Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

શ્રાવણ સત્સંગ

મહાકાલ ભયંકર હોવા છતા સૌનું કલ્યાણ કરે છે. જીવમાત્રનો ઉધ્ધાર કરે છે

નમામી શમીશાન નિર્વાણરૂપમ, વિભું વ્યાપક બ્રહ્મ વેદ સ્વરૂપમ અજં નિર્વિકલ્પ નિરીહ, યિદાકાશં માકાશવાશં ભજેહમ

વાદળો મન મૂકીને વરસ્યા હોય અને ધરતી પર હરિયાળી છવાઈ ગઈ હોય એવા સમયે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય છે ત્યારે ભાવિકજનો  ભકતોના હૈયા હીલોળેે ચડવા લાગે છે અને જે અંતરના ઊંડાણથી પોતાનું મન પ્રફુલ્લિત કરે છે એને શ્રાવણ માસ ફળે છે

પાપાચાર દુરાચાર અનાચાર કે પછી અત્યાચાર જેવા અનિષ્ટોનો નાશ કરીને લોકોના જીવનમાં માનવતા જાગૃત કરવા પ્રયાસ કરીને આ પવિત્ર શ્રાવણ માસ ને સફળ બનાવીએ

 દેવાધિદેવ મહાદેવજી તો ભોળા છે ભકતો પર ઝડપભેર રીજે છે

તેમણે દેવો કાજે સમુદ્રમંથ નું ઝેર પણ ભોળાનાથ પી  ગયા અને દેવોને અમૃત આપ્યું આથી જ મહાદેવજીને નીલકંઠ પણ કહેવાય છે મહાદેવજી જ્ઞાનસ્વરૂપ છે શિવ ભકતો શ્રાવણ માસ દરમિયાન તેમની આરાધના કરે છે ઉપાસના કરે છે તો તેમના દુઃખ દૂર થાય છે સંકટ દૂર થાય છે ભોળાનાથ કલ્યાણકારી છે તે સૌનું ભલું કરે છે અને સૌને સુખ આપે છે ભોળાનાથ મહાદેવ પર તેના ભકતો અપાર શ્રદ્ઘા અને વિશ્વાસ રાખે છે કારણ કે શંકર ભોળા છે તેવો જીવમાત્રના ઉધાર અને સર્વ સુખના વૈભવ દાતા છે આ પવિત્ર માસમાં મહાદેવજીને દૂધ ,ચંદન ,બીલીપત્ર અને જળ વડે પૂજા પ્રાર્થના કરીને સોમવારનો ઉપવાસ કરવો આવશ્યક છે જીવનનો અર્થ છે ગુણ કર્મ અને સ્વભાવને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરવો. જીવનનો અર્થ છે આશા ઉત્સાહ અને ગતિશીલતા જીવનનો અર્થ છે સંસાર રૂપી ઈશ્વર વનને સજાવતા અને સાચવવા માટે પોતાની બુદ્ઘિ અને હાથનો પૂરેપૂરો ઉપયોગ કરવું જીવનમાં જ્ઞાન જરૂરી છે કર્મ પણ જરૂરી છે ઉપાર્જન આવશ્યક છે અને તેની સાથોસાથ જીવનમાં ત્યાગની ભાવના પણ એટલી જ આવશ્યક છે

મહાદેવજી પરમ દ્રષ્ટિ હોવા છતાં પણ આ સૃષ્ટિ સર્વ સંપત્ત્િ।ઓનું ઉદગમ સ્થાન છે તેઓ ત્રણેય ભુવનોના ભવનાથ જે ભયાનક ભયંકર રૂપમાં રહેવા છતાં મહાકાલ સૌનું કલ્યાણ કરે છે આ પવિત્ર શ્રાવણમાસમાં ભકતજનો પરમકૃપાળુ પ્રભુ ભોળાનાથ નું રહસ્ય સમજી શકે તો તેમના જીવનમાં ઉદ્ઘાર થાય દેવાધિદેવ મહાદેવનો મહિમા અપરંપાર છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:29 am IST)
  • લશ્કરનો ટોપ આતંકી આસિફ ઠારઃકાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે : લશ્કરનો ટોપ આતંકી આસિફને ઠાર કરવામાં આવ્યો : સોપોરમાં થયેલા આ એન્કાઉન્ટરમાં બે પોલીસ અધિકારી પણ ઇજા પહોંચી છે જાણવા મળી રહ્યું છે કે આતંકી આસિફ સોપોરમાં અનેક નાપાક ગતિવિધઓમાં સામેલ રહ્યા છે access_time 11:28 am IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST