Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પુરૂષોતમ -સ્તવન

હે ! કૃષ્ણ તું તો નોંધારાનો આધાર

અને ચમત્કાર દેખી લોકોને અચંબો થયો

ઓરિસ્સામાં ભગવાન જગદીશશ્વરનો જયાં વાસ છે. તે વિસ્તારને પુરૂષોતમ ક્ષેત્ર કહે છ. આ પુરૂષોતમ ક્ષેત્રમાં ગોવિંદપુર નામનું ગામ આવેલું છ.ે આ ગામમાં એક વણીક રહેતો હતો. તેનું નામ ગંગાધર હતું. ગંગાધરની પત્ની સતિ સાધ્વી હતી તેનું નામ હતું શ્રીયા.

ગંગાધર અને શ્રીયા બંને કૃષ્ણ ભકત હતા. પ્રમાણિકતાથી વેપાર કરીને જે કાંઇ મળતું તેમાં તેનું  ગુજરાત ચલાવતાં હતાં આવાં પરમ પવિત્ર ભકતને શેર માટીની ખોટ હતી, એથી શ્રીયા જયારે બહાર નીકળતી ત્યારે તે વાંઝણી હોવાથી કોઇને સામે મળે તો વાંઝણીનું અપશુકન થવાની, સારા કામે જનારા પાછા વળી જતાં, શ્રીયાને મનમાં ખુબ જ દુઃખ થતું.

એક દિવસ શ્રીયા બહાર જતી હતી સામે એક બે સ્ત્રીઓ મળી, શ્રીયાને જોઇને પાછી વળી, તેમાંથી એક બોલી આ વાંઝણી કયાંથી સામી મળી ? સાંભળીને શ્રીયા ઘેર આવી ખુબજ રડવા લાગી ગંગાધર શેઠ ઘરમાં હતા શ્રીયાને રોતી જોઇને બોલ્યાં કેમ રડો છો સતી ...!

હવે મારાથી વાંઝીયા મેણું સહન થતું નથી. ભગવાને આપણને વાંઝીયા રાખ્યા છે, તો પછી કોઇ અનાથાશ્રમમાંથી બાળક લઇ આવો દત્તક બાળકથી સંતોષ માનીશું રડતાં રડતાં શ્રીયાએ કહ્યું ભલે દેવી તેનો ઉપાય કરીશું. એમ કહી ગંગાધર શેઠ બજારમાં જવા નીકળ્યા, રસ્તામાં મૂર્તિ અને વેંચનાર શિલ્પકારની દુકાન આવી દુકાનમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ દેખી, શેઠે તે મૂર્તિ ખરીદી લીધી ઘેર આવીને કહ્યું દેવી, આ મૂર્તિમાં જ પુત્ર ભાવ સમર્પિત કરો.

શ્રીયા પણ પ્રભુ ભકત હતી, એથી તે શ્રી કૃષ્ણની મૂર્તિમાં તે પુત્રનું વાત્સલ્ય ઠાલવવા લાગી, નાના બાળકનું જેમ લાલન પાલન કરે તેવી રીતે શ્રીયા કૃષ્ણની મૂર્તિને સ્નાન કરાવે અણકોટ કરે, ભોજન કરાવે પારણામાં પોઢાડે જાણે કે ખરેખર બાળક હોય ને માતા જેવા લાડ પ્યાર કરવા લાગી.

ગંગાધાર પણ આ મૂર્તિ ઉપર પિતૃવાત્સલ્ય વરસાવતા હતા. બજારમાં માતા કે પિતા સાથે બાળક આવ્યું હોય અને જે વસ્તુ માંગે તે વસ્તુ બાળકને ગમે છે, તેમ માનીને ગંગાધર પણ તેવી વસ્તુ ઘેર લાવીને કનૈયાની મૂર્તિ પાસે ઘરે આવી રીતે ગંગાધર અને શ્રીયા કૃષ્ણની મૂર્તિનેજ જીવંત પુત્ર સમજીને વ્યવહાર કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો.

એક વખત ગંગાધર પોતાની દુકાને જવા નીકળ્યા પુત્ર પ્રેમની ઘેલછા એટલી બધી વધી ગઇ હતી  કે, દુકાનમાં બેઠા બેઠા પણ કૃષ્ણના જ વિચાર તેને આવવા લાગ્યાં, એથી ગ્રાહકો ઉપર પુરૂ ધ્યાન આપી શકતા ન હતા.

