Gujarati News

Gujarati News

News of Thursday, 7th May 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

અજાણ્યો પ્રેમ

''ફકત મુર્ખાઓ જ જાણી શકે પ્રેમ શું છે કારણે કે પ્રેમ એક પ્રકારનું પાગલપન છે.''

કદાચ તમે કયારેય પ્રેમની પરાકાષ્ઠા સુધી નથી પહોંચ્યા અને તમને તેની ખુબજ ઉતકંઠા છે. તમે પ્રેમમાં છો પરંતુ તે- કયારેય અકલ્પનીય નથી. તે કયારેય તરંગી નથી તે ઉદાસીન છો તે એક આગ જેવો નથી કે બધુ રાખ કરી નાખે તમે તેના છો પરંતુ તમે તેના દ્વારા નાશ નથી પામતા તમે તમારી જાતને સંભાળી લો છો તમે તેના ચાલક છો. તમે મુર્ખ નથી અને ફકત મુર્ખાઓ  જ જાણે છે કે પ્રેમ શું છે કારણ કે પ્રેમ એક પ્રકારનું પાગલપન છે.

જો તમે ખુબ જ ચાલાક છો તો તમે ફકત થોડુ જ થવા દેશો અને પછી તમે અટકી જશો તમારૂ મન કહેશે ''હવે ઘણુ થઇ ગયું, આનાથી આગળ વધવુ ખતરનાક છે'' પ્રેમ એકજ અનુભવને જાણે છે. અને તે છે તૃપ્ત થવુ, તે છે પરાકાષ્ઠા સુધી જવુ ઓછામાં ઓછુ એકવાર તેવી ઉર્જાનો મોટો બદલાવ આવશે-પ્રેમને એકવાર તેની પરાકાષ્ઠા સુધી જાણવો પુરતો છે. પછી તેના ફરી-ફરીને જવાની જરૂર નહી પડે આ અનુભવ જ તમારા સમગ્ર અસ્તીત્વને બદલી નાખશે તેથી ઓછા ચાલાક બનો. ચાલાકીને ભુલી જાઓ, ગરબડ થવા દો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:56 am IST)