Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

યા દેવી સર્વભુતેષુ : શકિતરૂપેણ સંસ્થિતાઃ

એકાવન શકિતપીઠ માની એક જવાલા મંદિર

કુદરતી, રમણીય, સૌંદર્યથી ભરપૂર એવા હિમાચલ પ્રદેશમાં ધરમશાળા છે આ સ્થાન જોવા જેવું છે.

હિમાચલની પાવન નદીઓ બરફ આચ્છાદિત નયનરમ્ય ગીરીમાળા અને આંખોને ઠારતી મનોહર હરિયાળી શ્રદ્ધાળુઓને આવકારે છ.ે

એક પૌરાણીક કથા અનુસાર, રાજા ભાગસુ અને નાગદેવતાનો ભીષણ સંગ્રામ થયો ત્યારે રાજાએ નાગદેવતાને રીઝવ્યા, અને વરસાદ થયો તેથી આ અપ્પર ધર્મશાળામાં સ્થિત ધરા ઉપર ભાગસુનાગ દેવાલય શ્રદ્ધા જયોત ઝગમગતી રાખે છે.

ધરમશાળાનો એકલોડ રોજ ભાગ લીટલ લ્હાસા કહેવાય છે. કારણ કે ત્યાં ૧૯પ૯ માં દલાઇ લામા સાથે આવેલી તીબેટી વસતિ અહી છે.

લ્હાસામાં નામગ્યાલ મોનેસ્ટ્રીની પ્રતિકૃતિ ભાવિકોને મોહિત કરે છે.

એમ કહેવાય છે. કે સતિની જીભ અહી પડી હતી. અને આથી આ સ્થળે ભૂગર્ભ જવાળા પ્રગટી હતી. આથી એકાવન શકિતપીઠમાંની એક જવાલા મંદિરની યાત્રા હૃદયને ભાવવિભોર બનાવી દે છે.

મનાલી તરફ જતી વખતેદ્રષ્ટિગત થતી અડગ હિમાલયની પહાડીઓનું સૌંદર્ય મન અને નયનને ઠારી દે છે.

સુંદર મઝાની રાવી નદીના તટે ચમ્બા ગામ છે ૧૦મી સદીના શિખર શૈલીમાં ચણાયેલ લક્ષ્મીનારાયણ મંદિરથી, અને શહેરની સામે પદાર ટેકરીઓની વચ્ચે આવેલા ૧૮મી સદીમાં રચાયેલ જગત જનની ચામુંડા માતાના મંદિરથી શોભામાન થાય છ.ે બિપાસ નદીની ખળખળ વહેતા નીર, અને શીવ વશિષ્ટના કુંડનું ગરમા ગરમ પાણી આપણને આશ્ચર્યમાં મુકી દે છે.

મનાલીના પ્રકૃતિમય વાતાવરણમાં પાંડવોના ભીમની પત્ની અને ઘટોત્કય મૈયા હિડિંબાનું પેગોડા શૈલીનું મંદિર, ભારતીય સંસ્કૃતિની અસ્મ્તિામાં ઉમેરો કરે છ.ે

પૌરાણીક કથાની પવિત્રતા, ધર્મ, કલા, જિજ્ઞાદ્વાર હીમાયલની અનુપમ વિશિષ્ટતા છે.

કુદરતી સુંદરતા પ્રાપ્ત કરવા આપણે ઐશ્વયે કે, સંપતિદર્શક ન બનતા ધર્મયાત્રા પણ ઉમેરીએ અને તિર્થયાત્રા દ્વારા અંતરને ઉત્સાહિત કરીએ.

જયારે માનવીના મનમાં વિચારો સાથે ધર્મ ભળે ત્યારે સેવાધર્મ સ્વીકાર્ય બને છે. મનથી જે થાય તે જ સાચી સેવા અને તે જ સાચો ધર્મ છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:25 am IST)