બપોરનો સમય થવા આવ્ય, દુકાન વધાવીને તેઓ ઘર તફ જવા નીકળ્યા એવામાં બજારમાં પ્રથમ વખત આવેલા ફળો જોયા, લાલા માટે તેમણે એ ફળ ખરીદી લીધા ને ઘર તરફ ચાલવા લાગ્યા ઉતાવળએ ચાલતા તેને ઠેસ લાગી ને શેઠ પડી ગયા પડતાની સાથે બોલ્યા ''અરે દીકરા કૃષ્ણ હું તને હવે જોઇ નહી શકું'' એટલું બોલતાં તો તેનું પ્રાણ પંખેરૂ ઉઠી ગયું.

કેટલાંક જાણીતા લોકોએ શ્રીયાજીને ખબર આપ્યા કે ''શેઠ રસ્તામાં પડી ગયા છે'' એટલામાં તો બીજા લોકો શેઠનો મૃતદેહ લઇને ડેલીએ આવી પહોંચ્યા.!

શેઠના મૃતદેહને દેખીને શ્રીયા દોડી કૃષ્ણ પાસે આક્રંદ કરતાં કહેવા લાગી હે ! કૃષ્ણ, તું તો નોંધારાનો આધાર છે. તારા પિતા મૃત્યુ પામ્યા છે, કહે ! મારા લાલ હું નોંધારી હવે કેમ જીવીશ,! કહે મારા કનૈયા, તારા પિતાએ એવું તે શું પાપ કર્યું છે, કે અંતરીયથી તને ને મને મુકીને  ચાલ્યાં ગયા?

કનૈયાની મૂર્તિ પાસે શ્રીયા આક્રંદ કરે છે, બહાર ગંગાધરના શબ પાસે લોકો બેઠા છે. પડોશની સ્ત્રીઓ આવે ને શ્રીયાને સમજાવે તેની રાહ જોવાય છે. એટલામાં શ્રીયાએ સાંભળ્યું....માં...માં...,સાંભળીને તણે આસપાસ જોયું 'મા' રો માં શ્રીયાએ કૃષ્ણમૂર્તિમાં દ્રષ્ટિ સ્થિર કરી, તો કૃષ્ણ બોલી રહ્યા હોય તેવો તેને આભાસ થયો. નંદકિશોર કહે તો હતો, મા...રો...માં મારા બાપુને  કાંઇ થયું નથી, ઠેસ લાગી છે, તેથી થોડી મૂર્છા આવી ગઇ છે, જા તું જઇને એને જગાડ તરત જ જાગી જશે.

શ્રીયા, શબ પાસે આવી, શરિરને હાથ અડાડી જોયો તેને ખાતરી થઇ કે આ શરિરમાં પ્રાણ નથી, છતાં પોતાના પ્રાણ પુત્રે કહ્યું હતું તેથી તે બોલી ''હે નાથ'' આપણા બાળકને એકલો છોડીને હું અહી આવી છું ઉઠો ! આપણે મન પુત્ર સેવામાંજ બધું છે, એમાં સમય બગાડો નહી. ઉઠો ઉભા થાઓ.

આવેલા લોકોને થયું કે પતિના આઘાતથી શ્રીયા ભ્રમીત થઇ ગઇ છે. તેથી તેને આશ્વસન આપવું જોઇએ એથી એક વડીલ રડતી શ્રીયાને આશ્વાસન દેવા જતાં હતા ત્યાં તો તેણે ગંગાધરના શબને હલતું જોયું, થોડીવારમાં તો શેઠ ઉભા થઇ ગયા. બધાને જોઇને તે કાંઇ બોલવા જાય છે. ત્યાં તેણે શ્રીયાને જોઇ તે બોલ્યા, સતિ તમે અહિં કેમ આવ્યાં છો આપણો કનૈયાને એકલો મુકીને!

ચમત્કાર દેખીને લોકોને અચંબો થયો એ પછી શ્રીયાને કોઇ વાંઝણી કહેતું નથી. બધા જ તેને શ્રી કૃષ્ણની માતા કહેવા લાગ્યા....!!!

શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય....!

લાખ,લાખ દિવડાની આરતી ઉતારશું કોટી કોટી કરશું પ્રમાણ...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:20 am IST)
  • પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ યુપીની યોગી સરકારનો મોટો નિર્ણય :સ્વચ્છ ભારત મિશન માટે પ્લાસ્ટિક,પોલીથીન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ બાદ આગામી 15મી ઓગસ્ટથી થર્મોકોલ અને બે ઓક્ટોબરથી તમામ ડિસ્પોઝેબલ પોલીબેગ્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાશે access_time 1:18 am IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST

  • સુપ્રિમ કોર્ટની દિલ્હીના LGને ફટકાર...કહ્યું તમે ખુદને સુપરમેન ગણો છો? access_time 3:57 pm IST