Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

મૃત્યુને કારણે જ આ જીવન છે. જો મૃત્યુ ન હોય તો જીવન પણ ન હોય. માટે મૃત્યુનો પણ આભાર...જરા વિચારો તો ખરા...તમે એક વખત જન્મ લીધો અને પછી હંમેશા માટે જીવતા જ રહો અને કયારેય મૃત્યુ ન પામી શકો !

કયારેય આમ વિચાર્યું છે. ? કયારેય આ વાત પર ચિંતન કર્યું છે ? જો તમારે હંમેશ માટે જીવતા રહેવું પડે. અનંત કાળ સુધી તમારે જીવતા રહેવું પડે....તમે કંઇ પણ કરો પરંતુ મરી ન શકો. તો શું તમે ગભરાઇ નહિ જાઓ ? શું તમે કંટાળી નહિ જાઓ? હેરાન નહિ થઇ જાઓ ? થાકી નહિ જાઓ? અને વળી તમારી પાસે આત્મહત્યા કરવાનો કોઇ ઉપાય પણ ન હોય. ઝેર પીઓ તો પણ મરો નહિ. પર્વત પરથી પડો તો પણ મરો નહિ. તો પછી જીવવું ભારે પડશે.અત્યંત ભારે પડશે.

મૃત્યુ વિશ્રામ આપે છે. સિત્તેર-એંસી વર્ષના જીવન બાદ થાકી ચૂકયા...જીવનને જોઇ લીધું. જાણી લીધું. માણી લીધું. પછી વિશ્રામ જોઇએ. જે રીતે દિવસ પછી રાત્રે નિદ્રા જોઇએ તે રીતે જ જીવન પછી મૃત્યુ જોઇએ. નિદ્રા નાનું મૃત્યુ છે અને મૃત્યુ લાંબી નિદ્રા છે.

જો જીવનને તમે યોગ્ય રીતે સમજશો તો મૃત્યુનો પણ સહજ સ્વીકાર થશે.

તમારી દૃષ્ટિ પર જ બધું નિર્ભર છે. જો તમે ફુલ ગણવા લાગશો તો ધીરે ધીરે તમે કાંટાંને ફુલના રક્ષક તરીકે સ્વીકારી લેશો. જો તમે દિવસને પ્રેમ કરશો તો પછી તમે રાતને પણ પ્રેમ કરવા લાગશો, પછી તો મૃત્યુ પણ તમને મિત્ર લાગશે. જો જીવન પ્રત્યે મિત્રતા કેળવી હશે. બધું તમારા પર નિર્ભર છે.

દુઃખથી મુકત થવા માટેકંઇ કરવાનું નથી માત્ર સમ્યક્ દૃષ્ટિથી જોવાનું છે. અહીં બધું જ છે. અહિ વિપરીતનું મિલન થઇ રહ્યું છે અહી દુઃખ પણ છે. સુખ પણ છ.ે

આપણે પોતે પોતાને વ્યકિત Individual)  કહીએ, કદાચ તે પણ ઠીક નથી. વ્યકિત થવા માટે કેન્દ્ર (Centre) જોઇએ એક સુનિશ્ચિત સંગઠન (Crystallization)  જોઇએ, પણ તે નથી. વ્યકિતત્વના સંગઠન તથા કેન્દ્રિતતા (Individuation) ના અભાવમાં આપણે માત્ર અરાજતા (Anarchies) માં છીએ.

માનવીનું મનુષ્યત્વ તુટી રહ્યું છેે તેની અંદર કંઇક બહુમુલ્ય (Essential) ખોવાઇ ગયું છે., ખંડિત થઇ ગયું છે. આપણે માત્ર કોઇ એકતા (Unity) ના જાણે કે ેખંડેર કે અવશેષ જેવા છીએ. આ એકતા મહાવીરમાં, બુધ્ધમાં અને ક્રાઇસ્ટમાં દેખાય છે. તે વ્યકિત છે, જેનામાં સ્વરોની અરાજકતા નહિ, પણ સંગીત છે.જયાં સ્વવિરોધભરી આંધળી ઘેડ નથી, પણ એક સુનિશ્ચિત ગતિ અને દિશા છ.ે

જીવન જયારે પોતાના કેન્દ્ર અને દિશાને પામે છે, ત્યારે આનંદમાં પરિણીત થઇ જાય છે. વ્યકિતત્વને પ્રગટાવવું અને તેમાં અંતર્નિહિત સમસ્વરતા (Harmony) ને ઉપલબ્ધ કરવી તે વાસ્તવિકત જીવનનું દ્વાર ખોલવા જેવું છ.ે તે વિના જીવન એક વાસ્તવિકતા (Actuality) નથી, કેવળ એક સંભાવના છ.ે એક ભવિષ્ય (Potentiality) છે.

મનુષ્યનું વ્યકિતત્વ વિખરવાની આ દુર્ઘટના સારાય જગતમાં ઘટી છે. આપણે આપણા પોતાથી વિચ્છિન્ન અને પૃથક્ થઇ ગયા છીએ. આપણે એક એવું વર્તુળ છીએ જેનું કેન્દ્ર ખોવાઇ ગયું છે, કેવળ પરિધિ શેષ રહી ગઇ છે. આપણે જીવનની પરિધિ પર દોડી રહ્યા છીએ, દોડતા રહીશું અને એક ક્ષણ માત્ર પણ વિશ્રાંતીનો અનુભવ નહિ કરી શકીએ. ઘાણીના બળદના જેવી આપણી ગતિ થઇ ગઇ છે.

જીવન માત્ર પરિધિ નથી, કેન્દ્ર પણ છે. આ જાણ્યા વિના સર્વ પ્રયાસ, સર્વ ગતિ અંતે વ્યર્થ અને નિઃસાર થઇ જાય છ.ે તેના જ્ઞાનના અભાવમાં શ્રમની સર્વ ધારાઓ દુઃખના સાગરમાં લઇ જાય છ.ે જીવનની પરિધિ પર તો માત્ર ક્રિયાઓ(Becoming) છે. સત્તા (Being) તો ત્યાં નથી 'હું' મારૂ પ્રામાણિક સત્પણું (Authentic Iso-ness)  તો આ પરિધિ ઉપર ઉપસ્થિત નથી ક્રિયા (Becoming) ના તલ ઉપર મારૂ સત્વ પ્રાપ્ત નહિ થાય જે હું છું, તેની પ્રાપ્તિ ઉંડાણ (Depth) માં થઇ શકશે. આ ઉંડાણને જાણ્યા વિના આ આત્યંતિક રૂપથી આંતરીક સાથે સંબંધમાં આપ્યા વિના, જીવન એક નિરર્થક ભ્રમણ છે, બોજભરી યાત્રા છ.ે આ સ્વથી, સત્તાથી સંબંધ્ધ થયા વિના જીવન એક આનંદયાત્રામાં પરિણત નહિ થઇ શકે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:35 am IST)