Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

સંકલ્પનો અર્થ થાય છે- મારા દ્વારા જ થઇ શકે છે. મારા વગર કંઇ જ થઇ ન શકે. પ્રયત્ન સર્વ કંઇ છે.

સમર્પણનો અર્થ થાય છ- પ્રસાદ જ સર્વ કંઇ છે. મારા કરવાથી શું વળશે ? પ્રભુ કરશે તો જ સંભવશે. હં તો પોલો વાંસ છું. પરમાત્મા ગાશે તો વાંસળી ક્રાંતિ સંભવે છે.

અહંકાર માને છે - 'હું આમ કરીને બતાવી દઉં, તેમ કરીને બતાવી દઉં.' પરંતુ કર્તા તો કોઇ બીજું જ છે. તમે નહિ કરોતો પણ જે થવાનુ઼ હશે તે જ થશે. તમે કરશો તો પણ જે થવાનું હશે તે જ થશે. તમે કારણ વગર બોજો લઇને ફરો છો.

બધું પરમાત્માના હાથમાં છે. તેના હાથ તો ચારે તરફ ફેલાયેલા છે. માટે તો હિન્દુઓએ તેને સહસ્ત્રબાહુ કર્હ્યો છે. તેના તો અનંદ હાથ છ.ે

તમે તમારા અહંને જરા છોડો તો તેનો હાથ તો સહાય કરવા સદા ઉપલબ્ધ છે. તે જ તો તમને સંભાળી રહ્યો છે.

અહીં સર્વ કંઇ સંયુકત છ.ે આ સમગ્ર અસ્તિત્વ એકજ લયબધ્ધતામાંં ચાલી રહ્યું છે તમે સ્વયંને ભિન્ન માનો છો તે જ છે અહંકાર. તમે જો તમારી જાતને અસ્તિત્વ સાથે એકરૂપ માનો તો તે છે સમર્પણ !

તમારા અંતરમાં તે જ ટકશે જે શાશ્વત સાથે સંયુકત છે. તમારા અંતરમાં તે જ ટકશે જે સમષ્ટિનું અંગ છે. તમે જે કંઇ ભિન્ન માની લીધું છે. નિજી માની લીધું છે તે મિથ્યા છ.ે

નિજતા અસત્ય છે સમગ્રતા સત્ય છ.ે

નિજતાને દૃઢપણે પકડી રાખવી, તે જ છે અહંકાર ! નિજતાને છોડી દેવી, અસ્તિત્વના પ્રવાહમાં વહી જવા દેવી. વિરાટના આ નૃત્યનું એક અંગ બની જવું. સાગરની એક લહેર બની જવું-તે જ છે સમર્પણ ! સમર્પણ ભકિતનો સાર છે.

એ સત્ય હકીકત છે કે જયારે પણ કોઇ વ્યકિતમાં પરમનું અવતરણ થાય છ ત્યારે તેની છાયામાં પરમાત્માની આભા હોય છે. તેના શબ્દોમાં શૂન્યનું સંગીત હોય છે.તેની આંખોમાં હૃદયના તરંગો હોય છે.

જે અદ્રશ્ય છે અને જે ને સ્પર્શી નથી શકાતું તેની ઝાંખી થાય છે અને તેનો સ્પર્શ અનુભવાય છે તેના સંપર્કમાં તમે આનંદમગ્ન થઇ જાઓ છો. તમે તેની સાથે કોઇ પણ વિદ્રોહ કરવા માટે ઉત્સુક થઇ જાઓ છો. તમે તેના પ્રભાવમાં બધું જ દાવ પર લગાવવા..જુગારી બનવા તૈયાર થઇ જાઓ છો. તમે કોઇ પણ હિસાબ કરવા નથી  માંગતા.

જાગ્રત પુરૂષનો સંસ્પર્શ એવો હોય છે કે તમારા દર્પણની ધૂળ ખરી પડે છે અને તમામરા દર્પણમાં તે જ દેખાવા લાગે છે. જે વાસ્તવ હોય છે.ે અને ત્યારે તમે તમારા સંસ્કારને છોડી દો; સમાજને છોડી દો છો, સંસ્કૃતિને, સભ્યતાને છોડી દો છો.

સમ્યકપણે વર્તમાનમાં જીવવું જ છે ધર્મ ! અને ધર્મ સૌથી મોટો વિદ્રોહ છે કારણ કે ધર્મનું મુળ સૂત્ર શું છે. ? જાગો ! આ દુનિયામાં સુતેલા લોકોથી ભરેલી છ.ે આ સુતેલા લોકોએ જ પોતાની નિદ્રાની વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે તેવા નિયમો બનાવ્યા છ.ે જે કોઇ વ્યકિત જાગશે તેના પર આ સુતેલા લોકો નારાજ જશે. તેઓ તેનો પ્રખર વિરોધ કરશે. કારણ કે જાગ્રત વ્યકિત તેમની નિદ્રામાં ખલેલ પહોંચાડવા લાગશે.

જયારે આ વિરાટ અસ્તિત્વમાં કોઇ જાગ્રત થાય છે ત્યારે તેની હયાતિ દુર દૂર સુધી ખલેલ પહોંચાડે છે- ન જાણે કેટલાય લોકોની મુર્છામં ભંગ પડવા લાગે છે. ન જાણે કેટલાય લોકોના સપનાઓ વિખેરાવા લાગે છે...

નહિ તો ઇશુને શા માટે શૂળી પર ચડાવ્યા અથવા સોક્રેટિસને શા માટે ઝેર આપ્યું ? તે લોકોને પોતાની મુર્છાની રક્ષા માટે આ કરવું પડયું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:17 am IST)
  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST

  • જૂનાગઢમાં ધોધમાર વરસાદ : જોષીપુરા વિસ્તારનો રસ્તો બંધ access_time 6:34 pm IST

  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST