Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ઓશોનો નિરાકારનો આકાર

તમે છો કોણ ?

મુસાફર એક આરામગૃહમાં મુકામ કરેછે ને ત્યાં રાત વાસો કરે છે. અને ત્યાં ખોરાક લે છે, અને જયારે તેનું કામ પૂરૃં થાય છે ત્યારે સામાન બાંધી ફરીથી મુસાફરી શરૂ કરે છે. પણ આરામ-ગૃહના માલિક યજમાનને તો કયાંય જવું નથી. જે રહેતો નથી તે મહેમાન છે. જે રહે છે તે યજમાન છે. હવે તમે કોણ છો-મહેમાન કે, યજમાન ? ધ્યાન થવા દો. જવાબની જરૂર નથી. ફકત જાણો-અનુભવો કારણ બધા જવાબો મહેમાન માટે છે ! અને પ્રાપ્તિ ફકત યજમાનને છે. પણ મારામાં વિશ્વાસ કરશો નહી-હું કદાચ છેતરતો હોઉં ! અંતર્મુખ થાઓ અને જાતેશોધી કાઢો.

નિરાકારનો આકાર

મન અને ધ્યાન એક જ શકિતનાં જુદાં જુદાં નામ છે. 'મન' એ શકિત દ્વંદ્વમાંજ વહેછે-ઘર્ષણમાં અને રોગમાં.

અને 'ધ્યાન' એ દ્વંદ્વાતીત શકિત છે. પોતાની સાથે રહે છે અને એકદમ સહજ ભાવે રહે ે.

દ્વંદ્વ વગર વિચારની પાર જવાનું કહે છે

જયારે વિચાર નથી હોતો, કોઇ તરંગ પણ નથી હોતો -શકિત એકત્ર થઇ જાય છે. અને તાત્ત્વિક પરિવર્તન આવે છે.

વિચારહિત શકિત અનાહત નાદનો દરવાજો ખુલ્લો કરે છે. આથી પ્રજ્ઞાન માટે કે બુધ્ધત્વ પ્રાપ્ત કરવાનો વિચાર પણ જતો કરો, કારણ કોઇ પણ શોધ વિચારને પ્રેરે છે અને દ્વંદ્વ પેદા થઇ જ જાય છે.

શ્રી રજનીશઃ એક ઝાંખી

ભગવાન શ્રી રજનીશ એક એવા પ્રજ્ઞાવંત પુરૂષ છે કે જેઓ અનંત, ''પૂર્ણ'' જોડે એક થઇ રહ્યા છે. તે નથી-પણ અનંત તેમની મારફત શ્વાસની ક્રિયા કરે છે. તેઓ વ્યકિત નથી-ભગવાનનું સ્વરૂપ છે. પરમ સત્ય તેમની મારફત ઝળકે છે. તેમની આંખો, આંગળીઓ, ભાવો, મુકત અને મૃદુ હાસ્ય પારાવારનો સંદેશ આપેછે. સત્ય તો એ છે કે તેઓ જાતે જ અનંત ચેતના છે; નહીં કે અનંત ચેતનામાં તેઓ જીવે છે. એથીયે આગળ તેઓ વિશ્વની પારના પરમ અનસ્તિત્ત્વમાં-પરમ નિર્વાણમાં શ્વસે છે. તેમની અંદર લાઓ-ત્સે, બુધ્ધ, કૃષ્ણ અને ઇશુ ખ્રિસ્તનો નિષ્કર્ષ છે. તેઓ બધી વિભૂતિઓને એક સમાન ગણે છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:24 am IST)