Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ગરીબી

'' અત્યારે કે પછી  બહારની ગરીબી અદ્રશ્ય થઇ જશે હવે આપણી પાસે તેને દુર કરવા માટેની પુરતી ટેકનોલોજી છે. અને તેથી જ વાસ્તવીક સમસ્યા ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે.

ખરેખરા અર્થમાં ગરીબ લોકો એ છે  જેઓ પ્રેમને ચુકી જાય છે. અને આખી પૃથ્વી એવા ગરીબ લોકોથી ભરેલી છે. જેઓ પ્રેમના ભૂખ્યા છે. આજે અથવા કાલે બહારની ગરીબી અદ્રશ્ય થઇ જશે. - હવે આપણી પાસે તેને દુર કરવા માટેની પુરતી ટેકનોલોજી છે. અને તેથી જ વાસ્તવીક સમસ્યા ઉત્પન થવાની શરૂઆત થાય છે.. વાસ્તવીક સમસ્યા આંતરીક ગરીબી છે. કોઇપણ પ્રકારની ટેકનોલોજી મદદ નહી કરી શકે. આપણે લોકોને ખવડાવવા માટે સમર્થ થઇ ગયા છીએ. પરંતુ આત્માને કોણ ખવડાવશે. વિજ્ઞાન તે નહિ કરી શકે.  એકવાર વિજ્ઞાન તેનુ કામ  પુરૂ કરી લેશે પછી જ સાચો ધર્મ જગતમાં પ્રવેશ કરશે.

અત્યાર સુધીમાં ધર્મ ફકત એક વિચિત્ર   ઘટના  જ છે- કારણ કે સમયે બુધ્ધ, જીજસ અથવા ક્રિષ્ના  અવતરીત થશે આ અપવાદરૂપ લોકો છે તે માનવજાતનુ પ્રતિનિધિત્વ નથી કરતા. તેઓ તો શકયતા બનાવે છે.ભવિષ્ય બતાવે છે અને આ ભવિષ્ય નજીક આવતુ જાય છે  એકવાર માનવજાત શારીરિક  રીતે તૃપ્ત થઇ જશે - રહેઠાણ હશે, પુરતો ખોરાક હશે, પુરતો અભ્યાસ હશે - પછી પહેલીવાર તેઓ જોશે કે હવે એક નવા ખોરાકની જરૂર છે. તે ખોરાક પ્રેમ છે અને વિજ્ઞાન તે નહી આપી શકે. તે ફકત ધર્મ જ આપી શકશે. ધર્મ પ્રેમનુ વિજ્ઞાન છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:06 am IST)