Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

પરિવર્તન કરવાની ક્ષમતા

''પરિવર્તન કરવાની ક્ષમતાના પ્રમાણમાં જ તમે યુવાન છો. નાના બાળકને જુઓ-એકદમ નાજુક, કોમળ અને પરિવર્તનશીલ, જેવા તમે મોટા થાઓ, બધુજ ચૂસ્ત, કઠોર અને અપરિવર્તનશીલ બની જાય છે. પરંતુ તમે મરવાની ક્ષણ સુધી પણ એકદમ યુવાન રહી શકો છો જો તમે પરિવર્તનશીલ રહો.''

જ્યારે તમે ખૂશ થાઓ છો, તમારો વિસ્તાર થાય છે જ્યારે તમે દુખી થાઓ છો, તમે સંકુચીત થાઓ છો. તમે તમારી જાતને છુપાવી દો છો કારણ કે તમે બહાર જશો તો ત્યા કદાચ તમારા માટે કઇક ખતરનાક હશે. તમે બધી બાજુથી સંકુચીત થાઓ છો- પ્રેમમાં, સબંધોમાં, ધ્યાનમાં, બધી જ રીતે તમે કાચબાની જેમ અંદર સંકોચાઇ જાઓ છો.

જો તમે સતત ભયમાં જીઓ જેમ ઘણા લોકો જીવે છે તો ધીમે-ધીમે તમારી ઉર્જાની પરિવર્તન શીલતા ખોવાઇ જાય છે તમે થીજી ગયેલા સરોવર જેવા બની જાવ છો, હવે તમે નદીની જેમ વહેતા નથી. પછી તમે દરરોજ વધારે અને વધારે મૃત થતા જાઓ છો.

પરંતુ ભયના પ્રાકૃતિક ઉપયોગો પણ છે જ્યારે ઘરમાં આગ લાગે છે ત્યારે તમારે ભાગવુ જ જોઇએ. ત્યા નીડર બનવાની કોશીષ ના કરો નહીતર તમે મૂર્ખ ગણાશો. વ્યકિતમાં સંકુચીત થવાની ક્ષમતા પણ હોવી જોઇએ કારણ કે કેટલીક એવી પણ ક્ષણો છે જ્યારે વ્યકિતએ પ્રવાહ અટકાવવો પણ જરૂરી છે વ્યકિતમાં વિસ્તરીત થવાની અને સંકુચીત થવાની બંને યોગ્યતા હોવી જોઇએ. આજ પરિવર્તનશીલતા છે...વિકસવુ, સંકોચાવુ, વિકસવુ, સંકોચાવુ તુ શ્વાસ જેવુ જ છે જે લોકો ખૂબ જ ભયમાં રડે છે તેઓ ઉંડા શ્વાસ નથી લેતા તેમની છાતી બેસી ગયેલી હોય છે.

તેથી તમારી ઉર્જાને વહેવા દેવા માટેના રસ્તાઓ શોધો કયારેક ગુસ્સો પણ સારો છે ઓછામાં ઓછુ તે તમારી ઉર્જાને ગતિ આપે છે. જો તમારે ભય અને ગુસ્સા વચ્ચે પસંદગી કરવાની હોય, ગુસ્સાને પસંદ કરો. પરંતુ અંતિમ છેડા સુધીના જાઓ વિસ્તરક સારૂ છે પરંતુ તમને તેનું વ્યસન ના થવુ જોઇએ ખરેખર સાચી યાદ રાખવા જેવી વસ્તુ છે પરિવર્તનશીલતા, તમારી એક અંતિમથી બીજા અંતિમ સુધી ગતિ કરવાની ક્ષમતા.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:51 am IST)