ચંદ્રને ધારણ કર્યો એટલે ચંદ્ર મોૈલી કહેવાયા.

પીનાક ધનુષ્ય ધારણ કરે છે, એટલે તેઓ પિનાકપાણી કહેવાયા, વળી ભુતોના નાથ ભુતનાથ, નૃત્યના રાજા નટરાજ.

સમુદ્રમંથન વખતે જેમણે ઝેર પીધુ હતુ માટેતેઓને નિલકંઠ મહાદેવ પણ કહેવામાં આવે છે.

આવા ભોળાનાથ મહાદેવ નિર્વિકલ્પ છે નિરાકારરૂપ છે. સર્વત્ર સર્વ ઇન્દ્રિયોમાં તેમનો વાસ છે.

મહાદેવજી અજન્મા છે, તેઓ સમગ્ર સૃષ્ટિના પિતા છે, શિવ સ્વરૂપમાં સાકાર અને શિવલીંગ સ્વરૂપમાં નિર્ગુણ નિરાકાર છે.

દેવાધિદેવ મહાદેવનું સારૂ યે કુટુંબ પૂજાય છે. જેમાં શ્રી ગણેશજી-રિધ્ધિ-સિધ્ધિ લાભ-શુભ કાર્તિકેયજી, દેવીમા-પાર્વતી, ભૈરવી ની પૂજા પ્રાર્થના ઉપાસના થાય છે.

સર્વદેવોના સુપ્રિમો સમાન ભોળાનાથ સ્વયંભુ છે, સમગ્ર દેશમાં જુદા જુદા સ્થળોએ સ્વયંભુ જયર્તિલીંગ છે. જેમાં સોમનાથ મહાદેવ, મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર, રામેશ્વર, નાગેશ્વર, વિશ્વેશ્વર, ત્રંબકેશ્વર, કેદારેશ્વર, અને ઘુશ્મેશ્વર મહાદેવ બીરાજે છે.

ભોળાનાથની પૂજા પ્રાર્થના આરાધના દરમ્યાન મહાદેવજીને બીલીપત્ર એક લોટી પાણી, દૂધ, ચંદન અને એક ફુલ ચડાવો એટલે. તેઓ ખુશ થઇ જાય છે અને પોતાના ભકતો પર રીઝે છે.

ઁ નમઃશિવાય, ઁ નમઃશિવાય,ઁ નમઃશિવાય, નો જપ સોમવારે, કે શ્રાવણમાસ દરમ્યાન કરવો જોઇએ આ મંત્ર ચૈતન્ય શકિત સ્વરૂપ છે. ભોળાનાથ મહાદેવનો મહિમા જાણીને તેમની સ્તુતિ કરવી યોગ્ય છે.

મહાદેવજી સંસારની સર્વ સંપતિના સર્જનહાર છે, તેઓ સ્મશાનવાસી હોવા છતાં ત્રણેય લોક ના નાથ છે.

ઉગ્ર અને ભયંકર રૂપ ધારણ કરવા છતાં તેઓ મહાકલ્યાણકારી છે.કલ્યાણ સ્વરૂપ, પ્રેમસ્વરૂપ, જયાં કલ્યાણ કરવાની ભાવના અને પ્રેમની ભાવનાનાો સંયોગ હોય ત્યાં નૈસર્ગીક શત્રુતા પણ ન રહે.

શિવતત્વ ગુંઢ અને ગહન છે. શિવ પરિવાર મંગલકારી છે.

'' તવ તત્વં ન જાનામિ,કિદ્ર શોશિ મહેશ્વર :

આદ્રશોસિ મહાદેવ તાદ્રશાય નમો નમઃ ''

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:33 am IST)