Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

ધ્યાન-Meditaton

ધ્યાન કરવાથી મૌન સધાઇ જતું નથી;

ધ્યાન એક એવી પરિસ્થિતિનું સર્જન થાય છે કે,

જેમાં મૌન ઘટે છે.

તેનો માપદંડ આ પ્રમાણેનો હોવો જોઇએઃ

જીવનમાં જેવું મૌન ઘટે એટલે તરત જ

તમારામાં સ્મિત ફુટી નીકળે,

તમારી આજુબાજુ એક પ્રાણવાન ઉત્સવનો પ્રાદુર્ભાવ થાય.

પછી તમે કદી ગમગીનીથી ઘેરાશો નહીં,

તમે કદી નિરૂત્સાહ થશો નહી,

તમે કયારેય દુનિયાથી ભાગશો નહીં.

તમે આ સંસારમાં જ રહેશો,

પણ સંસારને એક ખેલ સમજશો,

એક ખૂબ સુંદર-રસિક ખેલ,

એક ભવ્ય નાટક સમજશો,

તેના પ્રત્યે કદી ગંભીરતાની દૃષ્ટિ રાખશો નહીં.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:52 am IST)