Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

રાજકોટ સ્થિત સરદાર સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુલાબચંદ તલકચંદ શેઠ લાયબ્રેરી ખાતે 'મેઘાણી સાહિત્ય' કોર્નરની સ્થાપના થઈ

ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ કમિશનના પૂર્વ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દેસાઈ, રાજકોટ શહેરના સંયુકત પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી (આઈપીએસ)ની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૯ : અત્રેના  સરદાર સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુલાબચંદ તલકચંદ શેઠ લાયબ્રેરી ખાતે મેઘાણી-સાહિત્યકોર્નરની સ્થાપના થઈ. નવી પેઢીને આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત કરાવવાનો સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનો આ પ્રેરક પ્રયાસ છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે તેથી આનું સવિશેષ મહત્વ છે.    

રાજકોટ સ્થિત સરદાર સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુલાબચંદ તલકચંદ શેઠ લાયબ્રેરી ખાતે શ્નમેદ્યાણી-સાહિત્યલૃકોર્નરની સ્થાપના થઈ. નવી પેઢીને આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત કરાવવાનો સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનો આ પ્રેરક પ્રયાસ છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે તેથી આનું સવિશેષ મહત્વ છે.     ભારત સરકારનાં ખાદી ગ્રામોદ્યાગ કમિશનનાં પૂર્વ-અધ્યક્ષ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને સરદાર સ્મારક ટ્રસ્ટનાં પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, રાજકોટ શહેરનાં સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ), ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી મઘાણી, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ અને સરદાર સ્મારક ટ્રસ્ટનાં મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદી, ફૂલછાબનાં તંત્રી કૌશિકભાઈ મહેતા, રાજ બેંકના કમલભાઈ ધામી, રાષ્ટ્રીયશાળાનાં જયંતીભાઈ કાલરીયા અને જીતુભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનાં વલ્લભભાઈ લાખાણી, દિપેશભાઈ બક્ષી અને પરાગભાઈ ત્રિવેદી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળનાં ગોવિંદસંગભાઈ ડાભી, શિક્ષણવિદ્ મુનાફભાઈ નાગાણી, જી.ટી. શેઠ લાયબ્રેરીનાં ગ્રંથપાલ કોમલબેન વૈષ્ણવ, નેશનલ યુથ પ્રોજેકટનાં રાજેશભાઈ ભાતેલીયા, જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા (અમદાવાદ), વાલજીભાઈ પિત્રોડા, ભરતભાઈ કોટક (સાહિત્યધારા) સહિત મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓ અને મેદ્યાણી-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. દેવેન્દ્રભાઈ દેસાઈએ સરદાર સાહેબનાં સૌરાષ્ટ્ર સાથેનાં સંભારણાંનું સ્મરણ કરીને ભાવાંજલિ આપી હતી. પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં જન્મેલાં ઝવેરચંદ મેદ્યાણીનું શ્નલાઈન-બોયલૃતરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે તેમ સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું હતું. ડો. અલ્પનાબેન ત્રિવેદીએ કાર્યક્ર્મનું સંચાલન કરતાં સરદાર સ્મારક ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્ત્િ।ઓ વિશે માહિતી આપી હતી. પિનાકી મેદ્યાણીએ રાજકોટ શહેર પોલીસ અને સરદાર સ્મારક ટ્રસ્ટનો હૃદયથી આભાર માન્યો હતો. સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ખાદી અને સહકારી ક્ષેત્રનાં અગ્રણી દેવેન્દ્રભાઈ દેસાઈ અને પિનાકી મેઘાણીનું અભિવાદન કરાયું હતું.    મહાત્મા ગાંધીએ જેમને શ્નરાષ્ટ્રીય શાયરલૃનાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલાં તેવાં સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેદ્યાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો 6x3x1 ફૂટનાં આકર્ષક કાચનાં કબાટમાં વિષયવાર અહિ મૂકાયા છે. ઝવેરચંદ મેદ્યાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓથી લઈને ૧૯૪૭ના અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા કાળચક્રઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના,  સિંધુડો, રવીન્દ્ર-વીણા, વેવિશાળ, સોરઠ તારાં વહેતાં પાણી, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, રઢિયાળી રાત, શ્નસોરઠી સંતવાણીલૃઅહિ ખાસ ઉપલબ્ધ કરાયાં છે.રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (આઈપીએસ), સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ) અને સમસ્ત રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ રહ્યો હતો. આકર્ષક કાચનાં કબાટનું નિર્માણ-કાર્ય વાલજીભાઈ પિત્રોડા – વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેદ્યાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

આલેખન  :: પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:37 am IST)
  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST

  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST