Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

તર્ક

''આધુનીક મન ખૂબજ તર્કસંગત બની ગયું છેતે તર્કની જાળમા સપડાઇ ગયુંછે. વધારે પડતું દમન થાય છે. કારણ કે તર્ક સરમુખત્યાર છે એકવાર તર્ક તમારો કબજો લે તો તે ઘણીબધી વસ્તુઓને મૃત બનાવી દે છે.''

તર્ક એડોલ્ફ હીટલર અથવા જોસેફ સ્ટેલીન જેવુ છે તે વિરોધ પક્ષને અસ્તીત્વમાં જ આવવા નથી દેતા. લાગણીઓ, પ્રેમ અને ધ્યાન તર્કના વિરોધી છે. ધર્મ વિચારની વિરૂદ્ધમાં છે તેથી વિચાર તેનો નાશ કરી નાખે છે, મારી નાખે છે, જડ મુળમાંથી કાઢીને ફેંકી દે છે. પછી અચાનક તમને લાગે છેકે- તમારા જીવનનો કોઇ અર્થ જ નથી- કારણ કે બધા જ અર્થો અતાર્કિક છે.

તેથી તમે પહેલા વિચારોને સાંભળો છો અને પછી જે વસ્તુઓ જીવનને કઇક અર્થ આપે છે.તેનો નાશ કરો છો અને વીજયી હોવાનું અનુભવો છો ત્યારે અચાનક તમને કઇક ખૂટતું લાગે છે. હવે ેતમારા હાથમાં કઇ બચ્યુ નથી. ફકત તર્ક અને તર્ક સાથે તમે શું કરશો ? તમે તેને ખાઇ ના શકો. તમે તેને પી ના શકો. તમે તને પ્રેમના કરી શકો. તમે તેને જીવી ના શકો તે ફકત કચરો છે.

જો તમે બુદ્ધીશાળી બનવા જશો તો જીવન અઘરૂ બની જશે.જીવન ખૂબ જ સરળ અને અતાર્કિક છે સમગ્ર માનવજાતનો મૂળભૂત પક્ષ છે. અધ્યાત્મશાસ્ત્ર. જીવન એક ગુલાબના કુલ જેવું સરળ છે-તેમા કઇ જ ગુંચવણ નથી અને છતાપણ રહસ્યમય છે. તેમાં કઇપણ ગુંચવણ નથી છતાપણ આપણે આપણી બુદ્ધીથી તેને સમજી સકતા નથી. તમે ગુલાબના પ્રેમમા પડી શકો. તમે તેને સુંઘી શકો. તમે તેને ર્સ્પશી શકો. તમે તેને અનુભવી શકો. તમે ગુલાબમય પણ બની શકો પરંતુ જો તમે તેને વિભાજીત કરવાની શરૂઆત કરો છો તો તમારા હાથમાં કઇક મૃત જ બચશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:33 am IST)