Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૦૩

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સાધનો અને સિધ્‍ધાંતો

‘‘બધા જ ધર્મો જાગૃત કરવાની વીધી સીવાય બીજુ કઇ નથી પરંતુ બધા જ ધર્મો તેના નીયમોને લીધે આડા રસ્‍તે જતા રહ્યા છે આ નીયમો અગત્‍યના નથી...આ નિયમો વીધીમાં સહાયક છે.''

ક્રિヘીયન એક જ જીવનમાં માને છે. આ માન્‍યતા લોકોને જાગૃત કરવાનું એક સાધન છે. તમે આヘર્ય પામશો કારણ કે સામાન્‍ય રીતે આપણે વીચારીએ છીએ કે સીધ્‍ધાંત છ.ે તે સીધ્‍ધાંત નથી તે વિચારને અમલમાં મુકવા માટેનું સાધન છે. તે યાદ કરાવવાનો રસ્‍તો છે ‘‘નકામી વસ્‍તુઓમાં સમય ના વેડફો. સત્તા પૈસા અને પ્રસિધ્‍ધી પાછળના ભાગે કારણ કે તમારી પાસે એક જ  જીવન છે. મૃત્‍યુ આવી રહ્યું છ.ે તેથી સાવચેત થઇ જાવ અને જુઓ તમે શું કરી રહ્યા છો'' તે એક સાધન છ,--સીધ્‍ધાંત નથી.

પરંતુ અહી જ ભૂલ થાય છે. ક્રિヘીયન સમજે છે કે તે સીધ્‍ધાંત છે તેથી તેઓએ તેની આજુબાજુ એક વિચારધારા બનાવી નાખી--તેથી ચોકકસ તે હીન્‍દુ ધર્મની વિરૂધ્‍ધ જશે કારણ કે હિન્‍દુ ધર્મ કહે છે. કે ઘણા બધા જન્‍મો છે.--જીવનની શ્રૃંખલા છે લાખો જન્‍મો છે હવે જ સમસ્‍યા છે. જો આ સીધ્‍ધાંતો છે તો વિવાદ ઉભો થશે કોઇ એક જ સાચો હોઇ શકે, બંને નહી.

પરંતુ તે વિચાર પણ બીજા પ્રકારના લોકો માટે બનાવવામાં આવ્‍યો છે જેઓ ઘણુબધુ જાણે છે જેઓએ ઘણા બધા બદલાવ જોયા છે. અને તેઓએ એ હકીકત નોંધી છે કે--ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરે છે. પરંતુ ધ્‍યેય એક જ છે પૂર્વ કહે છે ‘‘તમે આ બધા કામ ઘણા જન્‍મોથી વારંવાર કરતા આવ્‍યા છો તમે આ વિષયુકત ચક્ર, આ કંટાળાજનક પુનરાવર્તનને  ચાલુ રાખવા માંગો છો ? તમે ઘણા લાંબા સમયથી અહી છો અને એક જ મૂર્ખાઇ ફરી -ફરીને કરી રહ્યો છો હવે સમય આવી ગયો છે-સચેત થઇ જાવ''

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:19 am IST)