Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૧૬

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ધ્‍યાન

‘‘ધ્‍યાન કેવળ પોતાની જાતે જ થાય છે. તેમા આપણે કઇ કરવાનું હોતુ નથી. આપણે ફકત એક જ વસ્‍તુ કરી શકીએ કે જો તે થાય તો તેને છુપાવીએ નહી.''

એવુ ધ્‍યાન જેને તમે નીયંત્રીત કરી શકો તે એક મનની રમત બનીને રહી જાય છે. તમારૂ મન તેને નીયંત્રીત કરી રહ્યું છે. અનેધ્‍યાન કરી રહ્યું છે. પરંતુ આ ધ્‍યાન તમને મનની પાર નથી લઇ જતુ, તે કઇ રીતે લઇ જઇ શકે જો મન જ તેન કરનાર હોય ? પછી તે મનથી નીર્મિત થયેલું હશે અને તમારા નીયંત્રણમાં જ રહેશે.

સાચુ ધ્‍યાન એ છે કે જે તમારા નીયંત્રણમાં ના હોય, ઉલ્‍ટુ તમે તેના નિયંત્રણમાં હશો પરંતુ પધ્‍ધતીઓ મદદ કરી શકેઃ તે તમને હતાશાના બીંદુ સુધી લઇ જઇ શકે. તેઓ તમને નીરાશાના બીંદુ લઇ જઇ શકે તે તમારી ઉદાસીને લીધે તમને એવા બીંદુ સુધી લઇ જાય કે તમે ક્રિયા કરવાના દુષ્‍ચક્રને જોઇ શકો, તમે જોઇ કો કે કાર્ય તમને કયાય નથી લઇ જતુ ફરી અને ફરી તમે એક જ બીંદુ ઉપર આવો છો તમે તમારા મન ઉપર જ આવો છો એક દિવસ આ જ્ઞાન ઉતરી આવે છે કે તમારી ક્રિયા ખરેખર તમારી અક્રિયા છ.ે

પછી બધી જ ક્રિયાઓ અદ્રશ્‍ય થઇ જાય છે. બધા જ પ્રયત્‍નો અદ્રશ્‍ય થઇ જાય છે. કઇક  અજ્ઞાતમાંથી  ઉતરી આવે છે તે આઝાદી છે અને એક ક્ષણની પણ ઝલક પુરતી છેતમે પહેલા જેવા નહી રહો, તમે પહેલા જેવા નહી રહી શકો.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:15 am IST)