Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ભટકી જવુ

''કોઇ વસ્તુનુ મહત્વ સમજવા માટે તેને ખોવી જરૂરી છે''

દરેક વ્યકિત તેના આંતરીક જગત, આંતરીક અવકાશથી ભટકી જાય છે અને પછી ધીમે-ધીમે તેમને તેની તડપ મહેસુસ થાય છે. ભૂખ લાગે છે તરસનો અનુભવ થાય છ.ે અંતરમનમાથી ઘરે પાછા આવી જવા માટે અવાજ આવે છે અને વ્યકિત મુસાફરીની શરૂઆત કરે છે ખોજી હોવાનો અર્થ જ એ છે તે હુંફાળી આંતરીક અવકાશમાં જવાની પ્રક્રિયા છે જે એક દિવસ તમે છોડી દીધી હતી તમે હવે કઇ મેળવી નથી રહ્યા. તમને જે મળી રહ્યું છે તે હમેશાથી ત્યા હતુ જ પરંતુ છતાપણ કઇક મળે છે કારણ કે હવે પહેલીવાર તમે જુઓ છો કે તે શુ છો છેલ્લીવાર જ્યારે તમે તે અવકાશમાં હતા ત્યારે તમે બેભાન હતા.

કોઇક વસ્તુ પ્રત્યે વ્યકિત જાગૃત ના થઇ શકે જો તેને છોડી ના દે. તેથી બધુ જ સારૂ છે ભટકી જવુ પણ સારૂ છે. પાપ કરવુ પણ સારૂ છે. કારણ કે સંત બનવાનો એ જ એકમાત્ર રસ્તો છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:11 am IST)