Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

ઉગ્ર ઉતેજનાનો અતિરેક

''કેટલીક એવી પળો છે, ખૂબજ ઓછી પળો, ખૂબ  જ દુર અને વચ્ચે વચ્ચે જયારે અહમ વિસર્જીત થઇ જાય છે કારણ કે તમે એક સંપૂર્ણ નશામાં આવી જાવ છો-પ્રેમમાં તે કયારેક બને છે. ઉગ્ર ઉતેજનામા પણ તેકયારેક બને છે.''

ઉગ્ર ઉતેજનાની ક્ષણોમાં ઇતિહાસ અદ્રશ્ય થઇ જાય છે. ભૂતકાળ પાછળ અને પાછળ જતો જાય છે અને અદ્રશ્ય થઇ જાય છ.ે ઉગ્ર ઉતેજનામા તમારી પાસે કોઇ ઇતિહાસ નથી. તમારી પાસે કોઇ ભૂતકાળ નથી તમારી પાસે કોઇ મન નથી. તમારી પાસેેકોઇ આત્મકથા નથી તમે અત્યારે સંપૂર્ણ પણે અહી છો તમને ખબર નથી કે તમે કોણ છો,-તમારી પાસે કોઇ ઓળખ નથી.તે ક્ષણે અહમ નથી, ફકત ઉગ્ર ઉતેજનાનો આનંદ, તેની તાજગીની ગુણવતા તેનો કાયાકલ્પ તેના જ કારણ ેતમે ખૂબજ મૌન, ખૂબ જ શાંત, ખૂબ જ આરામદાયક ખૂબજ, પૂર્ણ અનુભવો છો. પરંતુ ફરીથી અહમ આવી જાય છે. ભૂતકાળ અંદર દાખલ થાય છે અને વર્તમાન ઉપર અતિક્રમણ કરે છ.ે ફરીથી ઇતિહાસ કાર્ય શરૂ કરે છે અને તમે અટકી જાઓ છો અહમ તમારો ઇતિહાસ છે, તે વાસ્તવીકતા નથી. અને તે તમારો દુશ્મન છે, અહમ દુશ્મન છે.

દરેક વ્યકિત ઘણી વખત જીવનમા આ અવસ્થાનો અનુભવ કરે છે. કારણ કે જીવન ગોળાકાર ચાલે છે. ફરી અને ફરીથી આપણે એકજ બીંદુ પર આવીએ છીએ પરંતુ ડરના લીધે આપણે તેનાથી છુટા પડી જઇએ છીએ નહીતર અહમ એક ખોટી વાત છે. ખરેખર તો તેનો નાશ કરવો સૌથી સહેલુ કામ હોવું જોઇએ અને તેને જીવંત રાખવો સૌથી અઘરૂ કામ હોવું જોઇએ પરંતુ આપણે તેને જીવંત રાખીએ છીએ અને સમજીએ છીએ કે ત સહેલું છે.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:04 am IST)