Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

રસ્તો બનાવો

જયારે ધ્યાનમાં કોઇ એવી ક્ષણ આવે જયારે પરમાત્માની ઝલક મળે, અદ્દભૂત અનુભવ થાય તો તેને ફરી અને ફરીથી જીવવા માટેનું બીંદુ બનાવી દો.ફકત શાંતીથી બેસો. તેને યાદ કરો; ફકત તેને યાદ ના કરો, તેને ફરીથી જીવો

જયારે પરમાત્માની ઝલક મળે છે અને જે અનુભવ થાય છે તેવું ફરીથી અનુભવવાની શરૂઆત કરો તેના તરંગોને તમને ઘેરી વળવા દો, તે જગ્યામા ફરીથી દાખલ થાઓ અને તેને ફરીથી થવા દો કે જેથી ધીમે-ધીમે તે સાહજીક રીતે જ થવા લાગે. તમે તેને ફરીથી લાવવા માટે શકતીમાન બની જશો કે- કોઇપણ ક્ષણે તમે તેમા પ્રવેશ કરી શકો.

ઘણા કિંમતી અનુભવો થશે પરંતુ તેમને અનુસરવા પડશે નહીતર તેઓ ફકત યાદોમાં જ રહી જશે અને ફરીથી તમે એ જ ક્ષણ માણી નહી શકો ધીમે-ધીમે એક દિવસ તમે જાતે જ તેના પર ભરોસો નહી કરો તમે કદાચ વિચારશો કે તે એક સ્વપ્ન અથવા સંમોહન અથવા મનની કોઇ યુકતી હતી.આવી જ રીતે માનવજાતે ઘણા સુંદર અનુભવો ખોયા છે.

દરેક વ્યકિતના જીવનમાં સુંદર ક્ષણો આવે છે. પરંતુ આપણે તે ક્ષણો સુધી ફરીથી પહોંચવાનો રસ્તો બનાવતા નથી જેથી તે ખૂબજ સાહજીક બની જાય જેમ આપણે જમીએ છીએ, ના હીએ છીએ, ઉંઘીએ છીઅ. તેથી જયારે પણ તમે આંખ બંધ કરો અને ઇચ્છો ત્યારે તે ક્ષણને ફરીથી જીવી શકો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:06 am IST)