Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

આ જાગ્રત ચેતનાઓ એટલા જોરથી તમને હચમચાવે છે, તમને તમારી નિદ્રામંથી જગાડવા માટે ઢોલ પીટે છે અને કહે છે- તમે જે કોઇ રહ્યા છો તે સપના છે. જાગો ! આંખ ખોલો ! તમારા માટે આ બધી વાતો સાંભળવાનો સમય નથી હોતો તમે નારાજ થાઓ છો અને તેથી બદલો લો છો.

પહેલી વાત સમજો-ધર્મ કહે છેઃ જાગો ! જાગ્રતતા ધર્મનું મૂળ સૂત્ર છે. સૂતેલા લોકોની ભીડ અને જાગ્રત ચેતના વચ્ચેનો તાલમેલ તૂટી જાય છે.મુર્છિત માણસ કંઇક જુદી જ રીતે વિચારે છે - તેના મુલ્યો ભિન્ન, તેની તર્કસરણી, તેની તર્કવ્યવસ્થા ભિન્નઃ તેનું લક્ષ્ય ભિન્ન તેની જીવનશૈલી ભિન્ન !

આ જાગ્રત ચેતના કોઇ બીજી જ દુનિયાની વાત કરે છે.- તે દુનિયામાં ધનનું મૂલ્ય જ નથી જયારે મૂર્તિ માણસની દુનિયામાં માત્ર ધનનનું જ મુલ્ય હોય છે. આ જાગ્રત ચેતના એવી દુનિયાની વાત કરે છે જયાં અહંકાર હોતો જ નથી, જ્યારે મૂર્તિ લોકોની દુનિયામાં અહંકાર જ કેન્દ્રમાં હોય છ.ે જેના પર તેમનું જીવનચક્ર ફર્યા કરે છે. આ મૂર્છિત લોકો અને જાગ્રત ચેતના વચ્ચે સંઘર્ષ થાય છે.

કોઇને કોઇ ખૂણામાંથી પરમાત્મા જાગ્રત ચેતના દ્વારા તમને પોકારે છે. પરમાત્મા કયારેય નથી હારતો તમારાથી કંટાળતો પણ નથી. તમારી ઉપેક્ષા નથી કરતો. તમે ગમે તેટલા દૂર ભટકી જાઓ.... તમારૃં આવું દરેક પગલું તેના માટે આવાહન છે. તે ફરી ફરી આ વિરાટ અસ્તિત્વમાં અવતરિત થાય છે.

કૃષ્ણએ ગીતામાં કહ્યું છે ?-'હું ફરી ફરી આવીશ સંભવામિ યુગે યુગે' 'જ્યારે જ્યારે અંધકાર ફેલાયો હશે. જ્યારે જ્યારે લોકોનું મન ધર્મ પ્રત્યે ગ્લાનિથી ભરાયું હશે. અને જ્યારે જ્યારે શુભ પર અશુભની પ્રતિષ્ઠા થશે અને જ્યારે જ્યારે સજજનને દુર્જન સતાવશે ત્યારે હું આવીશ.'

આ કૃષ્ણનું અંગત વચન નથી, કૃષ્ણ ધર્મ તરફથી બોલી રહ્યા છે. એવું નથી કે કૃષ્ણ સ્વયં આવશે પરંતુ આ વિરાટના કોઇ ખૂણામાંથી ધર્મ પુનર્જીવિત થશે, વિદ્રોહ થશે. કોઇને કોઇ ચેતના, મુર્છિત લોકો વચ્ચે જાગ્રત થશે અને કયાંકથી ધર્મનું કિરણ ફરીથી અવતરશે.

ધર્મ ન તો અસ્ત પામે છે કે, ન તો તેને વિલીન કરી શકાય છે.

જે જીવનમાં ઉચ્ચતા તરફ જોતો નથી તે અજાણપણે, અનિચ્છાએ નીચો પડે છે

ઇચ્છાઓ દરિદ્ર બનાવે છે અને એનાથી ઘેરાયલું ચિત્ર ભિખારી થઇ જાય છે.

જેનો આપણે સ્વીકાર કરી લઇએ છીએ તે આપણને પીડા પહોંચાડવામાં અસમર્થ બની જાય છ.ે

વિચારને છોડો અને નિર્વિચાર જ રહો, તો તમે જ્યાં છો ત્યાં જ પ્રભુનું આગમન થશે.

જેને જાણતા નથી  તેને શોધશો કેવી રીતે ? અને શોધવાથી નહીં પણ પોતાની જ અંદર શાંતિ પામવાથી એને પ્રાપ્ત કરી શકાય છે.

જે જાણે છે તે પોતે જ મંદિર બની જાય છે.

ખૂબ તથ્ય જાણવાથી નહીં પરંતુ સત્યની એક નાની સરખી અનુભૂતિથી જીવન પરિવર્તન પામેે છે.

પ્રેમને વિચારો નહીં, જીવો. મૃત્યુ સામે અભય બનવું એ જ જીવને જાણવા અને પ્રાપ્ત કરવા બરાબર છે.

અજ્ઞાનનું ભાન જ્ઞાનનું પ્રથમ ચરણ છે.

અહંકાર પ્રેમનો અભાવ છે અને જે જેટલો અહંકાર છોડે છે તેટલો પ્રેમથી ભરાય છે.

જયારે અહંકાર પૂર્ણ રીતે શૂન્ય થાય છે, ત્યારે પ્રેમ પૂર્ણ થઇ જાય છે. આવો પ્રેમ જ પરમાત્માના દ્વારની સીડી છે.

પોતાના હાથે  જ દીનહીન બની રહેવું એનાથી મોટું કોઇ પાપ નથી. વિચાર પર જ રોકાયેલા ન રહો. ચાલો અને કંઇક કરોઙ હજાર માઇલ ચાલવાના વિચાર કરતા એક કદમ ચાલવું તે વધારે મુલ્યવાન છે કારણ કે તે કયાં પહોંચાડે છે. પ્રેમનો અભાવ ભય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:09 am IST)
  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST

  • ભરૂચ-સુરત નવસારી જળબંબોળ :ગીર-સોમનાથ પંથકમાં 9 ઇંચ ખાબક્યો access_time 9:22 pm IST

  • રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ :ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા:.જસદણની ભાદર નદીમાં ઘોડાપુર :નવા નીરને વધાવવા ટોળા ઉમટી પડ્યા access_time 11:24 pm IST