Gujarati News

Gujarati News

News of Thursday, 24th January 2019

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

''વિચારો પણ શીખવા પડે છે. સૌથી સૂક્ષ્મ વિજ્ઞાન તે જ છે. વિચારો ભેગા કરી લેવા એક વાત છે અને વિચારોની શકિત મેળવવી તદ્દન જુદી વાત છે. પણ આપણે વિચાર-સંગ્રહને જ વિચાર-શકિત માની લઇએ છીએ. સંગ્રહ એ શકિત નથી. આ રીતે શકિતનો પ્રભાવ દબાય છે, જોઇ શકાતો નથી. આવી આત્મવંચના ઘાતક છે. છતાં આ ભ્રમ વ્યાપક છે. તેનાં મૂળ ઉંડા છે. પરિણામે જગતમાં વિચાર વધતા જાય છે અને તેની શકિત ક્ષીણ થતી જાય છે. વિચારશીલ વ્યકિતઓ દેખાતી નથી.''

સવારમાં જ તેમણે આ શબ્દ કહ્યા. અમેફરીને આવતાં હતા. ત્યારે કોઇના પૂછવાથી તેમણે ઉપર મુજબ કહ્યું હતું.

મેં પૂછયુ, ''આપણી શિક્ષણ સંસ્થાઓ વિચાર નથી શીખવતી!'' તેઓ હસ્યા અને બોલ્યા, ''વિચાર ગોખાવાય છે, પરંતુ વિચાર કરતાં નથી શીખવતા. વિચારોને બહારથી મગજમાં ગોઠવવાએ સ્મૃતિ માત્ર છે. વિચારને અંદરથી જગવવાએ જ્ઞાન છે.

બંધામાં વિચાર-શકિત પ્રસુપ્ત છે. તે જગાડવી જરૂરી છે, નહીં કે બીજાના વિચારોથી ભરવી. આપણે બધાં સતત વિચારોથી ભરાઇએ છીએ પણ કોઇ પૂછે કે તમે કદી વિચાર કરો છો? ખરી રીતે તો ઘણાંને પોતાની વિચાર-શકિતનો ખ્યાલ જ નથી હોતો તો પછી તે કેવી રીતે જાણે?

આપણે જે શકિતનો ઉપયોગ કરીએ છીએ તે શકિતનો જ આપણને ખ્યાલ હોય છ.ે સક્રિય ઉપયોગથી જ ક્ષમતા વાસ્તવિકતામાં પરિણામે છ.ે નિષ્ક્રિય રહેલી ક્ષમતા સહેજે જ ભુલાઇ જાય તો તેમાં કાંઇ નવાઇ નથી.

વિચાર શકિત છે આવી જ નિશ્ચિય પડેલી શકિત છે. સાધારણ રીતે આપણે સ્વયં-સંચાલિત યંત્રોની જેમ પ્રતિક્રિયાઓ કરીએ છીએ વિચારનો ઉપયોગ જ નથી કરતાં. કોઇ બહારની ઉત્તેજના આપણને સંચાલિત કરે છ.ે ઉત્તેજનાની પ્રતિક્રિયામાં અંદર વિચારને માટે તક જ નથી રહેતી.

તમારા ચિત્તને સ્પર્શતી ઉત્તેજના અને તમારી પ્રતિક્રિયામાં વિચારને સ્થાન છે? કોઇએ અપમાન કર્યું હોય ત્યારે ગુસ્સો કરવામાં વિચાર કરો છો ? નહીં. તો તમને વિચાર-શકિતનો બોધ નથી. તમારા જીવનમાં તેનું કોઇ સ્થાન નથી. વિચાર એટલે દરેક પ્રતિક્રિયા સચેતન હોય. અચેતન પ્રતિક્રિયા અવિચાર છે સચેતન પ્રતિક્રિયા જ અંદર રહેલી વિચાર-શકિતી સૂચક છે.

વિચારશીલ વ્યકિત કોઇ પણ ઉત્તેજના માટે પ્રતિક્રિયા કરતાં પહેલાં વિચારશે કે તે શું કરી રહ્યો છે ? શા માટે કરે છે. ? તે પોતાના ચિત્તની ગતિ માટે જાગ્રત હશે. તે જે કાંઇ કરશે, હોંશમાં કરશે. તેનાં બધાં કામો જાગ્રતાવસ્થામાંં હશે તે બાહ્ય ઉત્તેજનાનું યંત્ર નહીં બને. તે પોતાની ચેતના ખોઇને કાંઇ નહીં કરે. તે જ સાચા અર્થમાં વ્યકિત હશે. જે મૂર્તિ છે, તેને વ્યકિત નહીં કહેવાય.

આથી વિરૂધ્ધ સ્થિતિ હોય તો વિચારનો અભાવ છે, તેને યાંત્રિક પરતંત્રતાથી મુકત કરાવનાર તથા પોતાનો પરિચય કરાવનાર શકિતનો આવિર્ભાવ નથી. થયો એમ સમજ્જો!''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:40 am IST)