Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગુજરાતના કલાગુરૂ રવિશંકરને સલામ! જેઓ દુકાનના પાટીયાથી કલાને શિખરે લઇ ગયા

પિતાને પત્રઃ મને ચિત્રસ્કૂલમાં જવું છે, મંજૂરી નહીં આપો ત્યાં સુધી મારા ઉપવાસ ... : બચપનમાં ચોટી કાપીને પિંછી બનાવી હતી, એન્જિીનયર ન થયાં, કલાકાર બન્યા ... : મહાત્મા ગાંધીજીએ એક સમયે કહ્યું હતું— મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળે છે ...

જેમની કલા બાળપણથી કેળવાયેલી છે તેવા ગુજરાતના કલાગુરૂ રવિશંકર રાવળને યાદ કરીએ ત્યારે એ ચહેરો અને એ કૃતિઓ લાખો કલાકારોના માનસપટલ પર અંકિત થાય છે. પોતાની ૧૨ વર્ષની ઉંમરમાં ચીતરવા માટે ચોટલી કાપીને પીંછી બનાવનાર રવિશંકર આગળ જતાં ગુજરાતમાં આધુનિક કળાના પગરણનું નિમિત્ત્। બન્યા છે. તેમણે પોતાના હાથ નીચે સક્ષમ ચિત્રકારોની એક આખી પેઢી તૈયાર કરી છે. તેમના પિતા મહાશંકર રાવળ હેડ પોસ્ટમાસ્ટર અને બેન્ક મેનેજરના પદ સુધી પહોંચ્યા હતા. તેઓ સરકાર તરફથી રાવ સાહેબનો ખિતાબ પણ પામ્યા હતા. પ્રતિષ્ઠીત પદવી પર નોકરી કરતાં પિતાની અવારનવાર બદલીઓ થતાં રવિશંકર પણ ભાવનગર, પોરબંદર, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોના પરિચયમાં આવ્યા હતા.

 પ્રિન્સિપાલે કહેવું વાકય તેમણે જીવનમાં ઉતાર્યું...

મેટ્રીક પાસ કર્યા પછી રવિશંકરે ચિત્રકળામાં ઉંડો રસ હોવા છતાં પિતાના આગ્રહથી ભાવનગરની કોલેજમાં ભણતર શરૂ કર્યું હતું. કોલેજમાં રજતજયંતિની ઉજવણી હતી ત્યારે એક કાર્યક્રમમાં નાટક માટે પડદા ચિતરવાનું કામ રવિશંકરને સોંપવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ અને પ્રેક્ષકોએ રવિશંકરની કલાને ખૂબ વખાણી. ખુદ રવિશંકરે લખ્યું છે કે—સન્માનથી ઉત્ત્।ેજીત થઇ મેં મારા પ્રિન્સિપલ સમક્ષ જઇને વંદન કર્યા ત્યારે તેમણે ખભા પર હાથ મૂકી કહ્યું કે – વાય ડુ યુ વેસ્ટ યોર ટાઇમ હિયર, ગો ટુ એન આર્ટ સ્કૂલ એન્ડ સ્ટડી પેઇન્ટીંગ... એમના આ શબ્દોએ મારા મન પર ચોટ કરી. રવિશંકરે દ્યરે જઇને પિતાને વાત કરી પરંતુ પિતાએ એન્જિીનયરીંગ માટે આગ્રહ કર્યો અને ચિત્રના અભ્યાસની વાતને હસી કાઢી.

 પિતાજીએ સંમતિ આપી અને સફર શરૂ કરી...

એક સમયે પિતા સાથે કરાંચી જઇને એકલા પાછા આવેલા રવિશંકરે મુંબઇની જેજે સ્કૂલ ઓફ આર્ટમાં ચિત્રકલાના અભ્યાસ માટે જવાનો દ્રઢ નિર્ધાર કરી લીધો હતો. તેમણે પિતાને એક પત્રમાં લખ્યું – ''મારાથી શકય એટલા વિચારો કરી, મારાથી વધુ અનુભવ ધરાવતા બે વડીલોની સલાહ લઇ મેં કોલેજની ટર્મ ભરવાનું છોડી મેં મુંબઇ જઇ ચિત્રકલાનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો છે. મને ગમે તે સુખ કે દુખ પડશે હું સહન કરી શકીશ. કુંટુંબની સ્થિતિ હું સમજું છું. સ્કૂલની બહુ ફી નથી. હવે આપ આશીર્વાદ સાથે સંમતિ આપો તેની રાહ જોતો હું ઉપવાસ કરી રહ્યો છું. આપનો સંમતિપત્ર આવશે ત્યારે જ જમીશ.'' આખરે રવિશંકરના પત્રના જવાબમાં પિતાએ નામરજી છતાં સંમતિ આપી અને રવિશંકર માટે ચિત્રકળાના અભ્યાસનો માર્ગ ખૂલી ગયો. માત્ર ૧૯ વર્ષની વયે તેઓ વિખ્યાત કલાસ્કૂલમાં દાખલ થયાં અને તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે નામના મેળવી હતી. ૧૯૧૬માં તેમને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો મેયો ચંદ્રક પ્રાપ્ત થયો હતો. બીજા વર્ષે ચિત્ર પ્રદર્શનમાં શ્નબિલ્વમંગળલૃની ચિત્રકૃતિ માટે તેમણે સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.

 માત્ર ૩૯ વર્ષની વયે દુનિયા છોડી ગયા...

રવિશંકર રાવળ (૧-૮-૧૮૯૨ :  ૯-૧૨-૧૯૭૭) ગુજરાતના ચિત્રકાર, શિક્ષક, કલા વિવેચક, પત્રકાર અને નિંબધકાર હતા. તેમણે ૧૯૨૧ સુધી (પ્રકાશન બંધ થયું ત્યાં સુધી) વીસમી સદી સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક કુમારની સ્થાપના કરી હતી. માત્ર ૩૯ વર્ષની વયે જ તેમનું નિધન થયું હતું. તેઓ અમદાવાદમાં અવસાન પામ્યા હતા. વીસમી સદીના મધ્યાંતે જયારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાને પુનઃ પ્રતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને ફાળે જાય છે. ૧૯૩૩માં કવિસમ્રાટ બ.ક.ઠાકોરે ચિત્રકલાને કવિતાની માજણી બેનડી કહી, ૧૯૩૬માં ગાંધીજીએ કહ્યું, ''મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી'', આગળ જતાં કાકા કાલેલકરે તેમને ગુજરાતના કલાગુરુના સ્થાને બિરદાવ્યા અને ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું.

 ભાવનગરમાં ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ...

૧૭૨૩ માં ભાવનગરના તોરણ બંધાયા ત્યારથી વસેલા ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો. આપમેળે આગળ વધેલા પિતા રાવ સાહેબ મહાશંકર રાવળ સૌરાષ્ટ્રની એક માત્ર બેંક ''ભાવનગર દરબાર બેંક''ના પ્રણેતા હતા, તેમને કલાના સ્રોત રવિભાઈને તેમના બા (માતાજી) માણેકબા પાસેથી મળ્યાં. ૧૯૦૯માં તેમના લગ્ન શિવશંકર ત્રવાડીના પુત્રી રમાબેન સાથે થયા. ''વીસમી સદી''ના અધિષ્ઠાતા હાજીમહમદ અલારખિયા શિવજી પાસેથી તેમને મૈત્રી અને કલાના પુનરુત્થાનની પ્રેરણા મળ્યાં. રવિભાઈએ એક સિદ્ઘહસ્ત ચિત્રકાર, કલામિમાંસક, કલાશિક્ષક, પત્રકાર અને વિચારક તરીકે ગુજરાતને વારસો આપ્યો છે. જેમાં ''કુમાર'' માસિક, કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, છગંનલાલ જાદવ, સી નરેન વગેરે તેમના હાથ નીચે કલાનું શિક્ષણ પામેલા, મશહૂર બનેલા ચિત્રકારો, કલાચિત્રોનો સંગ્રહ, ફોટોગ્રાફી અને છાપકામ કલાની શરૂઆત મુખ્ય છે.

 કલાકારો માટે ઘરઆંગણે ગુરૂકુલ બનાવી...

એ સમયે મુંબઇમાં યુરોપના ધોરણે અને બંગાળમાં નૂતન કલાના અભ્યુદયના દર્શન કરાવતી કલાને વિકસાવવાનું કામ અવનિન્દ્રનાથ ટાગોરે કર્યું હતું ત્યારે ગુજરાતમાં કલા પ્રવૃત્ત્િ। માટે કલાકાર એ સમાજનું મહત્વનું અંગ છે. કલા એ જીવનને પોષક છે એવું સ્થાપિત કરવા માટે અને ગુજરાતના લોકોને કલા પ્રવૃત્ત્િ।માં રસ લેતા કરવા રવિશંકર રાવળે ૧૯૧૯માં પોતાના ઘરઆંગણે ગુરૂકુલ શરૂ કરી કલાશિક્ષણ આપવાનું મહત્વનું કાર્ય કર્યું હતું. તેમણે ત્યારપછી ૧૯૩૫માં ગુજરાત કલાસંઘની સ્થાપના કરી હતી. ભારતીય કલાની કૃતિઓ ઘેર ઘેર પહોંચે તે માટે તેમણે ૧૯૨૪માં કુમાર માસિકનું નિર્માણ કર્યું હતું જે કલાકારો માટેની સાચી ઓળખ આપતું રહ્યું છે.

 સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો હતો...

રવિશંકર રાવળે 'કુમાર' ઉપરાંત અન્ય સામાયિકોમાં કલા વિશેના અનેક લેખો લખ્યા હતા. આ ઉપરાંત કલા વિશે સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં છે. જેમાં 'અજંતાનો કાલમંડપો', 'કલાચિત્ર', 'કલાકારની સંસ્કારયાત્રા' અને 'આત્મકથાનક' જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેઓએ 'ગુજરાત રાજય લલિતકલા અકાદમી'ના વાઇસ ચેરમેનના પદને શોભાવ્યું હતું. કલાક્ષેત્રના ધુરંધર એવા રવિશંકરજીને ૧૯૩૦ના વર્ષમાં સાહિત્યક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર 'રણજીતરામ સુવર્ણચંદ્રક' એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૬૬ના વર્ષમાં રવિશંકરને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

 એમના પ્રવાસ પુસ્તકો પણ અદ્દભૂત છે...

બાળકો માટેના સામાયિક 'ચાંદાપોળી', પ્રસિધ્ધ પુસ્તકો 'કૈલાશમાં રાત્રિ', 'હેમચંદ્રાચાર્ય', 'અખો' તેમ જ 'કનૈયાલાલ મુનશીની પાત્રસૃષ્ટિ'ના ચિત્રો કલાગુરુ રવિશંકર રાવળની ચિત્રકલાના નોંધપાત્ર નમૂનાઓ છે. જાપાન અને ઉત્ત્।રભારત તથા કુલુમનાલીની કલાયાત્રાનું વર્ણન કરતું 'કલાકારની સંસારયાત્રા'(૧૯૪૭) તથા વિયેના અને મોસ્કોની વિશ્વશાંતિ પરિષદ નિમિત્ત્।ે કરેલી વિદેશયાત્રાના અનુભવો નિરૂપતું 'મેં દીઠાં નવાં માનવી'(૧૯૫૬) એમનાં પ્રવાસપુસ્તકો છે. ગુજરાતી કલા અને સંસ્કૃતિની વિકાસરેખા નિરૂપતી એમની આત્મકથા 'આત્મકથાનક'(૧૯૬૭) પણ નોંધપાત્ર છે. એમણે અવનીન્દ્રનાથ, જમનબાબુ, બુરાકામી અને કાર્ટૂનિસ્ટ શંકર જેવા કલાવિદો વિશેના ચરિત્રલેખોનો સંગ્રહ 'કલાકારની કલમે'(૧૯૫૬) અને 'ભારતની સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝીન્સ'(૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં છે.

રવિશંકરે 'અજંતાના કલામંડપો' (૧૯૩૬) 'કલાચિંતન'(૧૯૪૭) 'સોળ સુંદર ચિત્રો'(૧૯૨૫) જેવાં કલા વિવેચનો પણ આપ્યાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન 'ચિત્રસૃષ્ટિ' (૧૯૩૭), મુનશી ષષ્ઠિપૂર્તિ નિમિત્ત્।ે દોરેલાં તેમની કથાસૃષ્ટિનાં પાત્રોનાં કાલ્પનિક રંગીન ચિત્રો 'ક.મા.મુનશીની પાત્રસૃષ્ટિ'(૧૯૫૩), ચરોતર ચિત્રશિક્ષક સંદ્ય અયોજિત વિદ્યાર્થી ચિત્રપ્રદર્શનના ઉદદ્યાટન નિમિત્ત્।ે કરેલ પ્રવચન 'ચિત્રશિક્ષા'(૧૯૩૯) તેમનું અદ્વિતિય પ્રકીર્ણ પ્રદાન છે.

 રવિશંકરની મૂખ્ય કૃતિઓ...

.કલા – અજંતાના કલામંડપો, કલાચિંતન, ભારતીય ચિત્રાંકન, ચિત્રકલા સોપાન

.આત્મકથા – આત્મકથાનક, ગુજરાતમાં કલાના પગરણ

.બાળ સાહિત્ય – અજવાળી રાત

.પ્રવાસ વર્ણન– કલાકારની સંસ્કાર યાત્રા, દીઠાં મેં નવાં માનવી

.ચરિત્ર – હાજી મહંમદ સ્મારક ગ્રંથ

 રવિશંકરને મળેલા  માન-સન્માન...

.૧૯૨૩માં કલકત્ત્।ામાં ઉદ્યોગ કલાના પ્રદર્શનમાં દ્વિતીય ઇનામ

.૧૯૩૦માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો

.૧૯૪૧માં આર્ટ સોસાયટી ઓફ ઇન્ડાયના પ્રમુખપદે નિમાયા હતા

.૧૯૪૧માં બોમ્બે પ્રોવિન્સ આર્ટ કોન્ફરન્સના પ્રમુખપદે રહ્યાં હતા

.૧૯૫૧માં વિયેનાની વિશ્વશાંતિ પરિષદમાં હાજરી આપી હતી

.૧૯૫૬માં ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો હતો

.૧૯૬૫– ભારત સરકાર તરફથી રશિયાની મુલાકાતે ગયા હતા

.૧૯૬૫માં તેમને સોવિયેત લેન્ડ નહેરૂ એવોર્ડથી સન્માનાયા હતા

.૧૯૭૦માં સેન્ટ્રલ આર્ટ એકેડેમી તરફથી તેમને ફેલોશીપ આપવામાં આવી

.૯મી ડિસેમ્બર ૧૯૭૭માં કલાગુરૂએ દુનિયામાંથી વિદાય લીધી છે

. લલીત કલા એકેડેમીના મકાનનું નામ 'રવિશંકર રાવલ'આર્ટ ગેલેરી નામાભિધાન

-: આલેખન :-

ગૌતમ પુરોહીત

gpurohit09@gmail.com

(11:52 am IST)