News of Monday, 11th June 2018

પુરૂષોતમ -સ્તવન

ત્યાગથી જ શાંતિ પ્રાપ્ત થાય

ગીતા વેદ ઉપનિષદના તત્વજ્ઞાનથી સભર

માનવી હંમેશા ગીતાના અભ્યાસ દ્વારા આસકિત રાખ્યા વિના નિષ્કામ ભાવથી કર્મો કરે તો જીવનમાં સુખી થાય છે.

ગીતાજીમાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનના માધ્યમ દ્વારા સોૈને પ્રેરણા અને માર્ગદર્શન આપેલ છે. વેદ અને ઉપનિષદનો તમામ સાર તેમાં આવી જાય છે.

ગીતાજીમાં જન્મ, મૃત્યુ, આત્મા, પરમાત્મા, કર્મ, ભકિત વિષે સરળ અને સચોટ રીતે કૃષ્ણ ભગવાને સમજાવ્યુંછે.

ગીતાજીમાં અધ્યાય ત્રીજો કર્મયોગ અને અધ્યાય ચોથો જ્ઞાનકર્મ સન્યાસ યોગમાં કર્મ એટલે કે કર્તવ્ય વિષે સમજ આપવામાં આવી છે.

અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાનથી યે કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. અને આવા ત્યાગ થી જ શાંતિ પ્રાપ્ત થાય છે.

ભગવાન શ્રી કૃષ્ણએ કર્મ, અકર્મ, વિકર્મના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. કર્મ એજ ધર્મ છે અને કર્મ એજ ધર્મનો મર્મ છે માટે.. સારા..કર્મોકરો.. આ ત્રણ શબ્દ અને અક્ષરમાં જગતના તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે.

વાવો તેવું લણો, અને કરો તેવું પામો, માટે જીવનમાં સુખ શાંતિ જોઇતી હોય તો સદભાવના વિકસાવો, સદકર્મો કરો. અને સર્વકર્મો પ્રકૃતિના ગુણો વડે જ કરાય છે. કોઇપણ અપેક્ષા વગર જ જે કર્મ કરે તે સન્યાસી કે યોગી છે. અને શુભકર્મો કરનારો કોઇપણ માનવી દુર્ગતિ પામતો નથી.

પરમકૃપાળુ પરમાત્માએ કહ્યું છે, કર્મફળ ત્યાગી, તું કર્મો કરીશ તો સંપૂર્ણ મૂકત થઇને તું મને પામીશ, જે મારા માટે કર્મ કરે છે તે સિધ્ધિ પામે છે.

ગીતા વેદો અને ઉપનિષદોના તત્વજ્ઞાનથી સભર છે આ તત્વજ્ઞાનને જો ગાયનું સ્વરૂપ સમજીએ તો આ ગાયનું દૂધ તે આ ગીતા.. અને ગાયને દોહનાર દેવકીનંદન  શ્રીકૃષ્ણ છે, અને અમૃતરૂપી દૂધને પીનાર અર્જુન છે.

શ્રીકૃષ્ણ સ્વયં એક મંત્ર છે. તેમની સેવા પૂજા, અર્ચના, ભકિત એ એક જ કર્મ છે. પણ તે માટે શ્રી કૃષ્ણ માટે અતુટ શ્રધ્ધા અને ભકિતભાવ હોવા જરૂરી છે. ભગવત ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણનું હ્યદય અને શ્વાસ છે. અને ભકતજન પોતાના સ્વાભાવિક કર્મોથી પ્રભુ પરાયણ થઇને પરમગતિ ને પામે છે.

તારી આશાની છાંયે જે કોઇ બેસે

 તેને હરી તું સંભાળજે...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:18 am IST)
  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST

  • ખાંભાના નવા માલકનેશ વાડીની ઓરડી માં સુતેલી દીકરીને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરીની માં પર દીપડા નો હુમલો.:મહિલાને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાઈ access_time 10:27 pm IST

  • બિહારમાં દારૂબંધી મામલે નીતીશકુમારની સરકારનો યુ ટર્ન :મકાન જપ્તી અને ધરપકડ મુદ્દે મળશે રાહત :દારૂબંધી કાયદામાં સંશોધન બિલને કેબિનેટે આપી મંજૂરી :ચોમાસુ સત્રમાં વિધાનસભામાં રજૂ કરાશે :જ્યાં પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે ;સંશોધનમાં સામુહિક દંડની જોગવાઈને પણ રદ કારાઈ છે access_time 1:17 am IST