Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઓશોનો નિરાકારનો આકાર

ચૈતન્ય પ્રકાશ-પ્રશ્નો કરનારા મનની પેલે પાર

શું તમારે પ્રશ્નો પુછવા છે ? અથવા શું તમારે જવાબો જોઇએ છે ? કારણ કે જો તમારે પ્રશ્નો પુછવા હશે તો જવાબો તમને નહિ મળે. અને જવાબો જોઇતા હશે તો તમને પશ્નો પૂછવા દેવામાં નહિ આવે ! કારણ કે જવાબ જે પ્રજ્ઞાથી મળે છે ત્યાં પ્રશ્નો બિલકુલ ઉદ્દભવ્યા જ નથી અથવા તેમને મૂળથી ઉખાડી ફેંકી દેવામાં આવ્યા છે.

ફકત હોવું-એ જ ચમત્કાર છે

હ્યાકુજો યેકાઇને એક સાધુએ પૂછયું:

''જગતમાં મોટામાં મોટા ચમત્કાર શું છે !

હ્યાકુજોએ કહ્યું. ''હું સ્વયં ફકત મારી પોતાની શકિતથી બેઠો છું.''

નકલ કરો નહિ-હો તેવા રહો

કોઇની નકલ કરો નહિ. કોઇના અનુયાયી થાઓ નહિ. નહિ તો, તમારી હયાતી ફકત બનાવટી હશે અન, તે આત્મઘાત કરતા પણ વધારે ખરાબ હશે. તમે જેવા છો તેવા રહો. અન, ત્યારેજ તમે જવાબદાર થઇ શકો, અને ભરોસાપાત્ર અને સાચા. પણ સાધારણપણે વ્યકિતનું હોવાપણું ઉધાર અને પારકું હોય છે. અને, આથી જ જગતમાં વસ્તુઓ કદરૂપી બને છે.

મુલ્લા નસરૂદ્ીન એકવાર મસ્જિદમાં ગયા અન બેઠા. એમનું ખમીસ જરા ટુંકું હતું, પાછળ બેઠેલા માણસને ઠીક ન લાગવાથી જરા નીચું ખેંચ્યું, નસરૂદ્દીને પોતાની આગળ બેઠલા માણસનું ખમીસ ખેંચ્યું. ''શું કરો છો ?'' આગળના માણસે પૂછયું.

''મને પૂછશો નહિ. મારી પાછળના માણસને પૂછો'' નસરૂદ્દીને કહ્યું, ''એણે શરૂઆત કરી છે.''

ત્તત્વજ્ઞાન-ભાષાની ગેરસમજ

જીવન જીવવું એ ધર્મચર્ચા નથી, તેજીવન 'છે' જ તમે બહારથી તેને ઉકેલી દઇ નહિ શકો. તમે ફકત તેને નિરખ્યા કરો તેથી કાર્ય સરશે નહિ. તમે તેની અંદર છો-તમે જ તે 'છો' અને વિશેષમાં, ત્તત્વચિાર શું છે ? નિકૃષ્ટ રીતે તે ભાષાની ભૂલવણી છે- અથવા ઉત્કૃષ્ટ રીતે જોઇએ તો ભાષાનું વિશ્લેષણ છે. અને સારામાં સારી દ્રષ્ટિએ પણ કયાંય દોરી જઇ શકાય નહિ, કારણ કે કોયડો કાયમનો છે અને તેનો ઉકેલ ભાષાના વિશ્લેષણ કે વ્યાકરણથી થાય નહી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:36 am IST)
  • મીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST

  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST