Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

પાપ

''કોઇપણ વસ્તુનુ દમન કરવું ગુનો છે તે આત્માને અપંગ બનાવે છે. તે પ્રેમ કરતા ડરને વધારે મહત્વ આપે છે અને તેજ પાપ છે.''

ડરને વધારે મહત્વ આપવુ પાપ છે, પ્રેમને વધારે મહત્વ આપવું પુણ્ય છે અને હમેશા યાદ રાખો કે પ્રેમને જ વધારે મહત્વ આપવાનું છે કારણ કે પ્રેમથીજ તમે જીવનની ઉચ્ચ અવસ્થા સુધી પહોંચી શકશો ભગવાન સુધી પહોંચી શકશો ડરથી કોઇ વ્યકિતનો વિકાસ ના થઇ શકે. ડર અપંગ અને પાંગળુ બનાવે છે તે નર્ક ઉત્પન્ન કરે છે.

બધાજ પાંગળા લોકો-માનસીક રીતે પાંગળા અને આધ્યાત્મીક રીતે પાંગળા-નર્કમાં જીવે છે. અને તેઓએ તો કેવી રીતે બનાવ્યુ છે રહસ્ય એ છે કે તેઓ ડરમા જીવે છે-તેઓ જ્યારે ડરતા હોય ત્યારે અમુક જ વસ્તુ કરી શકે છે- પરંતુ પછી ખાસ કઇ કરવા માટે બચતુ નથી બધુ જ જે- કરવા જેવુ છે તેની આજુબાજુ અમુક ભય છે જો તમે પ્રેમમાં પડો છો તો તેમા પણ ડર છે કારણ કે તમારો અસ્વીકાર પણ થઇ શકે છે ડર કહે છે, ''પ્રેમમાં નહી પડો, પછી તમને કોઇ અસ્વીકાર નહી કરે'' તે સાચુ છે-જો તમે પ્રેમમાં ના પડો તો કોઇ તમારો અસ્વીકાર ના કરી શકે- પરંતુ પછી તમારે-પ્રેમ વગરનું જીવન જીવવુ પડશે. જે અસ્વીકાર થવા કરતા વખત વધારે ખરાબ છે. અને જો એક વ્યકિત તમારો અસ્વીકાર-કરશે તો કોઇ બીજી વ્યકિત સ્વીકાર કરશે જેઓ ડર સાથે જીવે છે તેઓ મોટાભાગે ભૂલ નહી કરવાનું વિચારે છે. તેઓ કોઇ ભૂલ નથી કરતા પરંતુ તેઓ કઇ કરી પણ નથી સકતા તેઓનું જીવન નીરસ છે તેઓનો અસ્તીત્વમા કોઇ ફાળો નથી તેઓ આવે છે, તેઓ જીવે છે- તેઓ મોટા થાય છે અને પછી તેઓ મરી જાય છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:09 am IST)