Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૧૯ર

 સબંધો તોડી નાખવા

‘‘ભુતકાળ સાથેના સબંધો તોડી નાખવા હમેશા સારા છે પછી જ વ્‍યકિત જીવંત, નિર્દોષ રહી શકશે અને કયારેય પોતાનું બાળપણ નહી ગુમાવે. ઘણીવાર સ્‍વચ્‍છ થવા માટે પાછળના બધા જ સબંધો તો ડવાની જરૂર પડે છ.ે જેથી નવેસરથી શરૂઆત કરી શકાય.''

જે ક્ષણે તમને એવુ લાગે કે તમે લક્ષ્ય પ્રાપ્‍ત કરી લીધું છે. તે ક્ષણે ફરીથી જુના સબંધો તોડવાનો સમય આવી ગયો છ.ે અને જે પણ વ્‍યકિતએ કલાત્‍મક બનવું છે તેઓએ દરરોજ તેના ભૂતકાળને છોડવો પડશે. કારણ કે કલાત્‍મકતાનો અર્થ સતત નવો જન્‍મ જો તમે ફરીથી નહી જન્‍મો તો જે કઇપણ તમે બનાવશો તે પુનરાવર્તન હશે.

મહાન કલાકારો, કવિઓ અને ચીત્રકારોના જીવનમાં પણ એવો સમય આવે છે જયારે તેઓ એક જ વસ્‍તુનુ વારંવાર પુનારાવર્તન કરવા લાગે છે કયારેક એવુ બને છે કે તેઓનું પહેલુ કામ જ-સૌથી શ્રેષ્‍ઠ બની રહે છે. ખલીલ જીબ્રાને પ્રોફેટ લખી ત્‍યારે તેઓ ફકત ર૦ અથવા ર૧ વરસના હતા અને તેઓની છેલ્લી શ્રેષ્‍ઠ રચના હતી તેઓએ ઘણા બીજા પુસ્‍તકો લખ્‍યા પરંતુ કોઇ આ કૃતીની શ્રેષ્‍ઠતા સુધી ના આવી શકયુ તેઓ પ્રોફેટનું જ પુનરાવર્તન કરતા રહ્યા.

તેથી કોઇ કલાકાર હોય, ચીત્રકાર હોય, સંગીતકાર હોય-અથવા નૃત્‍યકાર હોય, જેઓએ દરરોજ કઇક નવી રચના કરવાની છે તેઓએ તેમની ગઇકાલને સંપુર્ણપણે ભુલી જવી પડશે-પાટી કોરી છે અને આ જ રીકતતામાં કળાનો જન્‍મ થશે.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:36 am IST)
  • ' જય જગન્નાથ ' : 285 વર્ષમાં પહેલીવાર જગન્નાથજી યાત્રા ભક્તો વિના નીકળશે : રસીકરણ કરાવેલ વોલન્ટિયર્સ જ રથ ખેંચી શકશે : વર્તમાન કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 11:29 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST