Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

શ્રાવણ સત્સંગ

સૃષ્ટિના કલ્યાણ અર્થે મહાકાલે વિષધારણ કર્યું

દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ ના ગળામાં સર્પ છે ત્રિશૂલ અને ડમરુ ધારી છે પરમાત્મા આશુતોષ ે તેમની એક ઓળખ સ્થાણુ તરીકેની છે. સ્થાણુએટલે કે સ્થિર અનેઅચળ

દ્યણીવાર ઈશ્વર વિશે વિચારનારા રામ પાસે કૃષ્ણ પાસે કે પછી શિવ પાસે અથવા તો અન્ય દેવો પાસે જતા જણાય છે રામ કૃષ્ણ અને શિવજી આ ત્રણેયમાં એક એવું ચાલકબળ છે જયાં હજારો વર્ષથી ભારતીય ચેતના તેને વંદન કરે છે

તેમાંય ભોળાનાથ મહાદેવ તો છવાયેલા રહ્યા છે તે નિસ્પૃહ છે દયનીય છે દર્શનીય છે શિવ લઇને વિસ્તર્યા છેે જયારે રામ સત્યને લઈને આગળ વધ્યા છે તો કૃષ્ણ સુંદર ને લઈને આગળ વધ્યા છે શાસ્ત્રોમાં ૩૦ કરોડ દેવતાઓમાં શિવજીને દેવ નહીં પણ મહાદેવ તરીકે બિરાજવા માં આવ્યા છે

એક સમયે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર કમળના પુષ્પો પૂજા કરતા હતા એ સમયે ભોળાનાથ મહાદેવ ને તેમની પરીક્ષા લેવાનું મન થયું અને ભોળાનાથે એક કમળ અદ્રશ્ય કરી દીધું ત્યારે એક કમળ ઓછું થતાં ભગવાન વિષ્ણુ કમળ ની જગ્યાએ પોતાની આંખ જણાવવા તૈયાર થઈ ગયા ત્યારે દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને વિષ્ણુને એક ચક્ર આપ્યું જે ચક્રવતી વૈષ્ણવ અને તેમના અવતાર સમા ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર અધર્મનો નાશ કરી ધર્મની રક્ષા કરી હતી સમુદ્ર મંથન વખતે નીકળેલું ઝેર મહાકાલ મહાદેવેજ ધારણ કરેલું આથી તો તેઓ નીલકંઠ કહેવાયા . પવિત્ર શ્રાવણ માસમાં જપ મંત્ર સાથે રુદ્રાભિષેક કરવાથી મહાદેવજી પ્રસન્ન થાય છે શ્રાવણના પ્રત્યેક સોમવારે પૂરી અંતરની શ્રદ્ઘા અને વિશ્વાસ સાથે ભોળાનાથની ઉપાસના કરવાથી અને સોમવારે ઉપવાસ કરી મનથી પવિત્ર બની વિધિપૂર્વક ભોળાનાથની પૂજા પ્રાર્થના કરવાથી ઉપાસક નું જીવન સુખમય બને છે અને તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:58 am IST)
  • સુરત-અમદાવાદમાં ડેંગ્યુ-ટાઇફોઇડનો રોગચાળો : અમદાવાદમાં સતત વરસાદને લીધે ડેંગ્યુ અને ટાઇફોઇડનો રોગચાળો વધતો જાય છે. એક અઠવાડીયામાં ત્રણસો આસપાસ દર્દી નોંધાયા છે. જેમાં ડેંગ્યુના ૧૦૦ ઉપર દર્દીઓ છે. દરમિયાન સુરતના ડિંડોલીના કરાડવા રોડ ઉપર એક જ સોસાયટીમાં ડેંગ્યુના ૧૨ દર્દીઓ નોંધાતા હલચલ મચી ગઇ છે. access_time 3:38 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • દેશ યોગ્ય દિશામાં આગળ વધે છે : 73 ટકા ભારતીયોનું તારણ :માર્કેટ રિસર્ચ ફર્મ ઇપ્સોસ દ્વારા કરાયેલ સર્વેક્ષણમાં ભારતીયોએ માન્યું કે દેશની દિશા યોગ્ય : આ પહેલા જૂનમાં થયેલ સર્વેક્ષણમાં ત્રણ ટકાનો વધારો : ભારતમાં નિરાશાવાદના વૈશ્વિક વલણથી વિપરીત સ્થિતિ : ઓછમાં ઓછા 58 ટકા વૈશ્વિક નાગરિકો માને છે ને તેઓનો દેશ ખોટા રસ્તે છે ત્યારે ભારતમાં સ્થિતિ બહેતર હોવાનો સર્વેમાં દાવો access_time 1:12 am IST