Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

વિશ્વાસ

''હમેશા યાદ રાખો કે કોઇપણ કિંમત વગર પણ તમે અવિશ્વાસપાત્ર બની શકો. તમારો વિશ્વાસ બીજા લોકોને તમને છેતરવામાં મદદ કરે તો પણ બીજા ઉપર વિશ્વાસ કરો.''

જ્યારે બધા જ તમને પ્રેમ કરતા હોય અને કોઇ છેતરતુ ના હોય ત્યારે વિશ્વાસ કરવો સરળ છે. પરંતુ જ્યારે આખુ જગત કપટી હોય અને બધા લોકો તમને છેતરવા માંગતા હોય -અને તેઓ ત્યારેજ છેતરી શકે જયારે તેમ તેમના ઉપર વિશ્વાસ કરો તો પણ વિશ્વાસ રાખવાનું ચાલુ રાખો. કોઇપણ કિમતે વિશ્વાસ ઉપર તમારો વિશ્વાસ ગુમાવો નહી અને તમારી કયારેય હાર નહી થાય કારણ કે વિશ્વાસ પોતે જ આખરી પડાવ છે તે બીજા કોઇનું હથીયાર ન બનવું જોઇએ કારણ કે તેની પોતાની જ એક આંતરિક કિંમત છે.

જો તમે વિશ્વાસ કરો તો જ તમે ખુલ્લા રહી શકો લોકો પોતાની જાતને બચાવવા માટે સંકુચિત થઇ જાય છે. જેથી કોઇ તેને છેતરે નહી અથવા તો લાભ ના લે...તેઓને તમારો લાભ લેવા દો ! જો તમે વિશ્વાસ રાખવાનું ચાલુ રાખશો તો એક સુંદર ઘટના બનશે તમને કોઇ ડર રહેશે નહી, ડર એ વાતનો છે કે લોકો તમને છેતરી જશે -પરંતુ એકવાર તમે વિશ્વાસને સ્વીકારી લો તો કોઇ ડર રહેશે નહી. તેથી તમારી જાતને ખૂલીને વ્યકત કરવામાં કોઇ રૂકાવટ નહી રહે. બીજા લોકો તમને નુકશાન કરે તેના કરતા ડર વધારે ખતરનાક છે. આ ડર તમામ આખા જીવનને વિષય યુકત બનાવી દેશે. તેથી ખુલ્લા બની રહો અને નિર્દોષતાથી, બીનશરતી થઇને કેવળ વિશ્વાસ કરો.

જયારે તમને ખબર પડશે કે તેઓ તમને નથી છેતરતા, તેઓની જાતનેજ છેતરે છે ત્યારે તમે વિસ્તારશો અને બીજાને પણ વિસ્તારવમાં મદદ કરશો જો કોઇ વ્યકિત તમારો વિશ્વસ કરે તો તમે તેને સતત છેતરશો નહીં આજ વિશ્વાસ તમને તમારી જાત સુધી પહોંચવા માટે ફરી અને ફરીથી મદદ કરશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:08 am IST)