Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

જ્ઞાન

''સૌથી અગત્યની યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે જ્ઞાન શાણપણ નથી અને તે બની પણ ના શકે તે શાણપણનું વિરોધી છે તે એક અવરોધ છે જે શાણપણને ઉત્પન્ન થતુ અટકાવે છે.''

જ્ઞાન ખોટો સીકકો છે, ઢોંગી છે તે જાણવાનો ઢોંગ કરે છે તે કઇ જાણતુ નથી પરંતુ તે લોકોને મુર્ખ બનાવી શકે છે-તે હજારો લોકોને મુર્ખ બનાવી રહ્યો છે. -અને તે એટલુ સુક્ષમ છે કે જો કાઈ ખરેખર બુદ્ધીશાળી ના હોય તો આ વ્યકિતની સવારેય ખબર જ નથી પડતી અને તેના મુળીયા ખુબ જ ઉંડા છે. કારણ કે બાળપણથી જ તેના માટે આપણું પ્રોગ્રામીંગ કરવામાં આવ્યું છે.

જાણવાનો અર્થ ભેગુ કરવું માહીતી ભેગી કરવી ડેટા ભેગા કરવા તે તમારામા કોઇ બદલાવ ભરી શકે - તમે જેવા છો તેવા જ રહેશો તમારો માહીતીનો સંગ્રહ મોટો અને મોટો થતો જશે શાણપણ તમને પરિવર્તીત કરે છે. તે તમારા અંદરના અસ્તીત્વને નવી રીતે ઘડે છે.  તે પરિવર્તન છે. તે એક નવાજ ગુણવતા ઉત્પન્ન કરે છે. તેથી કોઇ વ્યકિત માટે એવુ શકય છે કે તેની પાસે માહિતી ના હોય છતા પણ તે સમજદાર હોય એવુ પણ શકય છે કે કોઇ વ્યકિત પાસે ખુબજ માહિતી હોય અને છતા પણ સમજદાર ના હોય.

ખરેખર દુનિયામાં આમ જ બને છે લોકો વધારે ભણે છે, વધારે જ્ઞાન મેળવે છે. ભણતર ઉપ્લબ્ધ છે તેથી બધા જ્ઞાની બની જાય છે અને શાણપણ ખોવાઇ જાય છે. જ્ઞાન પુસ્તકો દ્વારા ખુબજ આશાનીથી ઉપલબ્ધ છે-શાણપણની ચિંતા કોને છે? શાણપણ સમય ઉર્જા, ભકિત અને નિષ્ઠા માગે છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:38 am IST)