Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સબંધિત

''જેટલા તમે વધારે કેન્દ્રીત બનશો તેટલા તમે વધારે સબંધીત બની જશો, ગાઢ સબંધમાં ઉતરવાની શકયતાઓ વધી જાય છે.''

એ તમે જ છો જે સબંધ બનાવો છો જો તમે ત્યા સંપૂર્ણ પણે નહી હોવ-જો તમે તણાવમાં હશો, ચિંતામાં હશો, શકિતહીન હશો, અને ખંડિત હશો-તો સબંધમાં ઉંડુ કોણ ઉતરશે ? આપણા ખંડીત હોવાને લીધે જ આપણને સબંધમાં ઉંડા ઉતરવાનો ડર લાગે છે, કારણ કે પછી આપણી - વાસ્તવીકતા સામે આવી જશો પછી તમારે તમારૂ હૃદય ખોવું પડશે અને તમારૂ હૃદય ખંડીત છે તમારી અંદર એક વ્યકિત નથી-તમે એક ટોળુ છો. જો તમે ખરેખર બીજાને પ્રેમ કરતા હોવ અને તમારૂ હૃદય તેમની સામે ખોલો, બીજી વ્યકિત વિચારશે કે તમે લોકોનું ટોળુ છો, વ્યકિત નહી -આ જ ડર છે.

તેથી જ લોકો કામચલાઉ સબંધો બનાવે છે તેઓ ઉંડા ઉતરવા નથી માગતા ફકત ઉપયોગ કરો અને છોડી દો, ફકત સપાટીને સ્પર્શ કરો અને કઇ પણ વચનબધ્ધતા બને તે પહેલા છોડી દો તમે સેકસ માણો છો- અને તે પણ બનાવટી છ.ે ફકત સરહદો મળે છે. પરંતુ તે જરાપણ પ્રેમ નથીઃ તે કદાચ શારીરીક સ્ખલન છ.ે એક રેચન, પરંતુ તે તેનાથી વધારે કઇ નથી.

જો સબંધ વધારે પ્રગાઢ ન હોય તો આપણે મ્હોરાઓ પહેરી રાખીએ છીએ. પણ જયારે તમે હસો છો તો તમારે હસવાની જરૂર નથી ફકત મ્હોરૂ હસે છ.ે જો તમે ખરેખર ઉંડા ઉતરવા માર્ગો છો તો ત્યાં ખતરો  છે. તમારે નગ્ન જ જવુ પડશેે - અને નગ્નતાનો અર્થ તમારી અંદર જેટલી પણ સમસ્યાઓ છે તેનાથી બીજાને અવગત કરાવવું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:03 am IST)