Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

શ્રાવણ સત્સંગ

રાજસ્થાનનું યાત્રાધામ એકલીંગજી મહાદેવ

કાળા આરસનું બનેલું શિવલીંગ

રાજસ્થાન ઐતિહાસિક, પૌરાણીક સમૃદ્ધિનું ધામ સમુ છે. અનેકવીધ કિલ્લાઓ, સ્થળો, ધર્મ સ્થાનો જોવા જેવા છે.

આવા આ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક પૌરાણીક ધામ છે એકલીંગજી મંદિર ઉદયપુરથી રર કિ.મી.ના અંતરે આવેલું એકલીંગજી યાત્રાધામ છે.અને ત્યાંથી શ્રીનાથજી યાત્રાધામ પણ જઇ શકાય છે.

મેવાડના રાજપરિવાર હસ્તકના આ મંદિર ઇ.સ.૭૩૪ માં બન્યુ હોવાનું કહેવાય છે.

દર સોમવારે ઉદયપુરના મહારાજા પણ આ એકલીંગજી મંદિરે દર્શનાર્થે આવે છે.

એકલીંગજી મેવાડ રાજના શાશક દેવ મનાય છે. આ મંદિરમાં વિશાળ એકલીંગજી શિવલીંગ બીરાજે છે. આ શિવલીંગ વિશિષ્ટ પ્રકારનું છે આ શિવલીંગ ચાર દિશામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સુર્ય એમ ચાર મુખ ધરાવે છે.

ફાગણ માસના ૧૪ના દિને અહી પાટોત્સવ ઉજવાય છે. શિવરાત્રી અને પાટોત્સવએ એ બે મંદિર મુખ્ય ઉત્સવો છે.

આ યાત્રાધામમાં દરરોજ રાજોપચાર અને શોષડોપચાર પુજન કરવામાં આવે છે. આ શિવલીંગમાં મંગળાના દર્શન સમયે શ્રીનાથજીના દર્શન થાય છે સૌ પ્રથમ એકલીંગજી દાદાને ભોગ ધરવામાંં આવે છે ત્યારબાદ શ્રીનાથજીને ભોગ ધરાવાય છે.

એકલીંગજી મંદિર પરિસરમાં કુલ ૧૦૮ મંદિરો તેમજ કુંડ અને કુવાઓ છે

દસમી સદીમાં આ મંદિર બાપા રાવલે બંધાવ્યું હોવાનું કહેવાય છે.

એકલીંગજી અનેક જ્ઞાતિઓના ઇષ્ટદેવ તરીકે પણ પુજાય છે દિવસમાં સોળ વાર આરતી થાય છે.

મંદિરમાં કાળા આરસનું બનેલું ભગવાન એકલીંગજી શિવલીંગ, એકલીંગજી દાદાને મસ્તક નમાવવા માટે દેશભરમાંથી ભાવિકજનો ઉમટી પડે છે અને પરમ કૃપાળુ પરમાત્મા ભોળાનાથ મહાદેવજીના શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આત્મોન્નતિ કાજે આવા યાત્રાધામોના દર્શન માત્રથી શ્રદ્ધાળુને જીવનમાં સુખ શાંતિનો અનુભવ થાય છે.

અધિક-રાજસે સૃષ્ટિ કર્તા ભવસ્વરૂપે નમું.,

અધિક-તમસે સૃષ્ટિહર્તા હરસ્વરૂપે નમું.,

જનસુખકરા, સત્યાદ્કિપે મૃડસ્વરૂપે નમું,

ત્રિગુણ રહિતે, તેજઃ પુંજે શિવસ્વરૂપે નમું.,

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:47 am IST)