Gujarati News

Gujarati News

News of Tuesday, 7th November 2017


ઈન્કમટેક્ષ દ્વારા રોકડ વ્યવહારો પર અંકુશ

ભારતીય અર્થતંત્રનાં ઈતિહાસમાં ૮મી નવેમ્બર ૨૦૧૬ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાળાનાણાને નાથવાના હેતુસર જાહેર કરેલ રૂ. ૫૦૦ તથા રૂ. ૧૦૦૦ની નોટબંધી સીમાચિન્હરૂપ પગલાની જાહેરાત કરી આને અનુલક્ષીને ભારતીય બજેટ હિસાબી વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં અનેક રોકડ વ્યવહાર ઉપર અંકુશોની જાહેરાત થયેલ છે. તે ઘણા કરદાતા - ધંધાર્થી, વેપારી તેમજ ઉદ્યોગપતિઓને તેની સ્પષ્ટતા નથી અને તેઓ અનેક નાના મોટા રોકડમાં વ્યવહારો કરે છે, પરંતુ તેમાથી અનેક રોકડ વ્યવહારો ઈન્કમટેક્ષની દ્રષ્ટિએ અમાન્ય હોવાથી તે ખર્ચાઓ ખર્ચ તરીકે બાદ નહિ મળે - તેમજ મિલ્કત ખરીદી ઉપર ધસારો પણ નહિ મળે.

રોકડ વ્યવહારોને નાથવા ૨૦૧૭-૧૮ના બજેટમાં નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવેલ છે. જે તા. ૧ લી એપ્રિલ ૨૦૧૭થી લાગુ પડી ગયેલ છે. તેની સીધી સાધી ભાષામાં નીચે મુજબ સ્પષ્ટતા કરીએ છીએ.

(૧) કલમ ૪૦ (અ) ૩ મુજબ રૂ. ૧૦,૦૦૦ થી વધુ રોકડમાં કરાયેલ ધંધાકીય ખર્ચના મંજુર કરાશે. આમ કોઈપણ ધંધાકીય ખર્ચ જેવા કે, કોઈપણ માલની ખરીદી, પગાર, મજુરી ખર્ચ વગેરે એક જ દિવસે એક જ વ્યકિતને રૂ. ૧૦,૦૦૦થી વધુ રોકડમાં ચુકવાશે તો તે ખર્ચ - ખર્ચા તરીકે નહિ ગણાય આવકમાં ઉમેરાશે. અલબત ટ્રાન્સપોર્ટ ખર્ચમાં રૂ. ૩૫,૦૦૦ સુધીની લીમીટ રોકડમાં ચુકવવાની લિમીટ આપી છે. આમ, વેચાણ કરનાર વેપારી રૂ. ૧૦,૦૦૦ વધુની રકમનું વેચાણ કરી શકે પણ ખરીદી કરનારને તે માસ ખરીદી ખર્ચ તરીકે નહિ ગણાય.

(૨) કલમ ૨૬૯ એસટી/૨ના ડીએ મુજબ રૂ. ૨,૦૦,૦૦૦થી વધુ રકમ ઉઘરાણી તરીકે રોકડ સ્વરૂપે સ્વીકારવાથી કે પેમેન્ટ કરવાથી તે રકમના (અર્થાત સ્વીકારેલી રકમનો) ૧૦૦ દંડ થઈ શકશે. આમા એ પણ ખ્યાલ રાખવો જરૂરી છે કે ઉઘરાણી રકમ સામે વાળી પાર્ટી પોતાના બેંક ખાતામાંથી રોકડ ઉપાડી ઉઘરાણી રૂપે લેણદારોના બેંક ખાતામાં રોકડા જમા કરશે તો પણ ૧૦૦  દંડની જોગવાઇ લાગુ પડે છે.

આ કલમનો સારાંશ નીચે મુજબ છે.

(૧) એક જ દિવસ દરમ્યાન એક જ શખ્સ પાસેથી મળેલ રકમ કે રકમોનો કુલ સરવાળો રૂ. ર લાખ કે તેથી વધુ હોવો જોઇએ નહિ. બીજા દિવસે દરમ્યાન ફરી રૂ. ર લાખ સુધી લઇ શકાય.

(ર) એક જ વ્યવહારના સંદર્ભમાં એક સાથે કે ટુકડે-ટુકડે (એટલે કે નાની કરેલ રકમમાં) પણ કુલ રૂ. ર લાખથી વધુ હોવો જોઇએ નહિ.

