Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

જેટ યુગમાં ધ્યાનની વિધિઓ પણ તીવ્ર જોઇએ

હવે દુનિયામાં વર્ષો અને જન્મોથી થતાં યોગ ટકી નહિ શકે. હવે લોકોની પાસે દિવસ અને કલાકો પણ નથી. અને હવે એવી પ્રક્રિયા જોઇશે જે તાત્કાલિક ફળદાયી લાગે કે એક માણસ જો સાત દિવસનો સંકલ્પ કરે તો પછી સાત દિવસમાં તેમને ખબર પડે કે ઘણુ બધું થયું...તે માણસ બીજો થઇ ગયો છે. જો સાત જન્મોમાં ખબર પડે તો કોઇ પ્રયોગ નહિ કરે. જુના વાયદા જન્મોના હતા. તેઓ કહેતા હતાઃ આ જન્મમાં કરો, આગળના જન્મમાં ફળ મળશે. તેઓ ખૂબજ પ્રતીક્ષા અને ધૈર્યવાળા લોકો હતા. તેઓ આગલા જન્મની પ્રતીક્ષામાં આ જન્મમાં પણ સાધના કરતા હતા. હવે કાંઇ મળશે નહિ. ફળ આજે ન મળે તો કાલ માટે પ્રતીક્ષા કરવાની કોઇની તૈયારી નથી.

કાલનો કોઇ ભરોસો નથી, જે દિવસે હિરોશિમા અને નાગાસાકી પર એટમ બોજો પડયો છે, તે દિવસથી 'કાલે' ખતમ થઇ ગયો છે. અમેરિકાના હજારો લાખો છોકરા અને છોકરીઓ કોલેજમાં ભણવા જાવા તૈયાર નથી-તેઓ કહે છે : અમે ભણી-ગણી લેશું ત્યા સુધીમાં દુનિયા બચશે ? કાલનો કોઇ ભરોસો નથી ! તો તેઓ કહે છેઃ અમારો સમય જવા નહિ દો-જેટલા દિવસ અમારી પાસે છ, અમે જીવી લઇએ. હાઇસ્કુલમાંથી છોકરા અને છોકરીઓ સ્કુલ છોડીને ભાગી ગયા છે-કહે છેઃ યુનિવર્સિટીમાં પણ નથી જાવુ, કેમ કે છ વર્ષમાં યૂનિવર્સિટીમાંથી નિકળશું....છ વર્ષમાં દુનિયા બચશે? જયારે દીકરો બાપને પૂછી રહ્યો છે કે છ વર્ષ...દુનિયાનું આશ્વાસન છે ? તો અમે છ વર્ષ...જે થોડુક અમારી જિંદગીમાં છે. અમે કેમ તેનો ઉપયોગ કરી ન લઇએ.

જયાં કાલ એટલો શંકાસ્પદ થઇ ગયો છે ત્યાં તમે જન્મોની વાતો કરો છો, બેઇમાની છે, કોઇ સાંભળવાને રાજી નથી. કોઇ સાંભળી રહ્યું. એટલા માટે હું કહી રહ્યો છું...આજે જ પ્રયોગ થાય અને આજેજ પરિણામ હોવું જોઇએ અને જો એક કલાક કોઇ મને દેવા રાજી હોય તો આજે જ, તે કલાક પછી તેમના પરિણામનો બોધ થવો જોઇએ, ત્યારે તે કાલ કલાક આપી શકશે-નહી તો કાલના કલાકનો કોઇ ભરોશો નથી. તો યુગની જરૂરિયાત બદલાઇ ગઇ છે. બળદગાડાની દુનિયા હતી. તે સમયે બધુ ધીરે-ધીરે ચાલી રહ્યું હતું, સાધના પણ ધીરે-ધીરે ચાલી રહી હતી. જેટની દુનિયા છે.સાધના પણ ધીરે-ધીરે નહિ ચાલે, તેમને પણ તીવ્ર ગતિની જરૂર પડશે.

સંકલનઃ-સ્વામિ સત્ય પ્રકાશ  ૯૪ર૭ર પ૪ર૭૬

આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશો કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી  મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના મોટાભાગના મનૌ ચિકિત્સકોના મત અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭

(10:12 am IST)
  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • રાજકોટ : સિટીબસ,BRTS બસના ડ્રાઈવર અને કંડકટર સામે RMCની લાલઆંખ :વિજિલન્સ દ્વારા 22 બસમાં કર્યું સરપ્રાઈઝ ચેકીંગ :ટિકિટ નહીં આપનારા 5 કંડકટરને કાયમી સસ્પેન્ડ કરાયા:મોડી ટિકિટ આપનાર 5 કંડકટરને 7 દિવસ માટે અને 11 કંડકટરોને 10 દિવસ માટે કર્યા સસ્પેન્ડ access_time 12:24 am IST