Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

એક દિવસ આચાર્યશ્રીએ એક વાર્તા કહી હતી. કોઇએ તેમને પૂછયું, ''જીવનમાંથી બધી વાસનાઓ ક્ષીણ થઇ જાય તો જીવન કેવું હોય ?'' તેમણે કહ્યું, ''ઉપરથી જોવામાં કોઇ ફરક નથી પડતો, પણ અંદરથી બદલાય છે. એક રીતે બધું તે જ હોય છે, જે પહેલાં હતું. પરંતુ બીજા અર્થમાં પહેલાં પૈકીનું કશું જ રહેતું નથી.''

થોડી વાર શાંત રહી ફરી બોલ્યા, ''એક સદ્દગુરૂને કોઇએ એ જ વાત પૂછી હતી. તેમણે તેને એક કપડાનો કટકો અને બળતી આગ લાવવા કહ્યું. તે આગમાં કપડું બળી ગયું, પણ તેની આકૃતિ અને બનાવટ તેવી જ રહી ગઇ હતી. કપડું હતું ને ન પણ હતું. આવી જ રીતે જીવન-મુકતનું જીવન હોય છ.ે જ્ઞાનાગ્નિમાં જ્યારે બધુ જ બળી જાયછે. ત્યારે રાખની આકૃતિ જ શેષ રહે છે.''

આ વાત એમના વિષે જ કેટલીક રીતે સાચી છે. જેઓ તેમની જીવનચર્યા જાણેછે તેમને તેમાં રાખની આકૃતિ સિવાય બીજું કાંઇ નહીં દેખાય. એક સાધારણ માણસની જેમ જ તેઓ જીવે છે. બહારથી કોઇ વિશેષતા તેમણે નથી ધારણ કરી, પણ તેમના જેવું અસાધારણ જીવન શોધ્યું ન મળે. તે જ્યાં દેખાય છે ત્યાં હોતા જ નથી.

તેમના ઉઠવા, બેસવા, બોલવામા જયાં તેઓ હોય છે, ત્યાં ન પણ હોય, કદાચ આંતરિક ક્રાંતિને જ તેઓ સન્યાસ કહેછે.

ઠંડીના દિવસો છ.ે સવારનો સૂર્ય સુખદ લાગે છે. અમે તડકે બેઠાં છીએ; પક્ષીઓના ગીત સાંભળીએ છીએ. ત્યાં઼઼઼ કેટલાક માણસો મળવા આવ્યા. તેમાં એક સન્યાસી પણ હતા. તેમણે પૂછયું, ''સત્ય મેળવવાનો કોઇ અત્યંત સરળ અને સહેલો રસ્તો નથી?''

આચાર્યશ્રીએ તેમને કહ્યું, ''જીવનનો નિયમ છે કે દરેક વસ્તુની કીમત ચૂકવવી પડે છે વિના કીમત કાંઇ પણ મળતું નથી અનેવળી વસ્તુ જેટલી કીમતી હોય તેટલું જ વધુ મૂલ્ય દેવું પડે. સત્ય માટે તો ''પોતાને'' જ આપી દેવું પડે છે. એથી ઓછી કીમતે, સત્યની પ્રાપ્તિ અસંભવ છ.ે સત્ય મેળવવું એટલે કીમતે, સત્યની પ્રાપ્તિ અસંભવ છે. સત્ય મેળવવું એટલે પોતાને ગુમાવવું. પણ પોતાને નષ્ટ કરીને જ પોતાની પ્રાપ્તિ પણ થાય છે અને જે પોતાને સાચવે છે, તે સત્યને તો ખુએ જ છે. સાથે પોતાને પણ ગુમાવે છે. તમને કદી એવો અનુભવ નથી થતો કે તમે ખરેખર તમે નથી ? જે 'હું' તે તમે પોતે છો એમ માનો છો? જો તે વાસ્તવિક હોત તો સત્યની ખોજનો પ્રશ્ન જ ન રહેત.''

તે સત્ય નથી, તેથી જ તો સત્ય મેળવવાની તરસ રહે છે. પણ પોતાની અંદર કોઇ ન કોઇ ચેતન અચેતન સ્થળે આપણને સત્યની ઝાંખી થાય છે. નહીં તો આ 'હું' તે ખોટું જાણવાનું કોઇ કારણ નથી. આ કહેવાતા 'હું' નો નાશ કરવાનો છ.ે તેની પાછળ જ સત્ય છે. તે સત્ય આ 'હું' થી ઢંકાયેલું છે. પોતાના સ્તર પર આ 'હું' છે અને પોતાના ઉંડાણમાં પણ તે જ 'હું' છે. તે જ સત્ય છે. કારણ કે ઉંડાણ પોતાનું જ નથી 'સ્વ'નું પણ છે. જે પોતાની અંદર જેટલું ઉંડુ જાયછે, તે 'સ્વ'ની અંદર પણ એટલું જ ઉંડું જાય છે. પોતાના કેન્દ્ર પર જ સત્યનો-પરમાત્માનો વાસ છ.ે મિત્ર, કેન્દ્ર મેળવવા માટે પરિધ ખોવું જ પડે છે. એની કીમત ચુકવ્યા વિના કોઇ આરો નથી. એ મુલ્ય ચૂકવવા જેવું અધિક બીજું તપ   નથી. કારણ કે સ્વયંને ખોવા જેવું અઘરૃં બીજુ શું હોય ?

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:01 am IST)
  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST

  • સુરતના ભાજપના કોર્પોરેટરનો લાંચ લેવાનો મામલો: જયંતિ ભંડેરીના બેંક ખાતાની તપાસ:એસીબીએ બે બેંકના લોકરમાં તપાસ કરી:વરાછા કો ઓપ. બેંકમાં 16 તોલા સોનુ જપ્ત:દેના બેંકનું ખાતું સીલ કરી ઓપરેટ નહિ કરવા આદેશ access_time 9:13 pm IST

  • મહુવા સરાજાહેર લૂંટની ઘટના, કુબેરબાગ વિસ્તારમાં બનાવ, અંદાજે ૫.૫૦ લાખની લૂંટ, મહુવા શહેરભરમાં નાકાબંધી access_time 11:58 pm IST