(૩) એક જ અવસર કે પ્રસંગનાં સંદર્ભમાં કરતા નાણાકીય વ્યવહારો સંબંધી કરાતી ચુકવણીઓનો કુલ સરવાળો રૂ. ર લાખથી વધુ હોવો જોઇએ નહિ.

આમ કોઇ પણ લેણદાર અથવા દેવાદાર સાથેનો વર્ષ દરમ્યાન કુલ ટર્નઓવર રૂ. ર લાખથી વધે અથવા વધાવાની અપેક્ષાઓ ત્યારે ચેક, ડ્રાફટ અથવા ઇસીએસથી જ નાણાકીય વ્યવહારો કરવા હિતકારક છે.

(૩) કલમ ૮૦ જીની માન્યતા ધરાવતા (એટલે કે દાનની રકમ પ૦ ટકા બાદ મેળવતા કરદાતા) હવે ફકત રૂ. ર૦૦૦ થી વધુ રોકડમાં ૮૦ જી ધરાવતા ટ્રસ્ટોને રોકડમાં આપવામાં આવશે તો બાદ નહિ મળે.

આવી જ રીતે રાજકીય પક્ષોને રૂ. ર૦૦૦ થી વધુ રકમનો ફાળો રોકડમાં આપી શકશે નહી કે રાજકીય પક્ષ કે ૮૦ જી ટ્રસ્ટ સ્વીકારી શકશે નહી.

(૪) રૂ. ૧૦,૦૦૦ થી વધુ રકમની મશીનરી કે તેનાં પાર્ટસની ખરીદી રોકડમાં ખરીદી શકશે નહી. જો માલ-મશીનરીનું બીલ રૂ. ૧૦,૦૦૦ કરતા વધારે હોય તો તેનું પેમેન્ટ ચેક, ડ્રાફટ કે ઇસીએસથી ચુકવવાનું તો તેના ઉપર ઘસારો બાદ નહી મળે કે ખર્ચ તરીકે પણ નફા-નુકશાન ખાતામાં બાદ નહિ મળે.

(પ) ટેક્ષ ઓડીટને પાત્ર તેથી કોઇ પણ વ્યકિત એચયુએફ કે તથા પેઢી કે કંપનીઓના કેસમાં જો માફક રૂ. પ૦૦૦૦થી વધુ ભાડાની ચુકવણી કરવાની જવાબદારી હોય તો તેઓ દ્વારા ભાડાની રકમમાંથી પ ટકાના દરે નક્કી ટીડીએસ કાપી ભાડુ ચુકવવાનું રહેશે.પરંતુ જો માલીક પાસે પાન નંબર ન હોય તો ભાડાની રકમનાં ર૦ ટકા ટીડીએસ કાપી સરકારમાં જમા કરવાનો રહેશે.

(૬) કલમ ર૦૬ સીસી હેઠળ પાનકાર્ડ ન હોય તેવી વ્યકિત પેઢીને ચુકવણી કરતી વખતે ટીસીએસ બમણા દરે અથવા પ ટકાના દરે બેમાંથી જે કોઇ વધુ હોય તે દરના આધારે ટીસીએસ બીલનાં પેમેન્ટમાંથી કરવાનો રહેશે.

(૭) કલમ ર૭૧ આઇજે હિસાબી વર્ષ ર૦૧૭-૧૮ થી દાખલ કરાયેલી આ નવી કલમ હેઠળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મર્ચન્ટ બેંક કોસ્ટ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી પ્રેકટીશન કે રજીસ્ટર્ડ કોઇ પણ પ્રકારના વૈલયુઅર દ્વારા અપાતા રીપોર્ટ કે સર્ટીફીકેટમાં ખોટી રીપોર્ટ, માહિતી કે સર્ટીફીકેટ બદલ રૂ. ૧૦,૦૦૦ (દસ હજાર)નો દંડ થશે તથા યોગ્ય પગલા પણ લેવામાં આવશે.

આમ, આ કલમથી તમામ ઉપરોકત કન્સલ્ટન્ટોને સરકારે ઉદ્દેશથી કે ભૂલથી પણ ખોટા સર્ટીફીકેટ કે રીપોર્ટ ન આપવા ચેતવ્યા છે.

નીતિનભાઇ કામદાર

ચાર્ટર્ડ-એકાઉન્ટન્ટ રાજકોટ

(મો. ૯૮રપર ૧૭૮૪૮ )

(3:37 pm IST)